સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન પર તેની પત્ની ચારુએ આરોપ લગાવ્યો, તે અમારી પહેલી વેડિંગ એનિવર્સરી પહેલાં ઘર છોડીને દિલ્હી જતો રહ્યો


દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 02:33 PM IST

સુષ્મિતા સેનના ભાઈ રાજીવ અને તેની પત્ની ચારુનાં લગ્નના એક વર્ષ બાદ તેમના સંબંધોમાં વિખવાદ થયો છે. ચારુએ સોશિયલ મીડિયા પર તેના પતિની અટક હટાવી દીધી છે તો રાજીવે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી તેમના લગ્નના અને ચારુ સાથેના ફોટોઝ હટાવી દીધા છે. રાજીવે ચારુને લઈને કહ્યું હતું કે, કોઈ તેને બ્રેનવોશ કરી રહ્યું છે. રાજીવ છેલ્લા અમુક સમયથી મુંબઈ તેની પત્ની સાથે તેમના ઘરે રહેતો ન હતો, તે દિલ્હી રહે છે.

હું મારા નિર્ણય લેવા માટે સક્ષમ છું – ચારુ 
રાજીવે કહ્યું હતું કે, કોઈ ચારુનું બ્રેનવોશ કરી રહ્યું છે અને તે એવું માની રહી છે કે હું ઘર છોડીને જતો રહ્યો છું. આ વાતને લઈને ચારુએ વળતો જવાબ આપ્યો છે કે, કોઈ મારું બ્રેનવોશ નથી કરી રહ્યું. હું મારા ખુદના નિર્ણય લેવા માટે સક્ષમ છું. ચારુએ કહ્યું કે જો તે એટલી જ ભોળી અને લોકોની વાતમાં તરત આવી જતી હોય એવી હોય તો રાજીવે તેને ઘરે એકલી મૂકીને જવી જ ન જોઈએ. રાજીવે આ ખોટું કર્યું છે.

ચારુએ કહ્યું કે, આવા સમયે પરિવાર સાથે આવીને એકબીજાની સાથે રહે છે. પણ, રાજીવ અમારી પહેલી વેડિંગ એનિવર્સરીના થોડા જ દિવસ પહેલાં ઘર છોડીને દિલ્હી જતો રહ્યો. અત્યારે બે મહિના જેવું થઇ ગયું, તે આવું શું કામ કરે?

પહેલી વેડિંગ એનિવર્સરી પહેલાં રાજીવ મુંબઈથી દિલ્હી આવી ગયો હતો આ બાબતે રાજીવે અગાઉ કહ્યું હતું કે, હું ઘર છોડીને નથી ગયો હું કામથી દિલ્હી આવ્યો છું. રાજીવ અને ચારુ કોઈપણ તેમના લગ્ન સંબંધને લઈને મગનું નામ મરી પાડવા તૈયાર નથી. અલગ થવાની વાતને લઈને બેમાંથી એકપણ ખુલ્લીને જવાબ આપતા નથી.

રાજીવ અને ચારુએ 8 જૂન 2019ના કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ 8 દિવસ પછી 16 જૂને ગોઆમાં લગ્ન કર્યા હતા. બંને તેની પહેલાં એકબીજાને એક વર્ષથી ડેટ કરતા હતા.

Be the first to comment on "સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન પર તેની પત્ની ચારુએ આરોપ લગાવ્યો, તે અમારી પહેલી વેડિંગ એનિવર્સરી પહેલાં ઘર છોડીને દિલ્હી જતો રહ્યો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: