સાયન્ટિફિક પુરાણ: વિષ્ણુપુરાણ અને મોડર્ન સાયન્સના સમન્વયથી જાણી શકાશે બાળકોની કુદરતી ક્ષમતા, ક્રિમીનલના માઇન્ડને સમજવામાં મદદ મળશે


  • Gujarati News
  • Dvb original
  • The Combination Of Vishnu Puran And Modern Science Will Help To Understand The Inborn Abilities Of Children

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ7 મિનિટ પહેલાલેખક: વિમુક્ત દવે

  • કૉપી લિંક
  • ફિંગરપ્રિન્ટને આધારે બાળકોની અંદર રહેલી સ્કિલ અને તેના મેન્ટલ ગ્રોથ અંગે જાણી શકાય છે
  • વડોદરાની કંપની CFMIDએ બનાવ્યો ખાસ સોફ્ટવેર જે બાળકોના ભવિષ્ય ઘડતરમાં મદદ કરશે
  • કંપનીએ રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટી સાથે મળી ક્રિમિનલ સાયકોલોજી સમજવા સેન્ટર પણ શરૂ કર્યું

માતા-પિતા તરીકે દરેકને પોતાના સંતાનના ભવિષ્ય અંગે ચિંતા હોય છે. પોતાનું સંતાન મોટું થઈ ને શું થશે? તેની આવડત કેવી હશે અને તેનો માનસિક ગ્રોથ કેવો હશે? અભ્યાસમાં ક્યા વિષયમાં હોશિયાર હશે અને ક્યા વિષયમાં નબળું હશે? આવી અનેક બાબતો સતાવતી હોય છે. આવા અનેક સવાલોનો જવાબ આપણાં પ્રાચીન પુરાણોમાં તો છે પણ યોગ્ય અર્થઘટનના અભાવે આપણે તેનાંથી માહિતગાર નથી હોતાં. વડોદરાની કંપની CFMID લિમિટેડે વિષ્ણુપુરાણના ‘હસ્ત સામુદ્રિક શાસ્ત્ર’ને આધાર બનાવી અને મોડર્ન ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીના સમન્વયથી એક સોફ્ટવેર ડેવલપ કર્યો છે જે બાળકોના ભવિષ્યને બહેતર બનાવવામાં મદદ કરશે.

બાળકોની અંદર રહેલું ટેલેન્ટ જાણી શકાય છે
કંપનીના ડિરેક્ટર સુંદર અય્યરે જણાવ્યું કે, વિષ્ણુપુરાણના હસ્ત સામુદ્રિક શાસ્ત્ર અને આજનું ફિંગરપ્રિન્ટ સાયન્સ ઘણું જ મળતું આવે છે. અમે આ બંનેને સાંકળીને તારણ કાઢીએ છીએ જેના આધારે બાળકની નેચરલ ટેલેન્ટ જાણી શકાય છે. આ બધાથી બાળકના અભ્યાસ અને તેની પર્સનાલિટી ડેવલપ કરવામાં ઘણી જ મદદ મળી રહે છે. હસ્ત સામુદ્રિક શાસ્ત્રમાં દર્શાવાયું છે કે હાથમાં કઈ પ્રકારની ડિઝાઇનનો શું અર્થ થાય છે. તેનાં આધારે બાળકના દિમાગની પેટર્ન પણ સમજી શકાય છે. બાળપણમાં જ જો એ મુજબ બાળકને વાતાવરણ આપવામાં આવે તો કારકિર્દી પસંદ કરવામાં આસાની રહે છે.

પેરેન્ટિંગ માટે નવા રસ્તા મળે છે
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દંપતી જ્યોત અને કરિશ્મા શુક્લએ પોતાની 9 વર્ષની દિકરી જિયાના ફ્યુચર ગ્રોથ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે ફિંગરપ્રિન્ટ એનાલિસિસ કરાવ્યું હતું. જ્યોત જણાવે છે કે, આનાથી માત્ર બાળકને જ નહીં પણ માતા-પિતાને પણ બાળકના ઉછેર માટે નવા રસ્તા અને ગાઈડન્સ મળે છે. જિયામાં લીડરશિપ કેપેસિટી હતી તેનો આછેરો ખ્યાલ અમને હતો પણ તેને હેન્ડલ કેમ કરવી અને તેને વધારે સારી રીતે વિકસાવવાની સમજ અમને તેના ફિંગરપ્રિન્ટ સ્કેન કર્યા પછી વધારે ખબર પડી. એનાલિસિસ પછી અમારું જિયા તરફનું વર્તન અમે બદલ્યું અને તેનો ફાયદો પણ થયો છે.

જ્યોત અને કરિશ્મા શુક્લા તેમના સંતાનો જિયા અને પ્રથમ સાથે

જ્યોત અને કરિશ્મા શુક્લા તેમના સંતાનો જિયા અને પ્રથમ સાથે

ફિંગરપ્રિન્ટ એનલિસીસનો પિતા-પુત્ર બંનેને ફાયદો થયો
વડોદરાની ખાનગી શાળામાં એકાઉન્ટન્ટના શિક્ષક અમરીશ શાહે તેમના દિકરા વ્રજની કેરિયર પસંદગી અને પર્સનાલિટી માટે ફિંગરપ્રિન્ટ એનાલિસિસ કરાવ્યું હતું. અમરીશ જણાવે છે કે, વ્રજ જ્યારે 10માં ધોરણમાં હતો ત્યારે તેને કઈ લાઇન લેવી જેનાથી તેને આગળ જતાં ફાયદો થશે તે જાણવા માટે અમે ફિંગરપ્રિન્ટ એનાલિસિસ કરાવ્યું હતું. ત્યારે અમને ખબર ન હતી કે વ્રજ મલ્ટી-ટાસ્કિંગ સારી રીતે કરી શકે છે. આ ઉપરાંત અમે વાંચવાની પદ્ધતિના કારણે પણ વ્રજને અવારનવાર ટોકતાં હતા. ફિંગરપ્રિન્ટ રીડિંગ બાદ જાણ્યું કે તે જે રીતે વાંચે છે તે તેની જન્મજાત ખૂબી છે અને આથી જ અમે તેને ટોકવાનું બંધ કર્યું અને અમને તેમાં સારા પરિણામ પણ મળ્યા. આજે વ્રજ ડોક્ટરનો અભ્યાસ કરે છે. તે સ્પોર્ટ્સમાં પણ ઘણો સારો હતો પણ અમે તેને રોકતા હતા. એનલિસીસ બાદ મળેલા સૂચનોને અનુસરતા વ્રજના એકેડેમિક ગ્રોથમાં અમે 15% જેવી વૃદ્ધિ જોઈ છે.

પોતાના દિકરા વ્રજના અનુભવના આધારે અમરીશ શાહે પોતાના ફિંગરપ્રિન્ટનું એનાલિસિસ પણ કરાવ્યું હતું. તેમને જાણવા મળ્યું કે, મ્યુઝિકના ફિલ્ડમાં તે ઘણું સારું કરી શકે તેમ છે. આ ઉપરાંત તેઓ સારા સ્પીકર પણ છે. એનાલિસિસ પહેલા અમરીશભાઈ માત્ર વિદ્યાર્થીઓને ભણાવવા માટે ક્લાસરૂમમાં જ બોલતા હતા પણ હવે કરાઓકે ક્લબમાં જોડાઈને ગીત પણ ગાય છે અને તેમની સ્પીચ પણ ઘણી સુધરી ગઈ છે.

અમરીશ શાહે તેમના દિકરા વ્રજ અને પત્ની હિરલ સાથે.

અમરીશ શાહે તેમના દિકરા વ્રજ અને પત્ની હિરલ સાથે.

આશરે 54000થી વધુ વિદ્યાર્થીઓને સ્કેન કર્યા છે
અય્યરે જણાવ્યું કે, અમે ‘ઇગ્નાઇટિંગ ઈન્ડિયાઝ ઇનબોર્ન ઇન્ટેલિજન્સ – પ્રોજેક્ટ 4i’ હેઠળ 2017થી ગુજરાત અને અન્ય રાજ્યોની 116 શાળાઓમાં 54000થી વધુ વિદ્યાર્થીઓના ફિંગરપ્રિન્ટ લીધા છે અને તેમનું એનાલિસિસ કર્યું છે. જેના આધારે ઘણા વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. કંપની આગળ પણ આ પ્રકારે સ્ટુડન્ટ સ્કેનિંગ કરવાની છે.

ગુજરાતની એકલવ્ય શાળામાં ફિંગરપ્રિન્ટ સ્કેનિંગનો પ્રોગ્રામ થયો તે સમયની તસવીર

ગુજરાતની એકલવ્ય શાળામાં ફિંગરપ્રિન્ટ સ્કેનિંગનો પ્રોગ્રામ થયો તે સમયની તસવીર

માતાના ગર્ભમાં જ તૈયાર થઈ જાય છે ફિંગરપ્રિન્ટ
સુંદર અય્યરે કહ્યું કે, ફિંગરપ્રિન્ટ માતાના ગર્ભમાં જ તૈયાર થઈ જાય છે. ગર્ભ 30 સપ્તાહનો થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ અને હાથની ફિંગરપ્રિન્ટ એકસાથે વિકસે છે. બીજા શબ્દોમાં કહીએ તો ફિંગરપ્રિન્ટ એ આપણાં મનની સ્થિતિનો ગ્રાફ છે. તેના આધારે મનમાં શું ચાલી રહ્યું છે અને આપણાં વિચારો કઈ દિશામાં વધુ સક્રિય છે તેની જાણકારી મળી શકે છે.

ક્રિમિનલ સાયકોલોજી સમજવામાં આસાની રહેશે
CFMID લિમિટેડના કો ફાઉન્ડર દર્પણ વ્યાસે જણાવ્યું કે, ફિંગરપ્રીન્ટના આધારે ક્રિમિનલ સાયકોલોજી સમજવામાં ઘણી મદદ મળે છે. આના રિસર્ચ માટે અમે રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી સાથે મળી એક રિસર્ચ સેન્ટર પણ શરૂ કર્યું છે જેમાં ગુન્હેગારોના ફિંગરપ્રિન્ટનો અભ્યાસ કરવામાં આવશે. આના માટે જેલમાં રહેલા ગુન્હેગારોની નવેસરથી ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે. ડર્મેટોગ્લાયફિક્સના આધારે ક્રિમીનલના વર્તનનો અભ્યાસ થઈ શકે છે અને કોઈ વ્યક્તિ કેમ ક્રિમિનલ બને છે તે અંગે પણ જાણકારી મળે છે.

ક્રિમિનલ ટેનડેન્સી જાણવામાં મદદ મળશે
દર્પણ વ્યાસે કહ્યું કે, ડર્મેટોગ્લાયફિક્સની મદદથી કોઈપણ વ્યક્તિમાં રહેલી ગુનાઇત માનસિકતા (ક્રિમિનલ ટેનડેન્સી) અંગે જાણવામાં મદદ મળે છે. અમારો પ્લાન છે કે આવતા દિવસોમાં બાલ સુધાર ગૃહમાં રહેલા બાળકોના ફિંગરપ્રિન્ટને એનાલાઇઝ કરી અને તેમનામાં ગુનાઇત માનસિકતા કઈ રીતે વિકસી તે અંગે જાણવા પ્રયત્ન કરીશું. આ વાતથી ભવિષ્યમાં અને ખાસ કરીને બાળકોમાં ગુન્હાખોરી અટકાવવામાં મદદ મળશે. આ ઉપરાંત આની મદદથી વિદેશથી આવતા લોકોને સ્કેન કરી અને તેમની મનોવૃત્તિ જાણી શકાય છે.

RRU સાયકોલોજીકલ અને બિહેવિયરલ આસપેકટ્સ સ્ટડી કરશે
રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટી (RRU)માં સ્કૂલ ઓફ ક્રિમીનોલૉજી, ક્રાઇમ સાયન્સ અને બિહેવિયરલ સાયન્સના ડિરેક્ટર એસ. એલ. વાયાએ જણાવ્યું કે, સાયકોલોજીકલ અને બિહેવિયરલ આસપેકટ્સને સ્ટડી કરવાના હેતુથી CFMID લિમિટેડ સાથે મળીને યુનિવર્સિટીમાં રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આમાં અમે ઇન્ડોર અને આઉટડોર બંને રીતે ફિંગરપ્રિન્ટ સેમ્પલ એકઠા કરી અને તેના પર રિસર્ચ કરી બાળકોમાં રહેલી ગુનાઈત માનસિકતા અંગે જાણી શકાય. આ ઉપરાંત અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું પણ સ્કેનિંગ કરીશું જે તેમને આગળના અભ્યાસમાં અને તેમની સ્કિલ જાણવામાં મદદરૂપ થશે.

CFMID લિમિટેડ અને રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટીનો સ્ટાફ.

CFMID લિમિટેડ અને રાષ્ટ્રિય રક્ષાશક્તિ યુનિવર્સિટીનો સ્ટાફ.

ફિંગરપ્રિન્ટ માટે ખાસ મોબાઈલ એપ બનાવી
દર્પણ વ્યાસે જણાવ્યું કે, લોકડાઉન પહેલા અમે ગુજરાત સરકારની એકલવ્ય સ્કૂલ તેમજ પૂનાની સ્કૂલમાં એક પ્રોગ્રામ કરેલો અને સ્ટુડન્ટ્સના ફિંગરપ્રિન્ટને કલેક્ટ કરી અને તેમની અંદર રહેલી જન્મજાત ખૂબીઓ અંગે શાળા અને વાલીઓને તે અંગે જાણકારી આપી હતી. અન્ય શાળાઓમાં પણ અમારે આવા પ્રોગ્રામ કરવા હતા પણ કોરોનાને કારણે આ શક્ય ન બન્યો. ત્યારબાદ જૂન 2020માં અમે એક મોબાઈલ એપ લોન્ચ કરી હતી જેમાં કોઈ પણ વ્યક્તિના ફિંગરપ્રિન્ટનું એનાલિસિસ થઈ શકે છે. અત્યારસુધીમાં 1400થી વધુ લોકોએ આ એપનો ઉપયોગ કરી અને ફિંગરપ્રિન્ટનું એનાલિસિસ કરાવ્યું છે.

ફ્યુચર ગ્રોથ માટે કંપની ફંડ રેઈઝ કરશે
દર્પણ વ્યાસે જણાવ્યું કે, વિતેલા બે વર્ષમાં ટેકનોલોજી અને અન્ય કામો માટે અમે આશરે રૂ. 2.50 કરોડ જેવુ રોકાણ કર્યું છે. કંપની 2010માં શરૂ થઈ હતી અને અત્યાર સુધી અમે 4 ફાઉન્ડર્સ કંપનીમાં રોકાણ કરતાં આવ્યા છીએ. હવે પછીના વિસ્તરણ માટે અમે 20% સ્ટેક ડાયલ્યુટ કરી રૂ. 2 કરોડ જેવુ ફંડ રેઇઝિંગ કરવા માગીએ છીએ અને આ માટે એન્જલ ઈન્વેસ્ટર્સ અથવા પ્રાઇવેટ ઇક્વિટીનો સંપર્ક કરીશું.

1 Trackbacks & Pingbacks

  1. વિષ્ણુપુરાણ અને મોડર્ન સાયન્સના સમન્વયથી જાણી શકાશે બાળકોની કુદરતી ક્ષમતા, ક્રિમીનલના માઇન્ડન

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: