[:en]વિવાદોમાં કમ્પોઝરની જિંદગી: પત્ની કમલરૂખનો ખુલાસો, ‘ધર્મ પરિવર્તન ન કરવા પર 2014માં તલાક આપવા ઇચ્છતા હતા વાજિદ ખાન, તેમનું કરિયર જોખમમાં હતું માટે ચૂપ રહી'[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સિંગર- કમ્પોઝર વાજિદ ખાનનું આ વર્ષે જૂનમાં કિડનીની બીમારી સામે લડતા મૃત્યુ થઇ ગયું હતું. 42 વર્ષના વાજિદના અચાનક મૃત્યુથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણો ઝાટકો લાગ્યો હતો. તેની પત્ની કમલરૂખે એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં વાજિદના આખરી દિવસો વિશે વાત કરી છે.

તેણે જણાવ્યું કે છેલ્લા દિવસોમાં વાજિદ ઘણો ચિંતિત રહેતા હતા કારણકે કોરોના લોકડાઉનને કારણે તે તેના પરિવારને મળી શકતા ન હતા.

કમલરૂખે આ ઇન્ટરવ્યૂમાં તેના અને વાજિદના સંબંધો પરથી પણ પડદો ઉઠાવ્યો. તેણે કહ્યું, ‘વાજિદ અદભુત માણસ અને ટેલેન્ટેડ મ્યુઝિશિયન હતા પરંતુ તેમનામાં માત્ર એક ખામી હતી, તે હતી કે તેઓ સ્ટ્રોંગ માઇન્ડેડ ન હતા, તે જલ્દી લોકોની વાતોમાં આવી જતા હતા, કોઈપણ તેને સરળતાથી પ્રભાવિત કરી લેતા હતા, ખાસકરીને આસ્થા બાબતે.’

કમલરૂખે ખુલાસો કર્યો કે આ વાતને લઈને તેમના ઝઘડા પણ થતા હતા. 2014માં ધર્મ ન બદલવાની સ્થિતિમાં ડિવોર્સ આપવાની ધમકી પણ આપી હતી. આગળ તેમણે કહ્યું કે તે એટલા માટે ચૂપ રહ્યા કારણકે તે સમયે વાજિદનું કરિયર જોખમમાં હતું.

આ પહેલાં પણ કમલરૂખે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વાજિદના પરિવાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે લખ્યું હતું કે, ‘હું મારા ઇન્ટર કાસ્ટ મેરેજના અનુભવ શેર કરવા ઈચ્છું છું. આ સમય અને ઉંમરમાં કઈ રીતે એક મહિલા પૂર્વાગ્રહનો સામનો કરી શકે છે. ધર્મના નામ પર તકલીફ આપવી અને ભેદભાવ કરવો શરમજનક અને આંખ ખોલી દે એવો છે.’

‘ભણેલી ગણેલી સ્વતંત્ર મહિલા તેમને મંજુર ન હતી’
કમલરૂખે લખ્યું છે, ‘મારો સાધારણ પારસી ઉછેર ઘણો લોકતાંત્રિક હતો. લગ્ન બાદ આ જ સ્વતંત્રતા, શિક્ષા મારા પતિના પરિવાર માટે સૌથી મોટી સમસ્યા હતી. એક ભણેલી ગણેલી, વિચારવા સમજવા વાળી, સ્વતંત્ર મહિલા, જે પોતાનો એક મત રાખે છે, મંજુર ન હતું.’

આત્મસન્માને નમવાની પરવાનગી ન આપી
કમલરૂખના જણાવ્યા અનુસાર તેણે હંમેશાં દરેક ધર્મનું સન્માન કર્યું છે. પરંતુ જ્યારે તેણે ઇસ્લામ અપનાવવાનો વિરોધ કર્યો તો તેના અને તેના પતિના સંબંધોમાં તિરાડ પડી. તેણે લખ્યું છે, ‘મારી ગરિમા અને આત્મસન્માને મને ઇસ્લામમાં પરિવર્તિત થવા માટે તેના અને તેના પરિવાર સામે નમવાની પરવાનગી ન આપી.’

સાસરા વાળા ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા છે
કમલરૂખે આરોપ લગાવ્યો કે તેના સાસરા વાળા તેના પર ધર્મ પરિવર્તનનું દબાણ કરી રહ્યા છે. પરંતુ તે તેના અધિકાર અને બાળકોની વિરાસત માટે લડતી રહેશે. તેણે લખ્યું છે, ‘તેના પરિવાર તરફથી ત્રાસ કાયમ છે. હું મારા અધિકાર અને બાળકની વિરાસત માટે લડી રહી છું, જે તેમના દ્વારા બેકાર કરી દેવામાં આવ્યા છે. આ બધું મારા ઇસ્લામ ન અપનાવવા વિરુદ્ધ તેમની નફરતને કારણે થઇ રહ્યું છે. નફરતના મૂળ એટલા મજબૂત છે કે કોઈ પ્રિયજનનું મૃત્યુ પણ તેને હલાવી શકતું નથી.’

તેણે પોતાની પોસ્ટને અંતે લખ્યું હતું કે ધર્મ પરિવારના તૂટવાનું કારણ ન હોવું જોઈએ. તેણે લખ્યું કે, ‘બધા ધર્મ પરમાત્મા સુધી પહોંચવાનો રસ્તો છે. ધર્મ માત્ર ‘જીવો અને જીવવા દો’ હોવો જોઈએ.’

[:]

Be the first to comment on "[:en]વિવાદોમાં કમ્પોઝરની જિંદગી: પત્ની કમલરૂખનો ખુલાસો, ‘ધર્મ પરિવર્તન ન કરવા પર 2014માં તલાક આપવા ઇચ્છતા હતા વાજિદ ખાન, તેમનું કરિયર જોખમમાં હતું માટે ચૂપ રહી'[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: