સેલેબ લાઈફ: સ્વિમસૂટમાં શાહિદ કપૂરની પત્નીનો બોલ્ડ અવતાર, સો.મીડિયામાં તસવીર વાઈરલ


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતની લોકપ્રિયતા બોલિવૂડ સેલેબ્સ કરતાં સહેજય ઓછી નથી. મીરા સો.મીડિયામાં અવારનવાર પોતાની તસવીરો શૅર કરતી હોય છે. હાલમાં જ મીરાએ સ્વિમસૂટની તસવીર શૅર કરી હતી. આ તસવીર ઘણી જ વાઈરલ થઈ છે.

સ્વિમસૂટમાં મીરા રાજપૂત
મીરા રાજપૂતે શૅર કરેલી તસવીરમાં તે પીચ રંગના બર્ડ પ્રિન્ટેડ સ્વિમસૂટમાં જોવા મળે છે. સ્વિમસૂટ સાથે પ્રિન્ટેડ સ્ટોલ કૅરી કર્યો હતો. તેણે કોલ્હાપુરી ચંપલ પહેર્યાં હતાં. સાથે જ ચિક સનગ્લાસ, ગોલ્ડન હૂપ્સ તથા હાઈ પોની ટેલ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. આ લુકમાં મીરા રાજપૂત એકદમ બોલ્ડ લાગતી હતી.

તસવીર શૅર કરીને કહી આ વાત
તસવીર શૅર કરીને મીરાએ કહ્યું હતું, ‘ખરાબ થવાના થોડી મિનિટ પહેલાં.’ આ તસવીર પર ચાહકો તથા સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી.

આ પહેલાં શાહિદે શર્ટલેસ તસવીર શૅર કરી હતી

શાહિદ કપૂરે સ્વિમિંગ પૂલમાં ડૂબકી લગાવતો હોય તેવી તસવીર શૅર કરી હતી. તસવીરમાં શાહિદ કપૂર શર્ટલેસ અંદાજમાં જોવા મળ્યો હતો. શાહિદના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં ગૌતમ તિન્નનુરીના ડિરેક્શનમાં બનતી ફિલ્મ ‘જર્સી’માં જોવા મળશે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની હિંદી રિમેક છે. ફિલ્મમાં શાહિદે ક્રિકેટરનો રોલ પ્લે કર્યો છે.

થોડાં સમય પહેલાં બિકીની તસવીર શૅર કરી હતી

મીરાએ બિકીની પહેરીને એક તસવીર શૅર કરી હતી. તેણે કેપ્શનમાં કહ્યું હતું, ‘બિકીની બૉડીઝ ઍવકાડો જેવી હોય છે. તૈયાર થવા માટે લાંબી રાહ જોવી પડે છે અને એક દિવસ બાદ જ આ બેકાર થઈ જાય છે.’

હાલમાં જ ગોવામાં વેકેશન મનાવ્યું
મીરા પતિ શાહિદ તથા બાળકો સાથે ગોવામાં વેકેશન મનાવવા ગઈ હતી. મીરાએ સો. મીડિયામાં ગોવા વેકેશનની ઘણી તસવીરો શૅર કરી હતી.

સો.મીડિયામાં એક્ટિવ
મીરા રાજપૂત સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. મીરા એટલી ફિટ છે કે તેને જોઈને કોઈ એમ ના કહે કે તે બે સંતાનોની માતા છે. તે ફિટનેસ અંગે ઘણી જ સજાગ છે.

2015માં શાહિદ-મીરાએ લગ્ન કર્યાં હતાં

મીરા રાજપૂતે જુલાઇ 2015માં શાહિદ કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. મીરા દિલ્હીનીછે. મીરા પતિ શાહિદ કરતાં 13 વર્ષ નાની છે. લગ્ન પછીના એક વર્ષ બાદ જ મીરાએ 26 ઓગસ્ટ 2016માં દીકરી મીશાને જન્મ આપ્યો હતો. મીરા પતિ શાહિદ કપૂર સાથે ‘કોફી વિથ કરન’ની પાંચમી સીઝનમાં જોવા મળી હતી. વર્ષ 2018માં મીરાએ દીકરા ઝૈનને જન્મ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Be the first to comment on "સેલેબ લાઈફ: સ્વિમસૂટમાં શાહિદ કપૂરની પત્નીનો બોલ્ડ અવતાર, સો.મીડિયામાં તસવીર વાઈરલ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: