વિવાદોમાં ભારતી સિંહ: ડ્રગ વિવાદ પહેલા પણ કોમેડી ક્વીન ભારતી અનેક કારણોસર કન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂકી છે, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ તેની સામે કેસ થયો હતો


  • Gujarati News
  • Entertainment
  • Even Before The Drug Controversy, Comedy Queen Bharti Has Been Embroiled In Controversy For A Number Of Reasons, Including A Case Against Her For Insulting Religious Sentiments.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ધ કપિલ શર્મા શો અને ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોમાં જોવા મળેલી કોમેડિયન, હોસ્ટ અને એક્ટ્રેસ ભારતી સિંહ અત્યારે ચર્ચમાં છે. શનિવારે NCBએ ભારતી સિંહના ઘરે અને પ્રોડક્શન હાઉસમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી 86.5 ગ્રામ ગાંજો મળ્યો હતો. ત્યારબાદ NCBની પૂછપરછમાં ભારતીએ ગાંજાનું સેવન કરવાની વાત કબૂલ કરી હતી. ભારતીની કબૂલાત બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલી વખત નથી કે જ્યારે ભારતી કોઈ વિવાદમાં ફસાઈને ચર્ચમાં આવી હોય. જાણો આ અગાઉ કયા કારણોસર ભારતી વિવાદોમાં રહી છે.

2016માં સિદ્ધાર્થી સાગરે લાફો માર્યો હતો
કોમેડિયન ભારતી અને સિદ્ધાર્થ સાગર કોમેડી સર્કસ, કોમેડી ક્લાસિસ અને કોમેડી નાઈટ જેવા ઘણા શોમાં એક સાથે જોવા મળેલા છે. એક શોમાં પરફોર્મન્સ દરમિયાન સ્ક્રિપ્ટના અનુસાર સાગરે ભારતીને નકલી લાફો મારવાનો હતો. આ એપિસોડમાં અનિલ કપૂર તેની અપકમિંગ સિરીઝ 24ની બીજી સિઝનના પ્રમોશન કરવા પહોંચ્યો હતો. એક્ટ દરમિયાન સાગરે નકલીની જગ્યાએ ભારતીને જોરદાર લાફો માર્યો હતો.

ભારતીએ સમજદારીથી કામ લેતા એક્ટ દરમિયાન કોઈ પ્રતિક્રિયા નહોતી આપી જો કે, એક્ટ પૂરો થતા જ ભારતીએ શો છોડવાની વાત કહી હતી. ભારતીએ ઓપ્ટિમિસ્ટિક પ્રોડક્શન હાઉસની સામે શરત રાખી હતી કે તેઓ ભારતી અને સાગરમાંથી કોઈ એકની પસંદગી કરે. ત્યારે પ્રોડક્શને ભારતીની પસંદગી કરી હતી અને સિદ્ધાર્થને શોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ વિવાદ બાદથી જ ભારતી અને સિદ્ધાર્થની વાતચીત બંધ થઈ ગઈ.

ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી
એક રિયાલિટી શો બેક બેંચર દરમિયાન ભારતી સિંહ રવીના ટંડન અને ફરાહ ખાનને બાઈબલના શબ્દ હલ્લિલુય્યાહ (Hallelujah) પર મજાક કરવાનું ભારે પડ્યું હતું. સ્પેલિંગ કોમ્પિટિશન દરમિયાન ભારતીએ આ શબ્દને હિલેલૂલા લખ્યો હતો જ્યારે રવિનાએ તેનો સાચો સ્પેલિંગ લખ્યો હતો. આ એપિસોડ ઓન-એર થયા બાદ ફરાહ ખાન, રવીના ટંડન અને ભારતી સિંહની વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. વિવાદ વધતા ફરાહ અને રવીનાએ માફી માગતા કેસ પાંછો ખેંચી લેવામાં આવ્યો હતો.

કપિલ શર્મા શોમાંથી કાઢવાની માગ
જે સમયે ભારતીની સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ દાખલ થયો હતો તે સમયે કોમેડિયન ધ કપિલ શર્મા શોનો હિસ્સો હતી. આ દરમિયાન ઘણા લોકોએ Change.Orgમાં એક પિટિશનની શરૂઆત કરી હતી કે જેમાં તેણે શોમાંથી કાઢી મૂકવાની માગ કરી હતી. કન્ટ્રોવર્સીના કારણે ભારતી થોડા દિવસ સુધી શોથી દૂર રહી હતી અને ત્યારબાદ ફરીથી વાપસી કરી હતી.

અત્યારે ભારતી બે શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર અને ધ કપિલ શર્મા શોનો ભાગ છે. ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરનો ફાઈનલ એપિસોડ ભારતી પહેલા જ શૂટ કરી ચૂકી છે પરંતુ અટકાયત થયા બાદ થોડા દિવસ સુધી કોમેડિયન કપિલ શર્મા શોથી દૂર રહેશે.

Be the first to comment on "વિવાદોમાં ભારતી સિંહ: ડ્રગ વિવાદ પહેલા પણ કોમેડી ક્વીન ભારતી અનેક કારણોસર કન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂકી છે, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ તેની સામે કેસ થયો હતો"

Leave a comment

Your email address will not be published.


*