સતત છઠ્ઠા વર્ષે છોકરીઓએ બાજી મારી, સૌથી વધુ તિરુવનંતપુરમમાં 97.67% વિદ્યાર્થીઓ પાસ, આ વખતે મેરિટ લિસ્ટ બનશે નહિ, માર્કશીટ ડિજિલોકરમાં મળશે


  • ગત વર્ષે રિઝલ્ટ 2મેના રોજ આવ્યું હતું, જોકે આ વર્ષે કોરોનાના કારણે આપવામાં આવેલા લોકડાઉનના કારણે રિઝલ્ટ જુલાઈમાં આવ્યું
  • વિદ્યાર્થીઓ ઉમંગ એપમાં પણ પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે, માર્કશીટ ડિજિટલ લોકરમાં મળશે

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 02:20 AM IST

નવી દિલ્હી. સેન્ટ્રલ બોર્ડ ઓપ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ સોમવારે બપોરે ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કર્યું છે.  કુલ 88.78% પરિણામ આવ્યું છે. 2019 કરતા 5.38% વધુ છે. જો કે સતત છઠ્ઠા વર્ષે છોકરીઓએ બાજી મારી છે. 91.15% છોકરીઓ પાસ થઈ છે જ્યારે છોકરાઓનું પ્રમાણ 86.19% રહ્યું છે. ગયા વર્ષે 2 મેના રોજ રિઝલ્ટ આવ્યા હતા પરંતુ આ વર્ષે કોરોનાના કારણે લૉકડાઉન થતાં બે મહિનાનો વિલંબ થયો છે. સુપ્રીમકોર્ટના ચુકાદા પછી બાકીની પરીક્ષા પણ રદ કરાઈ હતી. પોતાના પરિણામોની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ હવે ઓફિશિયલ વેબસાઈટ  cbse.nic.in પર પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. આ સિવાય વિદ્યાર્થીઓ ઉમંગ એપ દ્વારા પણ પોતાનું પરિણામ ચેક કરી શકે છે. બોર્ડે અધિકારિક રિઝલ્ટ જાહેર કરતા પહેલા કોઈ માહિતી આપી ન હતી. 

કોર્ટના નિર્ણય પછી 15 જુલાઈ સુધી રિઝલ્ટ
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી CBSEએ 1થી 15 જુલાઈ સુધી થનારી 10મા અને 12માં ધોરણની બાકીની પરીક્ષાઓ રદ કરી દીધી છે અને એસેસમેન્ટ સ્કીમના આધારે રિઝલ્ટ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડ પરિક્ષાઓ વિશે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, 10માં અને 12માં ધોરણના પરિણામ 15 જુલાઈ સુધી જાહેર કરી દેવા. ત્યારપછી CBSE બોર્ડે તેમની તૈયારીઓ વધારી દીધી છે. 

આ વેબસાઈટ પર જોવો રિઝલ્ટ
http://cbseresults.nic.in और http://results.gov.in

ઉમંગ એપ પર જુઓ રિઝલ્ટ
સ્ટૂડન્ટ્સ સાઈટ સિવાય ‘ઉમંગ’ મોબાઈલ પ્લેટફર્મની મદદથી પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકાય છે. આ મોબાઈલ પ્લેટફર્મ, એન્ડ્રોઈડ, ios અને વિન્ડોઝ આધારિત સ્માર્ટ ફોન્સ એપ્લિકેશન છે. મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ડેવલપ કરવામાં આવી છે.

ડિજિટલ હશે માર્કશીટ
આ વિદ્યાર્થીઓને ડિજિટલ લોકર દ્વારા માર્કશીટ આપવામાં આવશે. ડિજિટલ લોકરમાંથી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે તેને digilocker.gov.inમાંથી ડાઉનલોડ કરવી પડશે. બોર્ડ તરફથી સ્ટુડન્ટ્સને ડિજિલોકર ક્રેડેન્શિયલ્સ એસએમએસ દ્વારા આપવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કરીને તેઓ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે. નાપાસ થનારા વિદ્યાર્થીઓની માર્કશીટમાં નાપાસ લખેલું હશે નહીં. તેના સ્થાને એસેન્શિયલ રિપીટ એવું લખેલું હશે.Be the first to comment on "સતત છઠ્ઠા વર્ષે છોકરીઓએ બાજી મારી, સૌથી વધુ તિરુવનંતપુરમમાં 97.67% વિદ્યાર્થીઓ પાસ, આ વખતે મેરિટ લિસ્ટ બનશે નહિ, માર્કશીટ ડિજિલોકરમાં મળશે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: