- Gujarati News
- Sports
- Cricket
- Virat Anushka’s House Does Not Have A Servant, He Serves His Own Food, Many Revelations Made By Former Selectors On Kohli
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હી9 મિનિટ પહેલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રમત દરમિયાન તેમના આક્રમક રૂપ માટે જાણીતા છે. તેઓ મોટાભાગે મેચમાં જોશ ભરેલા હોય છે અને કોઈની પણ સાથે પંગો લેવાનુ ચુકતા નથી. તેમને ઉશકેરવા પર તેઓ પોતાની રમતમાં વધુ ખતરનાક થઈ જાય છે, આ જ કારણે હવે હરીફ ટીમ વિરાટ સાથે બોલાચાલી કરવાનું ટાળે છે.

વિરાટની છબી એક આક્રમક ખેલાડીની છે. જોકે મેદાનની બહાર તેઓ ખૂબ જ અલગ અને શાંત છે. આ વાતના સાક્ષી ઘણા ક્રિકેટર પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં જ ભારતીય ટીમના પૂર્વ સિલેકટર્સ સરનદીપ સિંહે વિરાટના વ્યવહાર પર પોતાનો અનુભવ શેર કર્યો છે.

સ્પોર્ટ્સ વેબસાઈટ સાથેની વાતચીતમાં સરનદીપ સિંહે જણાવ્યું કે વિરાટ ખૂબ જ શાંત સ્વભાવના છે. તે ટીમ સિલેક્શનની મીટિંગમાં પણ બીજાને સાંભળવાનું પસંદ કરે છે અને અંતે પોતાની વાત રજૂ કરે છે.

સરનદીપે ફેસબુક પેજ પર કહ્યું કે જ્યારે વિરાટ કોહલી ટીમ મીટિંગમાં હાજર રહેતા હતા ત્યારે ચર્ચા સવા કલાક સુધી ચાલતી હતી. વિરાટ એક સારા શ્રોતા છે. મને ખ્યાલ નથી કે લોકો તેમના વિશે કેવી વાતો કરે છે. જો તમે તેમને મેચ દરમિયાન જોવો છો તો તેઓ હમેશા જોશમાં જ દેખાય છે અને એવું લાગે છે કે તે હમેશા ગુસ્સામાં રહે છે અને કોઈને સાંભળતા નથી. જોકે એવું નથી, તેઓ ખૂબ જ વિનમ્ર છે. તેઓ જેવા મેદાન પર દેખાય છે અને વ્યવહાર કરે છે, તેવા ખાનગી જીવનમાં બિલકુલ નથી. સિલેક્શન મીટિંગમાં તેઓ ખૂબ જ વિનમ્ર રહેતા હતા. તેઓ બધાને ધ્યાનથી સાંભળતા હતા અને પછીથી કોઈ નિર્ણય પર આવતા હતા.

પૂર્વ સિલેક્ટર્સે વિરાટ અને અનુષ્કાના ઘરની પણ વાત શેર કરી. તેમણે કહ્યું કે તેમના ઘરે કોઈ નોકર નથી. તે અને તેમની પત્ની બધાને ખાવાનું પીરસે છે. તમારે બીજુ શું જોઈએ ? વિરાટ હમેશા તમારી સાથે બેસે છે, તમારી સાથે બહાર ડિનર કરવા જાય છે. બાકી તમામ ખેલાડીઓના મનમાં તેમના માટે ખૂબ સમ્માન છે. તેઓ ડાઉન ટુ અર્થ અને મજબૂત ઈચ્છા શક્તિ વાળા માણસ છે.
Leave a comment