[:en]વિવાદોથી ભરપૂર ઓસ્ટ્રેલિયા ટૂર: જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર નસ્લી ટિપ્પણી, સિડનીમાં આપવામાં આવેલી ગંદી-ગંદી ગાળો[:]

[:en]વિવાદોથી ભરપૂર ઓસ્ટ્રેલિયા ટૂર: જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર નસ્લી ટિપ્પણી, સિડનીમાં આપવામાં આવેલી ગંદી-ગંદી ગાળો[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિડની2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયા ટૂર અને વિવાદ જાણે એક બીજાના પર્યાય બની ગયા હોય તેમ, ફરી એક મોટો વિવાદ સામે આવ્યો છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર નસ્લી ટિપ્પણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બુમરાહ અને સિરાજે ભારતીય ટીમ મેનેજમેન્ટ સમક્ષ નસ્લી ટિપ્પણીની ફરિયાદ કરી છે. મળતી માહિતી મુજબ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠેલા કેટલાંક દર્શકોએ આ ખેલાડીઓને ગંદી-ગંદી ગાળો આપતાં વંશવાદને લગતી કેટલી ટિપ્પણીઓ કરી હતી. ભારતીય ટીમ મેનેજમેન્ટે મેચ રેફરી સમક્ષ તેની સત્તાવાર રીતે ફરિયાદ કરી છે. ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે આ પ્રકારની ઘટના સિડની ટેસ્ટના બીજા અને ત્રીજા દિવસે ઘટી છે.

સિડની ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં:103/2, ભારતથી 197 રન આગળ

ઓસ્ટ્રેલિયાના અખબાર ડેલી ટેલિગ્રાફના રિપોર્ટ મુજબ ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ ભારતીય ડ્રેસિંગ રૂમની બહાર ટીમ ઈન્ડિયાના અધિકારી, ICC અને સ્ટેડિયમ સુરક્ષા અધિકારીઓની સાથે લગભગ પાંચ મિનિટ સુધી વાતચીત કરતા જોવા મળ્યા. આ વાતચીત દરમિયાન ત્યાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પણ હાજર હતા.

બે દિવસથી ગંદી ગાળો સહન કરે છે સિરાજ અને બુમરાહ
ભારતીય પેસ બોલર મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહને છેલ્લાં બે દિવસથી સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો ગાળો આપી રહ્યાં હતા. જેમાં નસ્લી ટિપ્પણી પણ સામેલ હતી. ત્રીજા દિવસનો ખેલ ખતમ થયા બાદ કેપ્ટન અજિંક્ય રહાણે અને આર અશ્વિન સહિત કેટલાંક સિનિયર ખેલાડીઓએ અમ્પયાર્સ પોલ રિફેલ અને પોલ વિલસન સાથે વાત કરી છે. તેમજ મેચ અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓને પણ આવી ઘટના અંગે ફરિયાદ કરી છે. રહાણેએ જણાવ્યું કે રેડવિક એન્ડ પર બેઠેલા એક દર્શકે સિરાજને ગાળો આપી જે ફાઈન લેગ બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. સિડનીમાં માત્ર 10 હજાર દર્શક જ આ મેચ જોઈ રહ્યાં છે, તેમ છતાં આ પ્રકારની હરકત થઈ રહી છે. જસપ્રીત બુમરાહે પણ રમતના ત્રીજા દિવસે સુરક્ષા અધિકારીઓ સાથે વાત કરી અને સિરાજે પણ ફરિયાદ કરી. બંને અમ્પાયરે અને મેચ રેફરી ડેવિડ બુને પણ આ મુદ્દે ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરી છે.

સિડની ટેસ્ટમાં વધી ભારતની મુશ્કેલી, પંત બાદ જાડેજાને પણ ઇજા થતાં હોસ્પિટલ પહોંચ્યો

ઓસ્ટ્રેલિયા ટૂરમાં વિવાદોનો દોર યથાવત
ઓસ્ટ્રેલિયા ટૂર પર સતત વિવાદ જોવા મળી રહ્યો છે. મેલબર્ન ટેસ્ટમાં ભારતની જીત પછી ટીમ ઈન્ડિયાના કેટલાંક ખેલાડીઓ પર બાયો બબલ પ્રોટોકોલ તોડવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે રોહિત શર્મા, શુભમન ગિલ સહિત પાંચ ખેલાડીઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યાં. જે બાદ બ્રિસબેન કોરોન્ટિન નિયમોને લઈને પણ હાલ વિવાદ ચાલી રહ્યો છે. મળતી માહિતી મુજબ ટીમ ઈન્ડિયા કોરોન્ટિન નિયમોમાં છૂટ ઈચ્છે છે. બીજી બાજુ બ્રિસબેનની સરકાર આ માટે તૈયાર નથી. ત્યારે હવે સિડની ટેસ્ટના ત્રીજા દિવસે નસ્લીય ટિપ્પણીઓના આરોપ સામે આવ્યા છે.

13 વર્ષ પહેલાં પણ થઈ હતી નસ્લી ટિપ્પણી
આ પહેલી વખત નથી કે જ્યારે ભારતની ઓસ્ટ્રેલિયાની ટૂર સમયે નસ્લી ટિપ્પણી થઈ હોય. આજથી ઠીક 13 વર્ષ પહેલાં પણ સિડનીમાં જ નસ્લી દુર્વ્યવહારના એક મામલાએ ક્રિકેટની દુનિયાને હચમચાવી નાખી હતી. ત્યારે એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ અને હરભજન સિંહ વચ્ચે આ વિવાદ થયો હતો જેમાં ત્યાં કોર્ટ, બંને ક્રિકેટ બોર્ડ, મીડિયા સહિત દરેક લોકો સામેલ થયા હતા. આ વિવાદ બાદ હરભજન સિંહ પર ત્રણ ટેસ્ટનો પ્રતિબંધ મુકાયો હતો. જો કે તે પ્રતિબંધને ફરી હટાવવામાં આવ્યો હતો.

[:]

Be the first to comment on "[:en]વિવાદોથી ભરપૂર ઓસ્ટ્રેલિયા ટૂર: જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પર નસ્લી ટિપ્પણી, સિડનીમાં આપવામાં આવેલી ગંદી-ગંદી ગાળો[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: