[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
19 મિનિટ પહેલા
- કૉપી લિંક
કરીના કપૂર અને કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂર તેમની મેરિડ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. રણધીરે બોલિવૂડ એક્ટ્રેસ બબીતા સાથે 1971માં લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી બંનેને ફાવ્યું નહીં અને અલગ- અલગ રહેવા લાગ્યા. જોકે તેમણે ક્યારેય ડિવોર્સ ન લીધા અને બાળકોને ઉછેરવાથી લઈને દરેક જવાબદારી નિભાવવા સમયે એકબીજાને સાથ આપ્યો. રણધીરનો એક જૂનો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે જેમાં તેમણે બબીતા સાથેના તેમના રિલેશન બાબતે ખુલીને વાત કરી હતી.

બબીતાને રણધીરની આદતો પસંદ ન હતી
3 વર્ષ પહેલાં હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રણધીરે કહ્યું હતું, તેને (બબીતા) ખબર પડી કે હું એક ખરાબ માણસ છું જે ખૂબ દારૂ પીએ છે અને ઘરે લેટ આવે છે, આ બધી વાતો એવી હતી જે તેમને પસંદ ન હતી. હું પણ એવી રીતે રહેવા ઈચ્છતો ન હતો જેવી રીતે તે ઈચ્છતી હતી અને તે મને એ રીતે સ્વીકારવા તૈયાર ન હતી જેવો હું હતો, ભલે અમારા લવ મેરેજ હતા. અમારી પાસે સારસંભાળ માટે બે સુંદર બાળકો હતા. બબીતાએ તેમનો ઉછેર ખૂબ સારી રીતે કર્યો અને મોટા થઈને બાળકોએ તેમના કરિયર સુંદર રીતે સેટ કર્યા. એક પિતા તરીકે મને વધુ શું જોઈએ?

રણધીરે આગળ કહ્યું હતું કે બબીતા તેમના લાઇફનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. બંનેએ અલગ રહેવાનો માર્ગ પસંદ કર્યો પણ તે એકબીજાના દુશમન નથી. રણધીર અને બબીતા પરિવારના બધા ફંક્શન જેવા કે લગ્ન, ફેમિલી ડિનર વગેરેમાં સાથે જોવા મળે છે. રણધીરે કહ્યું કે ભલે તેઓ અલગ રહેતા હોય પણ તેમના સંબંધ પર કોઈ અસર ન થઇ.
કેમ ડિવોર્સ ન લીધા?
જ્યારે રણધીરને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તેમણે બબીતા સાથે ડિવોર્સ કેમ ન લીધા તો તેમણે કહ્યું, ડિવોર્સ શા માટે? ડિવોર્સ અમે શું કામ લઈએ? મારે કે તેને બીજીવાર લગ્ન કરવા ન હતા. રણધીર અને બબીતાએ 1971માં આવેલી ફિલ્મ ‘કલ આજ કલ’માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંને 1972માં આવેલી ફિલ્મ ‘જીત’માં સાથે દેખાયાં હતાં. લગ્ન બાદ બબીતાએ તેમના એક્ટિંગ કરિયરને હંમેશાં માટે અલવિદા કહી દીધું હતું.
કરીનાએ આપ્યું હતું રિએક્શન

થોડા દિવસ પહેલાં હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કરીના કપૂરે પણ તેના પેરેન્ટ્સના અલગ રહેવા પર ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘હું અને કરિશ્મા ઘણી નાની ઉંમરમાં સમજી ગયા હતા કે સાથે રહ્યા વગર પણ સંબંધો સારી રીતે નિભાવી શકાય છે. અમારા પેરેન્ટ્સ ભલે સાથે ન રહ્યા પણ જ્યારે તેમને સાથે રહેવાનું હતું તો તેઓ સાથે હાજર થઇ જતા હતા. મારા પેરેન્ટ્સ પ્રેમાળ રિલેશનશિપ શેર કરે છે, પણ બે લોકો જ્યારે એવું સમજી જાય છે કે ઘણીવાર જિંદગી જેવી પ્લાન કરો એવી નથી ચાલતી તો અલગ રહેવામાં કઈ ખોટું નથી.’
[:]
Be the first to comment on "[:en]સંબંધો પર સ્પષ્ટતા: સામે આવ્યું બબીતાનું રણધીર કપૂરથી અલગ રહેવાનું કારણ, એક્ટર બોલ્યા- ‘તેમને જાણ થઇ કે હું ખરાબ માણસ છું જે ખૂબ દારૂ પીએ છે'[:]"