[:en]શેરબજારમાં કોમન નહિં, સ્માર્ટ મેન્ટાલિટી અપનાવો: સેન્સેક્સ/સ્ટોક વર્સસ અન્ય મૂડીરોકાણ સ્રોતમાં રિટર્નની સ્થિતિ જોઇને રોકાણ કરવાનો આગ્રહ રાખો[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ફાઇલ તસવીર

  • જે રોકાણકારો સ્માર્ટ વર્ક નથી કરી શકતાં તેમણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં SIPનો સહારો લઇ શકાય

મહેશ ત્રિવેદી | અમદાવાદ કેલેન્ડર વર્ષ 2020 દરમિયાન સેન્સેક્સમાં 14 ટકા રિટર્ન જોવા મળ્યું. તે સાચું પરંતુ વધારે સાચું તો એ જ ગણાય કે, તમે ખરીદેલા શેર્સમાં કેટલું રિટર્ન છૂટી રહ્યું છે. સેન્સેક્સ એ માર્કેટનું બેરોમીટર છે. ઇન્ડિવિડ્યુઅલ સ્ટોક્સનું નહિં. તમે જ્યારે સોનું, ચાંદી, બેન્ક એફડી, જમીન-મકાનમાં રોકાણ કરો છો ત્યારે તમારી પાસે એક જ મૂડીરોકાણ ઓપ્શન હોય છે. પરંતુ જ્યારે શેરબજારમાં રોકાણ કરો છો ત્યારે તમારે બીએસઇ ખાતે લિસ્ટેડ 5200થી વધુ સ્ટોક્સમાંથી અભ્યાસ, અનુભવ અને આવડત તેમજ તમારી ફાઇનાન્સિયલ સ્ટ્રેન્થ અને રિસ્ક ટેકિંગ કેપેસિટીને ધ્યાનમાં રાખીને એક કે તેથી વધુ સંખ્યામાં અને તે પણ મર્યાદિત સંખ્યામાં સ્ટોક્સની પસંદગી કરવાની રહે છે. માટે એવું ના કહી શકાય કે, સોનામાં 28 ટકા અને ચાંદીમાં 43 ટકા રિટર્ન સામે સેન્સેક્સમાં 14 ટકા જ રિટર્ન છૂટ્યું. પરંતુ જો તમે સેન્સેક્સ પેકની 30 કંપનીઓ પૈકી વર્ષની શરૂઆતમાં એશિયન પેઇન્ટનો શેર ખરીદ્યો હોય તો 80.10 ટકા રિટર્ન છૂટે, ઇન્ડસઇન્ડ બેન્ક ખરીદ્યો હોય તો 77 ટકા નેગેટિવ રિટર્ન અને ઇન્ફોસિસ ખરીદ્યો હોય તો 68 ટકા પોઝિટિવ રિટર્ન છૂટે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ 32 ટકા રિટર્ન છૂટી રહ્યું છે. જે દર્શાવે છે કે, નવાં કેલેન્ડર વર્ષથી તમારે કોમન નહિં, સ્માર્ટ મેન્ટાલિટી સાથે ટ્રેડ કરવું પડશે. હા જે રોકાણકારો સ્માર્ટ વર્ક નથી કરી શકતાં તેમણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપીનો સહારો લઇ શકાય.

સેન્સેક્સમાં કેલેન્ડર વર્ષ મુજબ સ્થિતિ

વર્ષ ખુલી બંધ
2008 20,325.27 9,647.31
(ટોપ/બોટમ) -21,206.77 -7,697.39
2009 9,720.55 17,464.81
2010 17,473.45 20,509.09
2011 20,621.61 15,454.92
2012 15,534.67 19,426.71
2013 19,513.45 21,170.68
2014 21,222.19 27,499.42
2015 27,485.77 26,117.54
2016 26,101.50 26,626.46
2017 26,711.15 34,056.83
2018 34,059.99 36,068.33
2019 36,161.80 41,253.74
2020 41,349.36 46,973.54

સેન્સેક્સ પેકની 2020ની સ્થિતિ

કંપની ખુલી બંધ +/-%
એશિ. પેઇન્ટ 1,790.00 2649(48%)
એક્સિસ બેન્ક 755.00 610(-25%)
બજાજ ઓટો 3,185.00 3,200.00
બજાજ ફીનસર્વ 9,400.00 8,992.00
બજાજ ફાઇ. 4,235.00 5,184.00
ભારતી એરટેલ 458.00 517.00
ડો. રેડ્ડી 2,888.00 5203(80.10%)
એચસીએલટેક 572.00 920.00
એચડીએફસી 2,417.00 2,218.00
HDFC બેન્ક 1,275.00 1,345.00
એચયુએલ 1,931.00 2,399.00
ICICI 539.00 514.00
ઇન્ડસઇન્ડ 1,510.00 852(-77%)
ઇન્ફોસિસ 733.00 1236(68%)
આઇટીસી 239 208
કોટક બેન્ક 1686 1962
લાર્સન 1310 1262
મહિન્દ્રા 534 711
મારૂતિ 7380 7447
નેસ્લે 14820 18578
એનટીપીસી 119 100
ઓએનજીસી 128 93
પાવરગ્રીડ 192 190
રિલાયન્સ 1516 1994(32%)
એસબીઆઇ 335 267
સન ફાર્મા 433 590
ટીસીએસ 2170 2908
ટેક. મહિન્દ્રા 765 947
ટાઇટન 1196 1496
અલ્ટ્રાટેક 4066 5042

2077: સ્ટોપલોસ સાથે લોંગટર્મ સ્ટોક્સ

કંપની છેલ્લો ટાર્ગેટ સ્ટોપલોસ ભલામણ
ભારતી 517.00 575.00 438 જાળવો/ખરીદો
ICICI 514.00 550.00 440 જાળવો/ખરીદો
ઇન્ડસઇન્ડ 853.00 1,500.00 775 જાળવો/ખરીદો
આટીસી 208.00 280.00 170 જાળવો/ખરીદો
લાર્સન 1,261.00 1,500.00 1060 જાળવો/ખરીદો
SBI 267.00 350.00 217 જાળવો/ખરીદો
પાવરગ્રીડ 190.00 225.00 180 જાળવો/ખરીદો
હિન્દ કોપર 60.00 55.00 37.5 જાળવો/ખરીદો

ઇન્ડેક્સ મૂજબની મૂવમેન્ટમ

ઓટો 5,671 20,317
બેન્કેક્સ 11,440.00 34,925.00
કેપિ. ગુડ્સ 19,792.00 18,390.00
કન્ઝ્યુ. ડ્યુરે. 7,052.00 29,206.00
એનર્જી 2586(2016) 6,042.00
એફએમસીજી 7881(2016) 12,590.00
ફાઇનાન્સ 3806(2016) 6,863.00
હેલ્થકેર 16852(2016) 21,617.00
આઇટી 11042(2016) 24,013.00
મેટલ 20,108.00 11,295.00
ઓઇલ 13,433.00 13,965.00
પાવર 4,584.00 2,050.00
પીએસયુ 10,511.00 5,693.00
રિયાલ્ટી 12,804.00 2,361.00
ટેકનોલોજી 4,016.00 11,033.00
ટેલિકોમ 1418(2016) 1281

વોચ લિસ્ટ ફોર ધ વીક
​​​​​​​
અદાણી પાવર, હિન્દુસ્તાન કોપર, મેઘમણી ઓર્ગેનિક્સ, તાતા પાવર, તાતા સ્ટીલ, તાતા મોટર, શ્રીરામા મલ્ટીટેક, કેડિલા હેલ્થકેર, પીએનબી, ગોદરેજ પ્રોપર્ટીઝ

​​​​​​​2021 માટેનું વોચ લિસ્ટ
અજન્ટા ફાર્મા, એલેમ્બીક ફાર્મા, ડિક્સોન ટેકનો., HDFC એએમસી, એમ્ફેસિસ, વર્લપુલ ઇન્ડિયા, વરૂણ બેવરેજીસ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, આસ્ટ્રાલ પોલિ, ડો. લાલપેથલેબ

​​​​​​​નિફ્ટી માટે 14000- 14200નો નવો ટાર્ગેટ, સ્ટોપલોસ 13626

  • ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે 14000 પોઇન્ટની સપાટીનો નવો ટાર્ગેટ જોઇ શકાય. ઉપરમાં હવે નિફ્ટી 13780- 13800 પોઇન્ટની સપાટી વટાવે તો ઉપરમાં 14000- 14200 સપાટીની શક્યતા, નીચામાં 13626 ટેકાની સપાટી ઘ્યાને રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી.
  • બાયોકોનઃ બુલિશ, છેલ્લોઃ 482, ટાર્ગેટઃ 518, સ્ટોપલોસઃ 458.
  • બાયોકોનમાં પ્રાઇસવોલ્યૂમ બ્રેકઆઉટ બુધવારે જોવા મળ્યું છે. રિસ્ક રિવોર્ડ રેશિયોની દ્રષ્ટિએ શેર આકર્ષક જણાય છે. ટેકનિકલી આરએસઆઇ- સ્મૂધન્ડ ઓસ્સિલેટરની સ્થિતિ જોતાં શેર રૂ. 518 સુધી સુધરી શકે. રૂ. 458નો સ્ટોપલોસ ધ્યાને રાખવો.
  • ઇન્ડસઇન્ડ બેન્કઃ બેરિશ, છેલ્લોઃ 852.80, ટાર્ગેટઃ 805, સ્ટોપલોસઃ 874.
  • ગત સપ્તાહે અચાનક હેવી પ્રોફીટબુકિંગ નોંધાયું છે. ડેઇલી ચાર્ટ ઉપર બેરિશ ક્રોસઓવર તેમજ 5 અને 20 દિવસની શોર્ટટર્મ મૂવિંગ એવરેજ પણ નેગેટિવ સંકેત આપે છે. તે જોતાં શેરમાં રૂ. 874ના સ્ટોપલોસ સાથે નીચામાં રૂ. 805 સુધીનો ટાર્ગેટ ધ્યાને રાખવો.

[:]

Be the first to comment on "[:en]શેરબજારમાં કોમન નહિં, સ્માર્ટ મેન્ટાલિટી અપનાવો: સેન્સેક્સ/સ્ટોક વર્સસ અન્ય મૂડીરોકાણ સ્રોતમાં રિટર્નની સ્થિતિ જોઇને રોકાણ કરવાનો આગ્રહ રાખો[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: