સૂર્યકુમાર યાદવે કહ્યું: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી ન થતા ટ્રેનિંગ ન કરી, જમ્યો નહીં, સીધો RCB સામે મેચ રમ્યો

સૂર્યકુમાર યાદવે કહ્યું: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી ન થતા ટ્રેનિંગ ન કરી, જમ્યો નહીં, સીધો RCB સામે મેચ રમ્યો


  • Gujarati News
  • Sports
  • Cricket
  • Did Not Train, Did Not Eat, Played Directly Against RCB Without Being Selected For The Tour Of Australia

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સૂર્યકુમાર યાદવે કહ્યું, RCB સામેની મેચ પછી હું અને કોહલી એક મિત્રની જેમ મળીએ. -ફાઇલ ફોટો

મુંબઈ ઇન્ડિયન્સના સૂર્યકુમાર યાદવે IPLની 13મી સીઝનની 48મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કપ્તાન વિરાટ કોહલી સાથે થયેલા વિવાદ પર પહેલીવાર નિવેદન આપ્યું છે. યૂટ્યૂબ ચેનલ સ્પોર્ટ્સ તક સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, મેચની ખબર ન પડી, પરંતુ મેચ પછી હું અને કોહલી એક મિત્રની જેમ મળ્યા.

સૂર્યકુમારે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં સ્થાન ન મળતા તે નિરાશ થયો હતો અને તેણે તે દિવસે ટ્રેનિંગ કરી નહોતી. તે સીધો તે પછી બેંગલોર સામે મેચ રમવા ઉતર્યો હતો.

મેચ પછી મિત્રોની જેમ મળ્યા
સૂર્યકુમારે કહ્યું કે, મેચ પછી બધું એકદમ નોર્મલ હતું. કોહલીએ મારી પાસે આવીને મારા વખાણ કરતા કહ્યું કે, વેલ પ્લેડ. નોર્મલી તમે જે રીતે મિત્રને મળો છો કોહલી તે રીતે જ મળ્યો હતો.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી ન થતા નિરાશ થયેલો
સૂર્યકુમારે કહ્યું કે, મને આશા હતી કે ઓસ્ટ્રેલિયન પ્રવાસ માટે મારું સિલેક્શન થશે. જ્યારે ટીમ સિલેક્શનના સમાચાર મળ્યા ત્યારે હું ટ્રેનિંગ કરી રહ્યો હતો. મારું સિલેક્શન નથી થયું તે જાણીને હું નિરાશ થઇ ગયો હતો. ટ્રેનિંગ પૂરી ન કરી શક્યો અને એ રાત્રે હું જમ્યો પણ નહીં. મેં કોઈની સાથે વાત પણ નહોતી કરી.

RCB સામે દબાણમાં બેટિંગ કરી
સૂર્યકુમારે કહ્યું, હું ઘણો દબાણમાં હતો. પણ કહેવાય છે ને, ધ શો મસ્ટ ગો ઓન અને તે પછીના દિવસે સીધો બેંગલોર સામે રમવા ઉતર્યો હતો. RCB સામે જેટલો પણ સમય બેટિંગ કરી, દબાણમાં રહ્યો, પરંતુ તે સાથે જ મેં મારી ઇનિંગ્સને ઘણી એન્જોય કરી.

2 હજાર રન બનાવનાર પ્રથમ અનકેપ્ડ પ્લેયર
સૂર્યકુમાર યાદવ IPLમાં 2 હજાર રન બનાવનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી છે. મુંબઈ તરફથી રમતા તેણે છેલ્લી ત્રણેય સીઝનમાં સતત 400થી વધુ રન બનાવ્યા છે. તેણે છેલ્લી 3 સીઝનમાં 46 મેચમાં 37ની એવરેજથી 1,416 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી.

Be the first to comment on "સૂર્યકુમાર યાદવે કહ્યું: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી ન થતા ટ્રેનિંગ ન કરી, જમ્યો નહીં, સીધો RCB સામે મેચ રમ્યો"

Leave a comment

Your email address will not be published.


*