શૉકિંગ વીડિયો: ક્રિકેટ મેચ દરમિયાન બેટ્સમેનને આવ્યો હાર્ટ-અટેક, મેદાન પર જ થયું મોત, વીડિયો વાઇરલ

ટૉપ ન્યૂઝ


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુણેએક મિનિટ પહેલા

મહારાષ્ટ્રના પુણેનો એક શૉકિંગ વીડિયો સામે આવ્યો છે. અહીં જુન્નર વિસ્તારમાં એક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચાલુ મૅચમાં ખેલાડીને હાર્ટ-અટેક આવતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ક્રિકેટની પિચ પર સર્જાયેલા ક્રિકેટરના મોતનાં દૃશ્યો કૅમેરામાં કેદ થઈ ગયાં હતાં. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાબુ નલવાડે નામનો ખેલાડી નોન-સ્ટ્રાઇક પર ઊભો છે અને અમ્પાયર સાથે થોડી વાત કરે છે. આ પછી તે તરત જ પિચ પર બેસી જાય છે અને જોતજોતાંમાં ઢળી પડે છે. આ જોઈ એમ્પાયર તરત જ બીજા ખેલાડીને બોલાવે છે. મહત્ત્વનું છે કે આ પછી બાબુ નલવાડે નામના ખેલાડીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતાં. હૉસ્પિટલમાં ડૉક્ટરોએ ખેલાડીને મૃત જાહેર કર્યો હતો.

બાબુ નલવાડે નામના ખેલાડીનું મોત થતાં તેમનો પરિવાર મોટા આઘાતમાં છે અને તેમના મિત્રોને પણ વિશ્વાસ થતો નથી કે હવે તેમનો ફ્રેન્ડ આ દુનિયામાં નથી. ઉલ્લેખનીય છે કે આવું પહેલીવાર નથી કે કોઈ ખેલાડીને ચાલુ મૅચમાં હાર્ટ-અટેક આવ્યો હોય. આ પહેલાં પણ ઘણા ખેલાડીને ચાલુ મેચે હાર્ટ-અટેક આવ્યો છે.

ફિલિપ હ્યુઝ
ઓસ્ટ્રેલિયાના ખેલાડી ફિલિપ હ્યુઝનું મોત ક્રિકેટની પિચ પર જ થયું હતું. મેચ દરમિયાન ફિલિપ હ્યુઝને એક બાઉન્સર બોલ સીધો માથામાં વાગ્યો હતો, જેને લીધે તેઓ પિચ પર જ પડી ગયા હતા. આ દુર્ઘટના પછી ફિલિપ હ્યુઝ 3 દિવસ સુધી કોમાં રહ્યા અને 27 નવેમ્બરે તેમનું મોત થયું હતું.

રમણ લાંબા
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રમણ લાંબા એક મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતા હતા, ત્યારે બોલ તેમના માથામાં વાગ્યો અને તેઓ મેદાન પર બેભાન થઈ ગયા હતાં. આ પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પણ ત્યાં સુધી તેમનું મોત થઈ ગયું હતું.

રિચર્ડ બ્યુમોન્ટ
ઇંગ્લેન્ડના ખેલાડી રિચર્ડ બ્યુમોન્ટને વર્ષ 2012માં ક્રિકેટના મેદાન પર હાર્ટ-અટેક આવ્યો હતો, જેને લીધે તેમનું મોત થયું હતું.

ઝુલ્ફિકાર ભટ્ટી
પાકિસ્તાની ખેલાડી ઝુલ્ફિકાર ભટ્ટીને એક મેચ દરમિયાન બોલ વાગતાં તેઓ મેદાન પર ઢળી પડ્યા હતાં. તેમને અન્ય ખેલાડીઓ તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પણ હોસ્પિટલ પહોંચે એ પહેલાં ઝુલ્ફિકાર ભટ્ટીનું મોત થઈ ગયું હતું.

Be the first to comment on "શૉકિંગ વીડિયો: ક્રિકેટ મેચ દરમિયાન બેટ્સમેનને આવ્યો હાર્ટ-અટેક, મેદાન પર જ થયું મોત, વીડિયો વાઇરલ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: