સેલિબ્રેશન: ચેતેશ્વર પુજારાની પુત્રી અદિતિની 3જી બર્થડેનું હોટેલમાં સેલિબ્રેશન, કેક કટિંગ કર્યું અને ગેમ્સ પણ રમ્યા

સેલિબ્રેશન: ચેતેશ્વર પુજારાની પુત્રી અદિતિની 3જી બર્થડેનું હોટેલમાં સેલિબ્રેશન, કેક કટિંગ કર્યું અને ગેમ્સ પણ રમ્યા


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે 2 ટેસ્ટમેચ અને 5T20 મેચ યોજાવાની છે. અમદાવાદની હોટેલ હયાત રેજન્સીમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની ટિમ 1 મહિના માટે રોકાઈ છે. સાથે ટિમ ઇન્ડિયાના કેટલાક પ્લેયર્સની સાથે તેમની ફેમિલી પણ રોકાઈ છે. આ હોટેલમાં બાયોબબલ વ્યવસ્થાના કારણે પ્લેયર્સના પરિવાર બહાર જઈ શકતા નથી. સાથે પ્લેયર્સને પણ માત્ર પ્રેક્ટિસ અને મેચ રમવા માટે જ હોટેલની બહાર જવા દેવામાં આવે છે.

તે સિવાય કોઈ આઉટિંગ માટે કોઈને પરવાનગી આપવામાં આવી નથી. સાથે હોટેલ હયાત રેજન્સીના 150 લોકોના સ્ટાફને પણ હોટેલની બહાર ન જવા સૂચના આપવામાં આવી છે. ત્યારે આજે ચેતેશ્વર પુજારાની દીકરીની બર્થડે પણ હોટેલમાં ઉજવવામાં આવી. હોટેલના આંતરિક સૂત્રોના મુજબ બ્રેકફાસ્ટ દરમિયાન તમામ પ્લેયર્સ અને તેમના ફેમીલી સાથે માત્ર કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જોકે પ્લેયર્સને પ્રેક્ટિસ માટે પણ જવાનું હતું. એટલે ચેતેશ્વર પુજારા પણ વધુ સમય ન આપી શક્યા અને બધા પ્લેયર્સ સાથે સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ માટે રવાના થઈ ગયા.

સાંજે તમામ પ્લેયર્સના ફેમીલીએ મળીને સેલિબ્રેશન કર્યું હતું. જેમાં હોટેલ દ્વારા પેપેરપીંક થીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં પિંક અને વાઇટ બલૂન લગાવીને રૂમ ડેકોરેટ કરાયો હતો. સાથે આ પાર્ટીમાં ફરીથી કેક કટિંગ કરવામાં આવ્યું હતું. સાથે નાના બાળકોએ આ પાર્ટીમાં અનેક ગેમ્સ પણ રમ્યા હતા. આ પાર્ટીમાં રોહિત શર્માની પુત્રીએ માઇકથી ગીત ગાતા કહ્યું કે હેપ્પી બર્થડે અદિતિ….આ પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે. સાથે માત્ર પ્લેયર્સની ફેમીલી આ પાર્ટીમાં જોડાઈ હતી. કારણકે પ્લેયર્સ સ્ટેડિયમમાં વ્યસ્ત હતા.

Be the first to comment on "સેલિબ્રેશન: ચેતેશ્વર પુજારાની પુત્રી અદિતિની 3જી બર્થડેનું હોટેલમાં સેલિબ્રેશન, કેક કટિંગ કર્યું અને ગેમ્સ પણ રમ્યા"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: