દિવ્ય ભાસ્કર
Jul 13, 2020, 09:17 PM IST
અમદાવાદ. હવે શહેરમાં કુલ 195 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇ કાલના 189 વિસ્તારમાંથી આજે 6 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 12 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 12 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સાઉથ ઝોનના 2 વિસ્તાર, ઇસ્ટના 2 વિસ્તાર, સેન્ટ્રલ ઝોનનો 1 વિસ્તાર, નોર્થ-વેસ્ટ ઝોનના 3 વિસ્તાર, સાઉથ-વેસ્ટ ઝોનના 2 વિસ્તાર, વેસ્ટ ઝોનના 2 વિસ્તારનો સમાવેશ થાય છે.મુક્ત કરવામાં આવેલા ઝોનમાં સાઉથ ઝોનના 2 વિસ્તાર, નોર્થ-વેસ્ટ ઝોનના 2 વિસ્તાર, સાઉથ-વેસ્ટ અને નોર્થ ઝોનના એક વિસ્તારનો સમાવેશ થાય છે.
Be the first to comment on "શહેરમાં હવે 195 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ આજે નવા 12 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 6ને મુક્ત કરવામાં આવ્યા"