સેલેબ્સના બીજા લગ્ન: ધર્મેન્દ્ર, મહેશ ભટ્ટથી લઈ રાજ બબ્બર સુધી, આ સ્ટાર્સે પહેલી પત્ની હોવા છતાંય બીજા લગ્ન કર્યા હતા


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોલિવૂડ સેલેબ્સનું અંગત જીવન હંમેશાં ચર્ચામાં રહેતું હોય છે. કેટલાંક સેલેબ્સ બીજા કે ત્રીજા લગ્ન કરીને વિવાદમાં રહ્યા છે તો કેટલાંક એવા પણ છે, જેમણે પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા વગર જ બીજા લગ્ન કર્યા છે. આજે જોઈએ પહેલી પત્ની હોવા છતાંય બીજા લગ્ન કરનાર સેલેબ્સ કયા છે?

ધર્મેન્દ્ર

બોલિવૂડના હીમેન કહેવાતા ધર્મેન્દ્રે હેમામાલિની સાથે બીજા લગ્ન કર્યાં છે. હેમા સાથે લગ્ન કર્યા તે પહેલાં જ ધર્મેન્દ્ર પરિણીત તથા ચાર સંતાનોના પિતા હતા. જોકે, તેમ છતાંય તેમણે બીજા લગ્ન કર્યા. પહેલી પત્ની પ્રકાશ કૌર પતિના બીજા લગ્નથી નારાજ હતી. જોકે, હેમા કે ધર્મેન્દ્ર પર તેની કોઈ અસર થઈ નહીં. ધર્મેન્દ્રે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને બીજા લગ્ન કર્યા હતા.

સલીમ ખાન

પોપ્યુલર સ્ક્રિપ્ટ રાઈટર તથા ફિલ્મમેકર સલીમ ખાને પણ બે લગ્ન કર્યા છે. સલીમ ખાને પહેલા લગ્ન સલમા ખાન સાથે કર્યા છે અને તેમને ત્રણ દીકરા તથા એક દીકરી છે. ત્યારબાદ તેમણે હેલન સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમણે દીકરી અર્પિતાને દત્તક લીધી હતી. સલમા ખાનને પતિના બીજા લગ્ન સામે કોઈ વાંધો નહોતો. સલમા તથા હેલન વચ્ચે સારા સંબંધો છે અને બંને સાથે જ રહે છે.

સંજય ખાન

80ના દાયકાના લોકપ્રિય હીરો સંજય ખાને પણ બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન ઝરીન કટરક સાથે કર્યાં હતાં. લગ્નના 10 વર્ષ બાદ તેમનું નામ ઝિન્નત અમાન સાથે જોડાયું હતું. થોડાં દિવસ બાદ ઘટસ્ફોટ થયો હતો કે સંજય ખાને પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા વગર ઝિન્નત સાથે લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્ન લાંબુ ચાલ્યા નહીં. માત્ર 2 જ વર્ષમાં બંને અલગ થઈ ગયા હતા.

મહેશ ભટ્ટ

લોકપ્રિય ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર મહેશ ભટ્ટે પહેલાં લગ્ન કિરણ સાથે કર્યા હતા. તેમને દીકરી પૂજા ભટ્ટ તથા દીકરો રાહુલ છે. ત્યારબાદ તેમને સોની રાઝદાન પ્રત્યે પ્રેમ થયો હતો. તેમણે સોની રાઝદાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મહેશે પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા વગર જ બીજા લગ્ન કર્યાં હતાં. તેમને બે દીકરીઓ આલિયા તથા શાહીન છે.

રાજ બબ્બર

લોકપ્રિય એક્ટર તથા રાજનેતા રાજ બબ્બરે પણ બે લગ્ન કર્યા છે. રાજની પહેલી પત્ની નાદિરા છે. ત્યારબાદ તેમના જીવનમાં લોકપ્રિય એક્ટ્રેસ સ્મિતા પાટિલની એન્ટ્રી થઈ હતી. રાજે સ્મિતા સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી તો નાદિરાએ ડિવોર્સ આપવાની ના પાડી દીધી હતી. જોકે, રાજ બબ્બરે પહેલી પત્નીના વિરોધને ગણકાર્યા વગર બીજા લગ્ન કર્યા હતા. જોકે, સ્મિતા પાટિલનું પુત્રને જન્મ આપ્યના થોડાં દિવસ બાદ જ અવસાન થયું હતું.

1 Trackbacks & Pingbacks

  1. ધર્મેન્દ્ર, મહેશ ભટ્ટથી લઈ રાજ બબ્બર સુધી, આ સ્ટાર્સે પહેલી પત્ની હોવા છતાંય બીજા લગ્ન કર્યા હતા

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: