સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને AIIMSના રિપોર્ટની સમીક્ષાની માગ કરી, કહ્યું- જવાબ નહીં મળે તો કોર્ટ જઈશ


4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુશાંત સિંહ ડેથ કેસમાં શરૂઆતથી જ ન્યાયની માગ કરી રહેલા ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેટર લખ્યો છે. તેણે પીએમને AIIMSના રિપોર્ટની સમીક્ષા કરવાની માગ કરી છે. સાથે જ તેણે લખ્યું કે જો વડાપ્રધાન તરફથી તેમના લેટરનો કોઈ જવાબ નહીં આવે તો તે કોર્ટ પણ જઈ શકે છે.

સ્વામીએ ટ્વિટર પર જાણકારી આપી
વડાપ્રધાનને લખેલા લેટરની જાણકારી સ્વામીએ ટ્વિટર પર આપી છે. તેણે લખ્યું કે, ‘સુશાંતના ઓટોપ્સીએ લઈને ડો. સુધીર ગુપ્તાની સ્પેશિયલ ટીમના પરિણામની સમીક્ષા પર પીએમનો જવાબ નહીં મળે તો મારી પાસે જનહિત યાચિકા ફાઈલ કરવાનો અધિકાર છે. અનુચ્છેદ 19 અને 21 હેઠળ મને આ જાણવાનો અધિકાર છે કે સુશાંતનું મૃત્યુ કઈ રીતે થયું?

આ પહેલાં 12 ઓક્ટોબરે પણ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના મૃત્યુ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે મૃત્યુના દિવસે, જે ગ્લાસમાં સુશાંતે ઓરેન્જ જ્યુસ પીધું હતું તેને સુરક્ષિત કેમ રાખવામાં ન આવ્યું. આમાં કોઈ આશ્ચર્ય નથી કે મુંબઈ પોલીસે તે એપાર્ટમેન્ટ સીલ ન કર્યો જેમાં ઘટના ઘટી હતી. જ્યારે, અપ્રાકૃતિક મૃત્યુમાં આવું કરવું જરૂરી હોય છે.

AIIMSની ટીમે આત્મહત્યાનો કેસ ગણાવ્યો
ડો. સુધીર ગુપ્તાની લીડરશિપમાં બનેલી AIIMSની ફોરેન્સિક ટીમે તેના ફાઇનલ રિપોર્ટમાં કહ્યું હતું કે આ ક્લીયર કટ આત્મહત્યાનો કેસ છે. રિપોર્ટમાં હત્યાની વાતને નકારી દેવામાં આવી હતી.

સુશાંતનો પરિવાર રિપોર્ટથી સંતુષ્ટ નથી
AIIMSના રિપોર્ટથી સુશાંતનો પરિવાર સંતુષ્ટ નથી. એક્ટરના પિતાના વકીલ વિકાસ સિંહે એક ન્યૂઝ ચેનલ પર કહ્યું હતું કે, AIIMSના ડોક્ટર ટીવી ચેનલ્સ પર જઈને તેમના મત રજૂ કરી રહ્યા છે પરંતુ રિપોર્ટ સાર્વજનિક નથી કર્યો. તેમણે એવું પણ કહ્યું હતું કે મીડિયામાં ડોક્ટર્સના આવા સ્ટેટમેન્ટ મેડિકલ કાઉન્સિલની એથિકલ ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન છે. તેણે AIIMSના રિપોર્ટને કરપ્ટ ગણાવ્યા હતા.

ફોરેન્સિક ટીમના રિપોર્ટ સામે આવ્યા બાદ અમુક દિવસ પહેલાં વિકાસ સિંહે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં તેણે ફોરેન્સિક ટીમના હેડ ડો. સુધીર ગુપ્તાના એક સ્ટેટમેન્ટનો ઉલ્લેખ કરીને CBI પાસે કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી હતી. વિકાસ સિંહે કહ્યું હતું કે જ્યારે મેં ડોક્ટર ગુપ્તાને સુશાંતના બોડીના ફોટોઝ બતાવ્યા હતા તો તેમણે કહ્યું હતું કે આ 200% ગળું દબાવીને જીવ લેવાનો કેસ છે, આત્મહત્યા નથી.



1 Trackbacks & Pingbacks

  1. સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને AIIMSના રિપોર્ટની સમીક્ષાની માગ કરી, કહ્યું- જવાબ નહીં મળે તો ક

Leave a comment

Your email address will not be published.


*