- કેરળ હાઈકોર્ટના નિર્ણયને ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારે પડકાર્યો હતો
- મંદિરની પ્રોપર્ટી વિશે પણ કોર્ટે નિર્ણય લીધો, મંદિર પાસે અંદાજે 2 લાખ કરોડની સંપત્તિ
કે.પી. સેતુનાથ
Jul 13, 2020, 05:15 PM IST
કોચ્ચિ. કેરળના ઐતિહાસિક શ્રી પદ્મનાભ સ્વામી મંદિરના પ્રશાસન અને તેમની સંપત્તિના અધિકાર વિશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે, મંદિરના મેનેજમેન્ટનો અધિકાર ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવાર પાસે જ રાખવામા આવશે. ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારના સભ્યોનું કહેવું છે કે, ભગવાન પદ્મનાભ સાથે અમારા પરિવારના સંબંધો મહત્વના છે. અમે સંપૂર્ણ પરિણામની કોપીની રાહ જોઈ રહ્યા છીએ.
પદ્મનાભ સ્વામી મંદિર પાસે લગભગ રૂ.બે લાખ કરોડની સંપત્તિ છે. આ સાથે જ કોર્ટ એ પણ નક્કી કરશે કે, આ મંદિર જાહેર સંપત્તિ છે કે અને તેને તિરુપતિ તિરુમાલા, ગુરુવયુર અને સબરીમાલા મંદિરની જેમ જ દેવસ્થાનમ બોર્ડની સ્થાપનાની જરૂર છે કે નહીં? બેન્ચ એ અંગે પણ ચુકાદો આપી શકે છે કે, ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારનો મંદિર પર કેટલો અધિકાર હશે અને શું મંદિરનું સાતમું ભોયરું ખોલવું કે નહીં.
ઉલ્લેખનીય છે કે, કેરળ હાઈકોર્ટે 2011માં પોતાના એક ચૂકાદામાં રાજ્ય સરકારને પદ્મનાભસ્વામી મંદિરની તમામ સંપત્તિઓ અને મેનેજમેન્ટ પર નિયંત્રણ લેવાનો આદેશ આપ્યો હતો, જેને પૂર્વ ત્રાવણકોર શાહી પરિવારે સુપ્રીમમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં 8 વર્ષથી વધુ સમય સુધી સુનાવણી ચાલી રહી છે.
Be the first to comment on "સુપ્રીમ કોર્ટે કહ્યું- ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવાર પાસે જ રહેશે મંદિરનું મેનેજમેન્ટ"