[:en]વેક્સિન અંગે સારા સમાચાર: એક્સપર્ટ પેનલની ભલામણ પછી કોવીશીલ્ડ અને કોવેક્સિનને આજે મંજૂરી મળી શકે છે; 11 વાગ્યે DCGIની પ્રેસ કોન્ફરન્સ[:]

[:en]

 • Gujarati News
 • National
 • Covishield And Covaxin Get Approval After Recommendation Of Expert Panel; DCGI Convenes Press Conference At 11 Am

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી7 મિનિટ પહેલા

 • કૉપી લિંક

તસવીર મુંબઈની છે. અહીં શનિવારે યોજાયેલા વેક્સિનેશન ડ્રાય રનમાં ડીપ ફ્રીઝરમાંથી વેક્સિન કાઢી રહેલો હેલ્થ સ્ટાફ

આજે કોરોના વેક્સિન અંગે સૌથી મહત્વના અને સારા સમાચાર મળી શકે છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. જેમાં કોરોનાની વેક્સિનને મંજૂરી આપવાની જાહેરાત કરવામાં આવી શકે છે. DCGI પાસે હાલ ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવીશીલ્ડને ઈમર્જન્સી યૂઝ માટે શરતી મંજૂરી આપવાની ભલામણ છે.સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન(CDSCO)ના એક્સપર્ટ પેનલે આ ભલામણ છેલ્લા બે દિવસમાં કરી છે.

આ સપ્તાહે વેક્સિનેશન શરૂ થઈ શકે છે
કોરોના માટે બનેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ શનિવારે ભારત બાયોટેકની કોવેક્સિનને ઈમર્જન્સી ઉપયોગીની શરતો સાથે મંજૂરી આપવાની ભલામણ કરી હતી. આ પહેલા શુક્રવારે સિરમ ઈન્સ્ટીટ્યૂટની કોવીશીલ્ડને પણ આ પ્રકારની મંજૂરી આપવાની ભલામણ કરાઈ હતી. જો આજે બન્ને કાં પછી બન્નેમાંથી કોઈ એકને પણ DCGI તરફથી મંજૂરી મળી જશે તો આશા વ્યક્ત કરવામાં આવ રહી છે કે આ સપ્તાહથી વેક્સિનેશન ડ્રાઈવ પણ શરૂ થઈ શકે છે. તૈયારીઓની ચકાસણી કરવા માટે આખા દેશમાં વેક્સિનેશન ડ્રાઈ રન પણ શરૂ થઈ ચૂક્યાં છે.

કોવેક્સિનની ખાસિયત શું છે?

 • કોવેક્સિનના ફેઝ-2 ક્લીનિકલ ટ્રાયલ્સના પરિણામ 23 ડિસેમ્બરે સામે આવ્યા હતા. ટ્રાયલ્સ 380 સ્વસ્થ બાળકો અને પુખ્ત વયના લોકો પર કરાઈ હતી.
 • 3 માઈક્રોગ્રામ અને 6 માઈક્રોગ્રામના બે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યા. બે ગ્રુપ્સ બનાવવામાં આવ્યા. તેને બે ડોઝ ચાર સપ્તાહની ગેપથી લગાડવામાં આવ્યા.
 • ફેઝ-2 ટ્રાયલ્સમાં કોવેક્સિને હાઈ લેવલ એન્ટીબોડી પ્રોડ્યૂસ કર્યાં.બીજા વેક્સિનેશનના 3 મહિના પછી પણ તમામ વોલેન્ટિયર્સમાં એન્ટીબોડીની સંખ્યા વધી ગઈ છે.
 • ટ્રાયલના પરિણામોના આધારે કંપનીનો દાવો છે કે કોવેક્સિનના કારણે શરીરમાં બનેલા એન્ટીબોડીથી 6 થી 12 મહિના સુધી રહે છે.
 • એન્ટીબોડી એટલે કે શરીરમાં હાજર એવા પ્રોટીન, જે વાઈરસ, બેક્ટેરિયા, ફુગ અને પેરાસાઈટ્સના હુમલાને અસરવિહોણા કરે છે.
 • કંપનીનો દાવો છે કે ફેઝ-3 માટે દેશભરમાં સૌથી વધુ 23 હજાર વોલેન્ટિયર્સ પર ટ્રાયલ થઈ.

કોવીશીલ્ડની શું ખાસિયત છે

 • કોવીશીલ્ડના ક્લીનીકલ ટ્રાયલ્સના એનાલિસિસથી ઘણા સારા પરિણામ સામે આવ્યા છે. વોલેન્ટિયર્સને પહેલા અડધો ડોઝ આપવામાં આવ્યો અને પછી ફુલ ડોઝ. કોઈને પણ હેલ્થ સાથે જોડાયેલા કોઈ પણ ગંભીર સમસ્યા જોવા મળી ન હતી.
 • જ્યારે હાફ ડોઝ આપવામાં આવ્યો તો ઈફિકેસી 90 ટકા મળી. એક મહિના પછી તેને પુરો ફુલ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે બન્ને ફુલ ડોઝ આપવામાં આવ્યા તો ઈફિકેસી 62 ટકા રહી.
 • બન્ને પ્રકારના ડોઝમાં સરેરાશ ઈફિકેસી 70 ટકા રહી. તમામ પરિણામ આંકડા પ્રમાણે ખાસ છે. ઈફિકેસી જાણવા માટે વેક્સિન લગાવ્યાના એક વર્ષ પછી સુધી વોલેન્ટિયર્સના બ્લડ સેમ્પલ અને ઈમ્યુનોજેનિસિટી ટેસ્ટ કરાવાશે. ઈન્ફેક્શનની તપાસ માટે દર સપ્તાહે સેમ્પલ લેવાઈ રહ્યાં છે.
 • કોવીશીલ્ડ અન્ય વેક્સિનના મુકાબલે સસ્તી પણ છે.

ફાઈઝરને બાદ કરતા બન્ને વેક્સિનને એક્સપર્ટ પેનલે મંજૂર કરી છે
ભારતમાં ત્રણ ફાર્મા કંપનીઓએ કોરોના વેક્સિનના ઈમર્જન્સી યૂઝ માટે અપ્રૂવલ માંગ્યું હતું. એક્સપર્ટ પેનલે તેમાંથી કોવીશીલ્ડ અને કોવેક્શિનને શરતી મંજૂરી આપી છે, જ્યારે અમેરિકન ફાર્મા કંપની ફાઈઝર તરફથી બનાવવામાં આવેલી વેક્સિન પાસેથી વધુ માહિતી માંગવામાં આવી છે. જેને WHOએ આખી દુનિયામાં ઈમર્જન્સી યૂઝ માટે અપ્રૂવલ આપ્યું છે.

સાથે જ કોવીશીલ્ડ અથવા AZD1222 ને ઓક્સફોર્ડ યૂનિવર્સિટીએ બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને બનાવી છે. અદાર પૂનાવાલાનું સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા તેની ભારતમાં ટ્રાયલ્સ કરી રહ્યો છે. 1 જાન્યુઆરીએ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ તેને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. કોવેક્શિન સ્વદેશી છે. તેને હૈદરાબાદની કંપની ભારત બાયોટકે ઈન્ડિય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને બનાવી છે.

[:]

Be the first to comment on "[:en]વેક્સિન અંગે સારા સમાચાર: એક્સપર્ટ પેનલની ભલામણ પછી કોવીશીલ્ડ અને કોવેક્સિનને આજે મંજૂરી મળી શકે છે; 11 વાગ્યે DCGIની પ્રેસ કોન્ફરન્સ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: