સેલેબ લાઈફ: કરીના કપૂર-સૈફનો બીજો દીકરો મોટાભાઈ તૈમુર જેવો જ દેખાય છેઃ રણધીર કપૂર


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કરીના કપૂરે રવિવારે, 21 ફેબ્રુઆરીના રોજ સવારે બીજા દીકરાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. બીજા દીકરાના જન્મ બાદ ચાહકો તથા સેલેબ્સે સો.મીડિયામાં એક્ટ્રેસને શુભેચ્છા પાઠવી હતી. ચાહકો કરીનાનો બીજો દીકરો કોના જેવો દેખાતો હશે, તે જાણવા માટે ઉત્સુક છે.

ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં રણધિર કપૂરે કહ્યું હતું, ‘મને તો બધા બાળકો એક જેવા જ લાગે છે. જોકે, ઘરના બધા લોકો એવું કહી રહ્યાં છે તે તૈમુર જેવો દેખાય છે.’

વધુમાં રણધીરે કહ્યું હતું, ‘કરીનાની તબિયત એકદમ ઠીક છે અને સૈફની ખુશી તો જોવાલાયક છે. તૈમુર પણ એકદમ આનંદમાં આવી ગયો છે.’

આ પહેલાં રણધીરે શું કહ્યું હતું?
મીડિયા સાથેની વાતચીતમાં રણધીર કપૂરે દીકરી કરીના અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘કરીના તથા દીકરો બંને એકદમ સારા છે. મેં હજી સુધી દૌહિત્રને જોયો નથી. જોકે, મેં કરીના સાથે ફોન પર વાત કરી હતી. તેણે મને કહ્યું હતું કે તે તથા દીકરો એકદમ ઠીક છે. હું ઘણો જ ખુશ છું. ખરું કહું તો બીજીવાર નાના બનીને હું અત્યારે સાતમા આસમાને વિહરી રહ્યો છું. હું નાનકડાં દૌહિત્રને જોવા માટે આતુર છું. હું તેના સારા ભવિષ્યમાં માટે પ્રાર્થના કરું છું.’

વધુમાં રણધીર કપૂરે કહ્યું હતું, ‘તૈમુરને જ્યારે ખબર પડી કે તે મોટો ભાઈ બની ગયો છે તો તે ઘણો જ ખુશ થયો હતો. સૈફ તો એકદમ ઉત્સાહમાં આવી ગયો હતો. હું અંતરથી આશીર્વાદ આપું છું’

કરીનાની પહેલી ડિલિવરી પણ C સેક્શન હતી
કરીના કપૂરે 20 ડિસેમ્બર, 2016ના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. કરીનાએ બીજા દીકરાને જન્મ પણ ઓપરેશનથી આપ્યો હતો.

કરીનાએ પહેલી તથા બીજી પ્રેગ્નન્સીમાં કામ ચાલુ રાખ્યું હતું
કરીના 2016માં જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્ટ થઈ તે સમયે પણ તેણે કામ કરવાનું બંધ કર્યું નહોતું. તેણે પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા હતા. આ વખતે જ્યારે કરીના બીજી વાર પ્રેગ્નન્ટ હતી તો પણ તેને પૂરા મહિના સુધી કામ કર્યું હતું. કરીનાએ પ્રેગ્નન્સીમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું. આ વખતે કોરોનાવાઈરસ જેવો રોગચાળો પણ હતો. જોકે, કરીનાએ તમામ પ્રોટોકોલનું પાલન કરીને પોતાના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યા હતા. કરીનાની આસપાસ રહેતી ટીમનો સમયાંતરે કોવિડ 19નો ટેસ્ટ કરાવવામાં આવતો હતો.

Be the first to comment on "સેલેબ લાઈફ: કરીના કપૂર-સૈફનો બીજો દીકરો મોટાભાઈ તૈમુર જેવો જ દેખાય છેઃ રણધીર કપૂર"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: