[:en]સેલેબ્સના સિક્રેટ લગ્ન: કોણ છે રાખી સાવંતનો પતિ, આજ સુધી રાઝ જાહેર નથી થયો, આ સેલેબ્સે પણ સિક્રેટ મેરેજ કરીને બધાને ચોંકાવી દીધા હતા[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાખી સાવંત હાલ ‘બિગ બોસ 14’માં સામેલ છે. જ્યારથી રાખીએ બિગ બોસના ઘરમાં એન્ટ્રી લીધી છે ત્યારથી તેણે તેના સિક્રેટ મેરેજ વિશે ઘણી વાતો શેર કરી છે. તેણે એવું પણ કહ્યું કે તેના લગ્ન ફેક નથી અને આ પબ્લિસિટી સ્ટંટ પણ નથી.

રાખીએ કહ્યું કે 2019માં તેણે હકીકતમાં NRI રિતેશ સાથે લગ્ન કરી લીધા હતા પણ રાખીના લગ્ન પર લોકોને એટલે ભરોસો ન આવ્યો કારણકે તેણે તેના પતિનો ફોટો હજુ સુધી સામે આવવા દીધો નથી. હવે રાખીના પતિનું કહેવું છે કે તે જાન્યુઆરી 2021માં બિગ બોસમાં સામેલ થશે અને ત્યારે તેની પહેલી ઝલક સૌ કોઈ જોઈ શકશે.

રાખી અગાઉ પણ ઘણા એવા સેલેબ્સ છે જે તેમના સિક્રેટ મેરેજને કારણે ચર્ચામાં રહ્યા છે. આવો નજર કરીએ આવા જ સેલેબ્સ પર…

સના ખાન અને અનસ સૈયદ

સનાએ ઓક્ટોબરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો અને ત્યારબાદ સુરતના મુફ્તી અનસ સૈયદને હમસફર બનાવીને બધાને ચકિત કરી દીધા. આ પહેલાં તેનું કોરિયોગ્રાફર મેલ્વિન લુઈસ સાથે બ્રેકઅપ થયું હતું.

રાની મુખર્જી અને આદિત્ય ચોપરા

રાનીએ 21 એપ્રિલ, 2014ના રોજ ઇટલીમાં ફિલ્મમેકર આદિત્ય ચોપરા સાથે સિક્રેટલી લગ્ન કરી લીધા હતા. લગ્નમાં સિલેક્ટેડ પરિવારના લોકો સામેલ થયા હતા. બંનેના લગ્નના ફોટો ક્યારેય સોશિયલ મીડિયા પર સામે આવ્યા નહીં.

જ્હોન અબ્રાહમ અને પ્રિયા રૂંચાલ

જ્હોને 2014માં NRI પ્રિયા રૂંચાલ સાથે લગ્ન કર્યા. પ્રિયા પહેલાં જ્હોન એક્ટ્રેસ બિપાશા બસુ સાથે રિલેશનમાં હતો. બંનેએ એકબીજાને 9 વર્ષ સુધી ડેટ કર્યા અને લિવ ઈનમાં પણ રહ્યા. પરંતુ તેમનું બ્રેકઅપ થઇ ગયું અને ત્યારબાદ જ્હોને પ્રિયા સાથે સિક્રેટલી લગ્ન કરીને બધાને ચકિત કરી દીધા. તેમના લગ્નના પણ કોઈ ફોટોઝ ક્યારેય સોશિયલ મીડિયા પર સામે આવ્યા નથી.

જુહી ચાવલા અને જય મેહતા

ડિસેમ્બર 1997માં જુહીએ બિઝનેસમેન જય મેહતા સાથે સિક્રેટલી લગ્ન કરી લીધા હતા. બંનેએ લગ્નને લાંબા સમય સુધી સિક્રેટ રાખ્યા પણ જ્યારે જુહી પહેલા બાળકની માતા બનવાની હતી ત્યારે તેણે આ ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા કે તે મેરિડ છે.

પ્રિટી ઝિન્ટા અને જિન ગુડઇનફ

પ્રિટી ઝિન્ટાએ તેનાથી 10 વર્ષ નાના અમેરિકન સિટિઝન જિન ગુડઇનફ સાથે લગ્ન કર્યાં હતાં. 29 ફેબ્રુઆરી, 2016ના રોજ કપલે એક પ્રાઇવેટ સેરેમનીમાં સાત ફેરા લીધા હતા. લગભગ 6 મહિના પછી પ્રિટી અને જિનના વેડિંગ ફોટોઝ સામે આવ્યા હતા.

[:]

Be the first to comment on "[:en]સેલેબ્સના સિક્રેટ લગ્ન: કોણ છે રાખી સાવંતનો પતિ, આજ સુધી રાઝ જાહેર નથી થયો, આ સેલેબ્સે પણ સિક્રેટ મેરેજ કરીને બધાને ચોંકાવી દીધા હતા[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: