- Gujarati News
- Sports
- Cricket
- Bookings For The Third Test Between India And England Will Start Tomorrow And 50% Spectators Will Be Admitted
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ15 મિનિટ પહેલા
- કૉપી લિંક
મોટેરા 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા સાથે વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.
- મોટેરામાં 50% કેપેસિટીએ 55 હજાર લોકો ટેસ્ટ મેચનો લુફ્ત ઉઠાવશે
- મેચની ટિકિટ બુકમાય શો એપ અને GCAની ઓફિશિયલ વેબસાઈટ પર મળશે.
- ઇંગ્લેન્ડ સામેની પાંચેય T-20 મેચ માટેની ટિકિટનું વેચાણ 1 માર્ચ પછી શરૂ થશે., T-20 શ્રેણીમાં કેટલા ટકા દર્શકોને પ્રવેશ મળશે તે અંગે હજી અંતિમ નિર્ણય લેવાયો નથી.
વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને ચોથી ટેસ્ટ અનુક્રમે 24 ફેબ્રુઆરી અને 4 માર્ચના રોજ રમાશે. આમાંથી ત્રીજી ટેસ્ટ માટે ટિકિટનું વેચાણ આવતીકાલે શરૂ થશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન(GCA)ના સૂત્ર દ્વારા દિવ્ય ભાસ્કરને ખબર પડી બંને ટેસ્ટમાં માત્ર 50% દર્શકોને પ્રવેશ મળશે. સ્ટેડિયમની કુલ કેપેસિટી 1 લાખ 10 હજાર છે. એટલે કે 55 હજાર લોકો મોટેરામાં ટેસ્ટનો લુફ્ત ઉઠાવશે. મેચની ટિકિટ બુકમાય શો એપ અને GCAની ઓફિશિયલ વેબસાઈટ પર મળશે.
CRICKET CARNIVAL IS BACK IN APNU AMDAVAD after 6 long years.
The largest cricket stadium in the world is all ready to host & witness the Paytm Test Series 2021 between IND &ENG
We start the sale of tickets for the first Test match from tomorrow Sunday 14th feb@BCCI#GCA #INDvENG pic.twitter.com/841EQBj2IK— Gujarat Cricket Association (Official) (@GCAMotera) February 13, 2021
T-20 માટેની ટિકિટનું વેચાણ 1 માર્ચ પછી શરૂ થશે
GCAમાંથી ભાસ્કરને મળેલી માહિતી અનુસાર પાંચેય T-20 મેચ માટેની ટિકિટનું વેચાણ 1 માર્ચ પછી શરૂ થશે. T-20માં કેટલા ટકા દર્શકોને પ્રવેશ મળશે તે અંગે હજી અંતિમ નિર્ણય લેવાયો નથી.
23મી ફેબ્રુઆરીએ ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે એવી શક્યતા નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનો ભવ્ય ભવ્યાતિ ઉદઘાટન કાર્યક્રમ 23મી ફેબ્રુઆરીના રોજ સાંજે મોટેરા સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં યોજાશે. આ ઉદઘાટન કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવે એવી પૂરી શક્યતાઓ છે જેમનો કાર્યક્રમ એક- બે દિવસમાં નક્કી થઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. ઉદઘાટન કાર્યક્રમ અને મેચમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ઉદઘાટન કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવે એવી પૂરી શક્યતાઓ.
સ્ટેડિયમમાં લોકોની વચ્ચે ખાનગી ડ્રેસમાં પોલીસ મૂકવામાં આવશે
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ લોકોના બેસવાની કેપેસિટી છે, પરંતુ કોરોનાને કારણે 50 ટકા એટલે કે 50 હજાર લોકો જ સ્ટેડિયમમાં બેસી મેચ જોઈ શકશે. નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં મેચમાં સુરક્ષાને લઈ તૈયારી શરૂ કરી દેવાઈ છે. થ્રી લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવશે. ગેટમાંથી પ્રવેશ વખતે મેટલ- ડિટેકટરથી ચેકિંગ કરવામાં આવશે. ટિકિટ ચેક કરતી વખતે પણ ચેક કરવામાં આવશે. સ્ટેડિયમમાં લોકોની વચ્ચે ખાનગી ડ્રેસમાં પોલીસ મૂકવામાં આવશે. મોબાઇલ અને પાકીટ સિવાય અન્ય કોઈ વસ્તુ સ્ટેડિયમમાં લાવવા પર મનાઈ ફરમાવવામાં આવશે.
સ્ટેડિયમની આસપાસના સરકારી પ્લોટમાં પાર્કિગ કરવાની વ્યવસ્થા હતી
23મીએ ઉદઘાટન અને 24મી ફેબ્રુઆરીએ મેચ શરૂ થાય એ પહેલાં સમગ્ર સ્ટેડિયમમાં ડોગ અને બોમ્બ-સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવશે. સ્ટેડિયમમાં સિક્યોરિટીને ધ્યાનમાં રાખી ત્યાં વાહન પાર્કિગ નહિ કરવા દેવામાં આવે. નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ વખતે જે રીતે સ્ટેડિયમની આસપાસના સરકારી પ્લોટમાં પાર્કિગ કરવાની વ્યવસ્થા હતી એ જ પ્લોટમાં પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી લોકોએ અડધાથી એક કિલોમીટર ચાલીને આવવાનું રહેશે.
ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે
BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.
મોટેરાની બેઠક ક્ષમતા મેલબર્ન કરતાં 20% વધારે
મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે. મેલબર્નની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 18 હજારના માર્જિનથી એને હરાવ્યું છે.
360 ડીગ્રી સ્ટેડિયમ
સામાન્ય રીતે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં અનુભવ કરતા હોઈએ છીએ કે પ્રેક્ષકો હંમેશાં આગળની હરોળની બેઠક પર પસંદગી ઉતારે છે, જેને લીધે પિલરની કે અન્ય કોઈ અડચણ વગર મેચ જોઈ શકાય. મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એકપણ પિલર નથી. મતલબ કે કોઈપણ સ્ટેન્ડમાં બેસીને મેચો સાથે આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે.
પિન્ક બોલથી રમાશે મોટેરા ખાતેની પ્રથમ મેચ
અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ ડે-નાઈટ ટેસ્ટમાં ઇન્ડિયન ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાશે. 18 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ અમદાવાદ આવશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે.

Leave a comment