વિશાળ મોટેરા: વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમની બેઠક ક્ષમતામાં 22 હજાર સીટો વધી, ફાઇનલ અરેન્જમેન્ટ બાદ કુલ 1 લાખ 32 હજારની બેઠક ક્ષમતા જાહેર

વિશાળ મોટેરા: વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમની બેઠક ક્ષમતામાં 22 હજાર સીટો વધી, ફાઇનલ અરેન્જમેન્ટ બાદ કુલ 1 લાખ 32 હજારની બેઠક ક્ષમતા જાહેર


  • Gujarati News
  • Sports
  • Cricket
  • Seating Capacity Of The World’s Largest Motera Stadium Increased By 22 Thousand Seats, A Total Seating Capacity Of 1 Lakh 32 Thousand Announced After The Final Arrangement

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ઇન્ડિયા- ઇંગ્લેન્ડની વચ્ચે રમાનારી મેચમાં સ્ટેડિયમની કેપેસિટીના માત્ર 50% દર્શકોને મેચ જોવા માટે પ્રેવેશ અપાશે
  • GCAએ મોટેરાની બેઠક ક્ષમતા 1 લાખ 32 હજારની જાહેર કરી, સ્ટેડિયમની બહાર બેનરો લગાવાયા

ચાહકો ઘણા લાંબા સમયથી અમદાવાદમાં વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ‘મોટેરા’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સ્ટેડિયમ 63 એકર જમીનમાં પથરાયેલું છે અને 1 લાખ 32 હજારની બેઠક ક્ષમતા ધરાવે છે. આ સ્ટેડિયમનો શુભારંભ ઇન્ડિયાની ટીમ ઇંગ્લેન્ડની વિરૂદ્ધ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમીને કરશે. અત્યારે ચાલી રહેલી કોરોના મહામારીના પગલે સ્ટેડિયમની કુલ કેપેસિટીના માત્ર 50% દર્શકોને મેચ જોવા માટે પ્રેવેશ આપવામાં આવશે, એટલે કે 65 હજારથી વધુ લોકો ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાને ચિયર કરી શકશે.

સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરાઈ

સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરાઈ

મોટેરાની બેઠક ક્ષમતા 1 લાખ 32 હજારની જાહેર
ઉલ્લેખનીય છે કે મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 40 હજારના માર્જિનથી એને માત આપી છે. આ સ્ટેડિયમમાં પહેલા 1 લાખ10 હજારની બેઠક વ્યવસ્થા હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ સ્ટેડિયમની બહાર લાગેલા હોર્ડિંગમાં બેઠક ક્ષમતા વધારીને 1 લાખ 32 હજાર કરી દેવામાં આવી હોવાનું લખેલું છે એટલે કે કુલ 22 હજાર બેઠકો ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા મોટેરા સ્ટેડિયમમાં વધારવામાં આવી છે. આ સંદર્ભે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારીએ જણાવ્યું કે, તેમણે કેમેરા અને અન્ય ટેકનિકલ જગ્યા માટે કુલ સીટોમાંથી વધુ પડતી સીટો બાદ કરી હતી. જે ગણતરીના ફાઇનલ અરેન્જમેન્ટ પછી તેમણે જાણ થઈ કે મોટેરા સ્ટેડિયમમાં બેઠક ક્ષમતા 1 લાખ 10 હજાર નહિં, પરંતુ 1 લાખ 32 હજાર છે.

Be the first to comment on "વિશાળ મોટેરા: વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમની બેઠક ક્ષમતામાં 22 હજાર સીટો વધી, ફાઇનલ અરેન્જમેન્ટ બાદ કુલ 1 લાખ 32 હજારની બેઠક ક્ષમતા જાહેર"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: