સુશાંત ડેથ કેસ: રિપોર્ટમાં દાવો- EDને સુશાંતને થયેલા 17 કરોડ રૂપિયાના પેમેન્ટના પુરાવા મળ્યા, 2017માં ‘રાબ્તા’ ફિલ્મ માટે આ રકમ મળી હતી


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુશાંત સિંહ રાજપૂતના બેન્ક અકાઉન્ટમાંથી 17 કરોડ રૂપિયાની હેરાફેરીની તપાસ કરી રહેલા ED (એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ)ને કરોડો રૂપિયાની લેણદેણના પુરાવા મળ્યા છે. એક ન્યૂઝ વેબસાઈટના સમાચાર મુજબ, તપાસ એજન્સીને જાણવા મળ્યું કે 2017માં ‘રાબ્તા’ ફિલ્મ માટે સુશાંતને 17 કરોડ રૂપિયાનું સંદિગ્ધ પેમેન્ટ થયું હતું. આ ફિલ્મના ડિરેક્ટર-પ્રોડ્યુસર દિનેશ વિજાન હતા, જેની EDએ અગાઉ જ પૂછપરછ કરી લીધી છે. હાલ વિજાન દુબઇમાં છે.

ઓવરસીઝ બજેટ સાથે જોડાયેલા કાગળ વિજાન આપી શક્યા ન હતા ઇન્ડિયા ટુડેએ તેના રિપોર્ટમાં સૂત્રોના હવાલે લખ્યું છે કે, ગયા મહિને દિનેશ વિજાનની તપાસ એજન્સીએ પૂછપરછ કરી હતી અને તેમને તેમની ફિલ્મ માટે સુશાંતને કરવામાં આવેલા પેમેન્ટ સંબંધિત ડોક્યુમેન્ટ જમા કરવા માટે કહેવામાં આવ્યું હતું. વિજાને અમુક ડોક્યુમેન્ટ જમા પણ કરાવ્યા હતા, પરંતુ તેમણે હંગરીમાં થયેલા ઓવરસીઝ શૂટિંગના બજેટ સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ જમા નથી કરાવ્યા.

તપાસ એજન્સીને હવાલા મારફતે પૈસા આવવાની શંકા રિપોર્ટ મુજબ, ઓવરસીઝમાં શૂટ માટે પ્રોડ્યુસર્સને અમુક રકમ આપવામાં આવે છે, જે સંબંધિત દેશમાં થયેલા શૂટિંગના બજેટના 20% સુધી હોય શકે છે. આને ઓવરસીઝ પર્ક કહેવામાં આવે છે.

EDને સંદેહ છે કે પ્રોડ્યુસર્સ વિદેશી સરકારો, ખાસ કરીને યુરોપિયન દેશોની સરકારોને ખર્ચનું લિસ્ટ વધારીને બતાવે છે, જેથી વધારેમાં વધારે પેમેન્ટ લઇ શકે અને આનાથી એક્ટર્સ- એક્ટ્રેસને પેમેન્ટ કરી શકે. તપાસ એજન્સીને એવી પણ શંકા છે કે વિદેશમાંથી આ પૈસા તેમના હવાલા ચેનલ્સ મારફતે ભારત મોકલવામાં આવે છે.

રેડ બાદ ફિલ્મના બજેટનો ખુલાસો થયો હતો આ રિપોર્ટ અનુસાર તો જ્યારે દિનેશ વિજાન પેમેન્ટ સંબંધી કાગળ જમા ન કરાવી શક્યા તો EDએ તેના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમ્યાન, ફિલ્મના બજેટ સંબંધિત ડોક્યુમેન્ટ મળ્યા હતા. આ ડોક્યુમેન્ટ પરથી ખબર પડી કે ફિલ્મનું બજેટ 50 કરોડ રૂપિયા હતું અને તેમાંથી 17 કરોડ રૂપિયા સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવ્યા હતા.

અંદાજે 4 મહિનાથી EDની તપાસ ચાલી રહી છે 14 જૂને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના દોઢ મહિના પછી 31 જુલાઈના EDએ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શોવિક, પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા અને મેનેજર શ્રુતિ મોદી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ ફાઈલ થયો હતો. આ કેસ સુશાંતના પિતા કેકે સિંહે પટનામાં ફાઈલ કરાવેલ FIRના આધારે ફાઈલ કરવામાં આવ્યો હતો.

કેકે સિંહે આરોપ લગાવ્યો હતો કે આ બધા આરોપીઓએ સુશાંતના બેન્ક અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી છે. આ કેસમાં ED અત્યરસુધી બે ડઝનથી વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે, જેમાં મુખ્ય આરોપી સહિત સુશાંતના પૂર્વ સ્ટાફ અને પૂર્વ ટેલેન્ટ મેનેજર્સ સામેલ છે.

Be the first to comment on "સુશાંત ડેથ કેસ: રિપોર્ટમાં દાવો- EDને સુશાંતને થયેલા 17 કરોડ રૂપિયાના પેમેન્ટના પુરાવા મળ્યા, 2017માં ‘રાબ્તા’ ફિલ્મ માટે આ રકમ મળી હતી"

Leave a comment

Your email address will not be published.


*