સિરાજના નિર્ણયના વખાણ: BCCIએ કહ્યું- સિરાજને પિતાના નિધન પછી ઓસ્ટ્રેલિયાથી પરત ફરવાનું કહ્યું, પણ તેણે નેશનલ ડ્યુટી માટે ઈનકાર કર્યો

IPLમાં મોંઘા- ઈકોનોમિ બોલર: કમિંસની 1 વિકેટ 1.3 કરોડની; મુરગન-ગોપાલ સૌથી ઈકોનોમિ રહ્યાં, 2 લાખની પડી 1 વિકેટ


  • Gujarati News
  • Sports
  • Cricket
  • BCCI Says Siraj Was Asked To Return From Australia After His Father’s Death, But He Refused For National Duty

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલકાતા10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

BCCI સેક્રેટરી જય શાહે શનિવારે મોહમ્મદ સિરાજના પિતાના નિધન પછી પણ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રહેવાના નિર્ણયના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, સિરાજને આ દુઃખની ઘડીમાં તેના ઘરે તેના પરિવાર પાસે પાછું જવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે નેશનલ ડ્યુટી માટે પરત ફરવાની ના પાડી.

ટેસ્ટ ટીમમાં સામેલ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (26) ના પિતા મોહમ્મદ પિતા મોહમ્મદ ઘોસ(53)નું હૈદરાબાદમાં નિધન થયું હતું. તેઓ ઘણાં સમયથી ફેફસાની બીમારીનો સામનો કરી રહ્યા હતા.

બોર્ડે શ્રદ્ધાંજલિ આપી
બોર્ડની મીડિયા રિલીઝમાં શાહે કહ્યું કે, બોર્ડે સિરાજ સાથે ચર્ચા કરી અને અમે તેને પરિવાર સાથે સમય પસાર કરવાનો વિકલ્પ આપ્યો હતો. પરંતુ તેણે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં રહેવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે, બોર્ડ આ દુઃખના સમયે તેના અને તેના પરિવારની સાથે છે.

ગાંગુલીએ પણ પ્રશંસા કરી
બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ શુક્રવારે ટ્વીટ કરીને સિરાજની પ્રશંસા કરી. તેમણે ટ્વીટ કર્યું કે, સિરાજને આ દુઃખમાંથી બહાર આવવાની શક્તિ મળે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેને સફળતા મળે તેવી ઈચ્છા. શાનદાર વ્યક્તિત્વ.

હું પિતાના સપનાઓને પૂરાં કરીશઃ સિરાજ
સિરાજે 7 વર્ષની ઉંમરે પોતાના મોટા ભાઈને ગુમાવી દીધો હતો. તેઓએ કહ્યું, “પિતાની હંમેશાથી એક ઈચ્છા હતી અને તેઓ કાયમ કહેતા કે મારો પુત્ર દેશનું નામ રોશન કરશે. હું પિતાની ઈચ્છાને પૂરી કરીશ.”

આ પણ વાંચો: રોહિતે મૌન તોડ્યું:હિટમેને કહ્યું- હું બેક ટૂ બેક મેચોના કારણે વનડે અને T-20 ટીમનો ભાગ નથી, મારુ ફોકસ ટેસ્ટ પર

પિતાએ રિક્ષા ચલાવીને મારું સપનું પુરૂ કર્યું
હૈદરાબાદની નાનકડા વિસ્તાર ટોલી ચૌકીથી આવતા સિરાજે કહ્યું, “હું જાણું છું કે પિતાએ મારું સપનું પૂરુ કરવા માટે ઘણી જ મહેનત કરી છે. તેઓ રિક્ષા ચલાવતા હતા. તેમના ઈંતકાલના સમાચાર મારા માટે ઝટકા સમાન છે. મેં મારા જીવનનો સૌથી મોટો સપોર્ટ ગુમાવી દીધો.”

IPLમાં સિરાજે 35 મેચમાં 39 વિકેટ લીધી
સિરાજે 2016-17ના રણજી સીઝનમાં 41 વિકેટ લીધી હતી. જે બાદ તેને IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સિરાજે લીગમાં 35 મેચ રમી, જેમાં તેણે 39 વિકેટ લીધી હતી. તેને ટીમ ઈન્ડિયા માટે 3 ટી-20માં 3 વિકેટ લીધી છે. સિરાજે એક વન ડે મેચ પણ રમી છે જો કે તેમાં તેને એક પણ વિકેટ મળી ન હતી.Be the first to comment on "સિરાજના નિર્ણયના વખાણ: BCCIએ કહ્યું- સિરાજને પિતાના નિધન પછી ઓસ્ટ્રેલિયાથી પરત ફરવાનું કહ્યું, પણ તેણે નેશનલ ડ્યુટી માટે ઈનકાર કર્યો"

Leave a comment

Your email address will not be published.


*