સલમાન ખાને પનવેલ ફાર્મહાઉસમાં ખેતી બાદ માટીવાળો ફોટો શેર કરી લખ્યું, બધા ખેડૂતોને આદર


દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 05:32 PM IST

કોરોના મહામારીમાં સલમાન ખાન પરિવારના અમુક સભ્યો અને અમુક મિત્રો સાથે પનવેલના ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહ્યો છે. તે લોકડાઉન શરૂ થયું ત્યારનો ત્યાં જ છે. ત્યાં તેણે તેના સોન્ગ શૂટ કરવાની સાથે ખેતી માટે પણ સમય ફાળવ્યો છે. ખેતરમાં બેસીને માટીવાળો ફોટો સલમાને સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું કે, બધા ખેડૂતોને આદર.

આ પહેલાં પણ સલમાને ખેતરમાં પાક હાથમાં હોય તેવો ફોટો શેર કર્યો હતો. તે ફોટો સાથે સલમાને કેપ્શનમાં લખ્યું હતું, દાને દાને પે લિખા હોતા હૈ ખાને વાલે કા નામ… જય જવાન, જય કિસાન. 

સલમાન ખાન ફાર્મહાઉસમાં રહીને વર્કઆઉટ કરવામાં, તેના ઘોડા સાથે સમય પસાર કરતો હતો. ઉપરાંત સલમાને ખાને લોકડાઉનમાં તેની યુટ્યુબ ચેનલ પણ 3 સોન્ગ પણ રિલીઝ કરી દીધા છે જે તેને ગાયા છે. પર્યાવરણ દિવસ પર તેણે કચરા સાફ કરતો હોય તેવો વીડિયો પણ શેર કર્યો હતો. આ સિવાય તેણે ગરીબો માટે કરિયાણું પણ ફાર્મહાઉસથી રવાના કર્યું હતું.

રાધે ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે 
સલમાન ખાન ઓગસ્ટમાં રાધે: યપર મોસ્ટ વોન્ટેડ ભાઈ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે. આ ફિલ્મનું એક સોન્ગ અને એક શેડ્યુઅલનું શૂટિંગ બાકી છે. ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ સલમાન ખાન અને અતુલ અગ્નિહોત્રી પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં જ પૂરું કરવામાં આવશે.Be the first to comment on "સલમાન ખાને પનવેલ ફાર્મહાઉસમાં ખેતી બાદ માટીવાળો ફોટો શેર કરી લખ્યું, બધા ખેડૂતોને આદર"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: