વિશ્વ ભારતીનો દીક્ષાંત સમારોહ: મોદીએ કહ્યું- આપ શું કરો છો, તે એ વાત પર નિર્ભર કરે છે કે આપનું માઇન્ડસેટ પોઝિટિવ છે કે નેગેટિવ


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળની વિશ્વ ભારતી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા ભાગ લીધો હતો. મોદીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં એજ્યુકેશન અને સ્કિલ પર ભાર મૂક્યો હતો. આ સાથે જ તેમણે આતંકવાદ પર નિશાન સાધ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે આપ શું કરો છો, તે એ વાત પર નિર્ભર કરે છે કે આપનું માઇન્ડડેટ કેવું છે.

મોદીના સંબોધનની મહત્વપૂર્ણ વાતો

તમારી સ્કિલ ગર્વ પણ આપી શકે છે અને બદનામ પણ કરી શકે છે
વડાપ્રધાને કહ્યું કે જે રીતે સત્તામાં હોય ત્યારે સંયમ અને સંવેદનશીલ રહેવું જરૂરી છે. તે જ રીતે, દરેક વિદ્વાને, દરેક નિષ્ણાતે પણ તેના માટે જવાબદાર રહેવું પડે છે જેની પાસે તે શક્તિ છે. તમારું જ્ઞાન ફક્ત તમારું જ નહીં પણ સમાજનું, દેશની, ભાવિ પેઢીઓનો પણ વારસો છે. તમારું કામ, તમારું કૌશલ્ય, એક સમાજને એક રાષ્ટ્રને ગૌરવ પણ આપી શકે છે અને તે સમાજને વિનાશ અને બદનામીના અંધકારમાં ધકેલી શકે છે.

જેઓ દુનિયામાં આતંક ફેલાવી રહ્યા, તેમનામાં પણ ઘણા ખૂબ કુશળ લોકો છે
વડાપ્રધાને કહ્યું કે ઇતિહાસમાં અને વર્તમાનમાં એવા ઘણા દાખલા છે. તમે જુઓ… જે લોકો દુનિયામાં આતંક ફેલાવી રહ્યા છે, જેઓ દુનિયામાં હિંસા ફેલાવી રહ્યાં છે, તેમનાંમાં પણ ઘણા ઉચ્ચ શિક્ષિત, ઉચ્ચ અભ્યાસ, ખૂબ કુશળ લોકો છે. બીજી તરફ, એવા લોકો પણ છે કે જેમણે દુનિયાને કોરોના જેવા રોગચાળાથી મુક્તિ અપાવવા માટે પોતાનો જીવ જોખમમાં નાંખીને હોસ્પિટલોમાં રાત-દિવસ અડગ રહ્યા. પ્રયોગશાળામાં વ્યસ્ત છે. આ ફ્ક્ત વિચારધારાનો સવાલ નથી. મૂળ વાત તો માઇન્ડસેટની છે.

મોદીએ કહ્યું કે તમે શું કરો છો તે એ વાત પર નિર્ભર કરે છે કે તમારું માઇન્ડસેટ પોઝિટિવ છે કે નેગેટિવ. સ્કોપ બંને માટે છે. રસ્તાઓ બંને માટે ખુલ્લા છે. તમે સમસ્યાનો ભાગ બનવા માંગો છો કે સમાધાનનો. તે નક્કી કરવું તે આપણા પોતાના હાથમાં હોય છે.

ગુરુદેવે લખ્યું હતુ- દેશને એક સૂત્રમાં પરોવવો છે
મોદીએ કહ્યું કે આજે હું છત્રપતિ શિવાજીની જન્મજયંતિ પર ભારતની જનતાને અભિનંદન આપું છું. ગુરુદેવે પણ શિવાજી પર કવિતા પણ લખી હતી- ‘એક સદી પહેલાનો કોઈ અનામી દિવસ, મને આજે તે દિવસની ખબર નથી. એક પર્વતની ઊંચી ટોચ પર, કોઈ જંગલમાં આપણે તે વિચાર આવ્યો હતો કે તમારે દેશને એક સૂત્રમાં પરોવવાઓ છે, પોતાને એક દેશ માટે સમર્પિત કરવું છે.’

વડાપ્રધાને કહ્યું કે ટાગોરની આ ભાવનાને જીવંત રાખવી પડશે. જો ગુરુદેવ તેને યુનિવર્સિટી તરીકે જોવા માંગતા હોત, તો તેઓ તેને બીજું નામ પણ આપી શક્યા હોત. પરંતુ તેમણે તેનું નામ વિશ્વભારતી રાખ્યું હતું. ગુરુદેવને વિશ્વભારતીથી અપેક્ષા હતી કે જે અહીં શીખવા માટે આવશે તે વિશ્વને ભારતીયતાના દૃષ્ટિકોણથી જોશે. તેઓએ તેને શીખવાનું એક એવું સ્થળ બનાવ્યું કે અહીં સંશોધન જ નહીં, પણ ગરીબો માટે પણ કામ કરીએ. અગાઉ અહીંથી નીકળેલા વિદ્યાર્થીઓએ આ જ કર્યું હતું. તમારી પાસેથી પણ એવી જ આશા છે.

ગુરુદેવે દેશને શિક્ષણના તાબામાંથી મુક્ત કરવાની વ્યવસ્થા કરી
મોદીએ કહ્યું કે, જો નિર્ણય લેવાનું મુશ્કેલ બને છે, તો તેને સંકટ માનવું જોઈએ. આજના યુવાનો નિર્ણય લેવામાં સક્ષમ છે. મારી સાથે યુવાઓની તાકાત છે. જીવનના તબક્કે ઘણા અનુભવો થશે. ભારતમાં બ્રિટીશ શિક્ષણ પ્રણાલી લાદવામાં આવી તે પહેલાં થોમસ મુનરોએ ભારતની શિક્ષણ પ્રણાલીની શક્તિનો અનુભવ કર્યો હતો. વિલિયમ એડમે 1830માં શોધી કાઢયું હતું કે ભારતમાં 1800થી વધુ ગ્રામીણ શાળાઓ હતી. અંગ્રેજોનો સમય અને એ પછી આપણે ક્યાંથી ક્યાં પહોંચ્યા. ગુરુદેવે શિક્ષણ પદ્ધતિ વિકસાવી હતી, તે ભારતને શિક્ષણની પરતંત્રતામાંથી મુક્ત કરવા માટે કરી હતી.

વિદ્યાર્થીઓને કહ્યું- દુનિયા તમારી પાસેથી ઘણું ઇચ્છે છે
વડાપ્રધાને કહ્યું કે બંગાળ એક ભારત-શ્રેષ્ઠ ભારતની પ્રેરણા અને કાર્યસ્થળ રહ્યું છે. આજે પણ નજર તમારા પર છે. જ્ઞાનને દરેક ખૂણે પહોંચાડવામાં વિશ્વભારતીની મોટી ભૂમિકા રહી છે. આજે ભારત જે છે, જે માનવતા આપના કણ-કણમાં છે, તેને જોતાં વિશ્વભારતીએ નેતૃત્વ કરવું જોઈએ. જ્યારે આઝાદીના 100 વર્ષ થશે ત્યારે વિશ્વભારતીનાં સૌથી મોટા લક્ષ્યો શું હશે, તે બ્બતે ગુરુજનો સાથે વાત કરો.બાપુ જે ગ્રામ સ્વરાજની વાતો કરતાં હતા, શું તે સાકાર થઈ શકે છે. આપ આપના સંકલ્પોને સિદ્ધિમાં બદલો. આજે દુનિયા આપની પાસેથી ઘણું બધુ ઈચ્છે છે. 21મી સદીમાં ભારત ઊંચું સ્થાન પ્રાપ્ત કરે, આ માટેના વધુ સારાં પ્રયાસો કરવા પડશે.

1 Trackbacks & Pingbacks

  1. મોદીએ કહ્યું- આપ શું કરો છો, તે એ વાત પર નિર્ભર કરે છે કે આપનું માઇન્ડસેટ પોઝિટિવ છે કે નેગેટિવ – Gujarat

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: