સેન્સેક્સ પ્રથમ વખત 50 હજારને વટાવી બંધ: માત્ર 90 દિવસમાં 45 હજારમાંથી 50 હજાર સુધી આવ્યો સેન્સેક્સ, 3 દિવસમાં લગભગ 4 હજાર પોઈન્ટ વધ્યો


  • Gujarati News
  • Business
  • Sensex Up 158 Points, Nifty Crosses 14600 Level; Shares Of IndusInd Bank, Dr. Reddy Labs Rose

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ9 દિવસ પહેલા

  • ITC, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા

સેન્સેક્સ સવારે 50,331.06 પર ખૂલ્યો હતો. આ ઈન્ડેક્સનું અત્યારસુધીનો સૌથી ઊંચો સ્તર છે. આ પહેલાં 21 જાન્યુઆરીએ ઈન્ડેક્સ પ્રથમ વખત 50,184 પર પહોંચ્યો હતો. ​​​​​​દિવસના અંતે સેન્સેક્સ 458 અંક વધી 50256 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 142 અંક વધી 14790 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, ડો.રેડ્ડી લેબ્સ, સન ફાર્મા, NTPC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 7.65 ટકા વધી 1049.55 પર કારોબાર કરી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 6.08 ટકા વધી 206.00 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ITC 0.66 ટકા ઘટીને 216.75 પર બંધ થયો હતો. મારૂતિ સુઝુકી 0.87 ટકા ઘટીને 7589.00 પર બંધ રહ્યો હતો.

લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ વધીને 197.80 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એ મંગળવારે 196.60 લાખ કરોડ રૂપિયા હતી. એક્સચેન્જ પર 2194 શેરોમાં કારોબાર થઈ રહ્યો છે. 1409 શેરમાં વધારો અને 681માં ઘટાડો છે. એમાં સૌથી વધુ ફાર્મા અને IT શેરમાં વધારો છે. NSE પર નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2.44 ટકા અને IT ઈન્ડેક્સ 1.42 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે.

સૌથી મોટી પ્રાઈવેટ બેન્ક પર RBIની સખતાઈ
દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક HDFC બેન્કની ડિજિટલ સર્વિસને લઈને નવો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે(RBI) બેન્કના IT ઈન્ફ્રાના ઓડિટ માટે પ્રોફેશનલ ઓડિટ કંપનીની નિમણૂક કરી છે. આવું એટલા માટે છે, કારણ કે તાજેતરમાં જ બેન્કનું IT પ્લેટફોર્મ ઘણી વખત બંધ થઈ ગયું હતું.

RIL-ફ્યુચર ડીલ પર હાઈકોર્ટનો પ્રતિબંધ
દિલ્હી હાઈકોર્ટે ફ્યુચર રિટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વચ્ચે થયેલા સોદા પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે ફ્યુચર ગ્રુપને આ સોદામાં યથાસ્થિતિ બનાવી રાખવાના આદેશ આપ્યા છે. અમેરિકાની જાણીતી ઈ-કોમર્સ કંપની એમેઝોનના વિરોધના કારણે હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે.

વૈશ્વિક બજારોમાં વધારો, અમેરિકા અને યુરોપમાં સૌથી વધુ તેજી
બુધવારે વૈશ્વિક બજારોમાં વધારો નોંધાયો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.19 ટકા, જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 0.73 ટકા અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 0.96 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.86 ટકા ઘટ્યો છે. આ પહેલાં અમેરિકાનાં બજારો ડાઉ જોન્સ, નેસ્ડેક અને S&P 500 ઈન્ડેક્સ 1-1 ટકાથી વધુના વધારા સાથે બંધ થયાં હતાં. યુરોપનાં બજારોમાં બ્રિટનનો FTSE ઈન્ડેક્સ 0.78 ટકા, જર્મનીનો DAX ઈન્ડેક્સ 1.56 ટકા અને ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ 1.86 ટકા પર બંધ થયો હતો.

માર્કેટમાં ઉછાળાનાં મહત્ત્વનાં કારણ
2021-22 બજેટ: મોટા ભાગના માર્કેટ નિષ્ણાતો માને છે કે, ઓવરઑલ બજેટ શેર બજાર માટે પોઝિટિવ છે કારણ કે, તેમાં નવા ટેક્સ નથી લગાવાયા. આ સાથે કોરોના સેસની પણ વાત નથી કરાઈ, જેની આશંકાથી બજાર સતત 6 કામકાજી દિવસથી ઘટતું હતું.

નિફ્ટી ઐતિહાસિક સપાટીએ પહોંચવાની શક્યતા
બજેટની વિવિધ જાહેરાતો પછી સેન્સેક્સે છેલ્લા ત્રણ દિવસમાં ચાર હજારની રિકવરી મેળવીને પહેલીવાર 50 હજારની ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યો છે. આ દરમિયાન નિફ્ટીનો ટ્રેન્ડલાઈન રેઝિસ્ટન્સ 14,850થી 14,900 હતો, જે હવે ઈન્ટ્રા ડે ક્રોસ થઈ ગયો છે. નિફ્ટીએ 14,900ની સપાટી વટાવી દીધી છે, જે 15,070ની આસપાસ પહોંચીને ઐતિહાસિક સપાટીને સ્પર્શ કરે એવી શક્યતા છે.

સોના-ચાંદીમાં ઘટાડાનો ટ્રેન્ડ, પ્રોફિટ બુકિંગ શરૂ
સેન્સેક્સમાં તેજી દરમિયાન સોના-ચાંદીમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. હેજફંડોનું રોકાણ ફરી ઈક્વિટીમાં વધતા સોના-ચાંદીમાં પ્રોફિટ બુકિંગ શરૂ થયું છે. બજેટમાં સોના-ચાંદી પરની ડ્યૂટી પાંચ ટકા ઘટાડાઈ છે, જેના કારણે ઘરેલુ બજારોમાં તેના ભાવ ઘટી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં ચાંદીએ 30 ડૉલરની સપાટી વટાવી દીધી હતી, પરંતુ હવે તે 27 ડૉલરની અંદર છે.

સતત ચોથા મહિને સર્વિસ સેક્ટરમાં સેન્ટિમેન્ટ સુધર્યું
ઘરેલુ માંગમાં તેજીથી જાન્યુઆરીમાં પણ સતત ચોથા મહિને સર્વિસ સેક્ટરની ગતિવિધિઓમાં વધારો થતો જોવા મળ્યો છે. જાન્યુઆરીમાં ઈન્ડિયા સર્વિસીસ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ વધીને 52.8 પર પહોંચી ગયો. તે ડિસેમ્બરમાં 52.3 હતો. આઈએચએસ માર્કેટના માસિક સરવેમાં આ માહિતી સામે આવી છે. ઈન્ડેક્સનું 50થી ઉપર રહેવું સેક્ટરમાં તેજી દર્શાવે છે.

2 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 2.46 ટકા વધ્યો હતો
મંગળવારે સેન્સેક્સ 1197 અંકના વધારા સાથે 49,797.72 પર અને નિફ્ટી 366 અંક વધી 14,647.85 પર બંધ થયો હતો. પોઝિટિવ બજારને કારણે આ વધારાનો આ સતત બીજો દિવસ હતો. આ દરમિયાન સેન્સેક્સ 3500 અંક વધ્યો હતો. એમાં સૌથી વધુ નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ બે દિવસમાં લગભગ 12 ટકા અને ઓટો ઈન્ડેક્સ 8 ટકા ચઢ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રોવિઝનલ ડેટા મુજબ 2 ફેબ્રુઆરીએ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 6,181.56 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 2,035.2 કરોડ રૂપિયાના શેર વેચ્યા.

Be the first to comment on "સેન્સેક્સ પ્રથમ વખત 50 હજારને વટાવી બંધ: માત્ર 90 દિવસમાં 45 હજારમાંથી 50 હજાર સુધી આવ્યો સેન્સેક્સ, 3 દિવસમાં લગભગ 4 હજાર પોઈન્ટ વધ્યો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: