[:en]વાડ્રા રાજકારણ તરફ: રોબર્ટ વાડ્રાએ કહ્યું- મારી લડાઈ લડવા મારે સંસદમાં જવું પડશે, કારણ કે સરકાર મને પંચિંગ બેગ સમજી રહી છે[:]

[:en]

  • Gujarati News
  • National
  • “I Have To Go To Parliament To Fight My Fight, Because The Government Is Treating Me Like A Punching Bag,” Said Robert Vadra.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ રાજકારણમાં પ્રવેશવાની અને ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. બે દિવસ સુધી બેનામી સંપત્તિના મામલે પૂછપરછ પૂર્ણ થયા પછી તેમનું આ નિવેદન સામે આવ્યું છે. વાડ્રાએ કહ્યું કે રાજકીય પરિવાર સાથે સંકળાયેલા હોવાના કારણે તેમને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે રાજકારણમાં આ હોવા છતાં, તેઓ રાજકીય લડાઇ લડી રહ્યા છે. જ્યારે પણ સરકાર મુશ્કેલીમાં હોય છે ત્યારે તેમનો ઉપયોગ પંચિંગ બેગની જેમ કરવામાં આવે છે.

ગુરુવારે ન્યૂઝ એજન્સી IANSને આપેલા ઇન્ટરવ્યુમાં રોબર્ટ વાડ્રાએ આ વાત કહી હતી. વાડ્રાએ લોકસભાની ચૂંટણી દરમિયાન રાયબરેલી અને અમેઠીમાં પ્રચાર કર્યો હતો. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ અહીંથી ચૂંટણી લડી હતી. મુરાદાબાદમાં વાડ્રા માટે હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે તેમણે દાવો કર્યો હતો કે તેમણે પોતાનું બાળપણ આ સ્થળ પર વિતાવ્યું હતું, અને અહીંના લોકો ઇચ્છે છે કે તેઓ અહીં રહે.

રાજકારણ, રાહુલ અને ચૂંટણી અંગે વાડ્રાનો દ્રષ્ટિકોણ

કુટુંબના સભ્યોએ દેશ માટે પોતાનો જીવ આપ્યો: હું એવા પરિવારથી છું કે જેઓ ઘણી પેઢીઓથી આ દેશની સેવા કરતા આવ્યા છે. આ પરિવારના લોકોએ દેશ માટે જીવ આપ્યો છે. મેં તેમને જોયા છે. તેમની પાસેથી શીખ્યો છું. મને લાગે છે કે મારે આ તાકાત સાથે લડવા માટે સંસદમાં જવું પડશે.

રાજકારણમાં નથી માટે હેરાન કરાયો : તેમણે કહ્યું, ‘હવે મને લાગે છે કે મેં લાંબા સમયથી બહાર લડાઈ લડી છે. મેં મારી જાતને સમજાવ્યું, પરંતુ સતત તેઓ મને હેરાન કરતાં રહ્યા. આવું એટલા માટે થયું કારણ કે હું રાજકારણમાં નથી. હું હંમેશા રાજકારણથી દૂર રહ્યો છું.

ચૂંટણી લડવાનો નિર્ણય યોગ્ય સમય આવે ત્યારે : વાડ્રાએ કહ્યું હતું કે તેઓ આ અંગે યોગ્ય સમયે નિર્ણય લેશે. તેમણે કહ્યું કે જ્યારે હું એવું સ્થાન જોઈશ, જ્યાંનાં લોકો મને મત આપશે અને હું તે લોકોના જીવનમાં ફરક લાવી શકું છું. જો કે, તેમણે કહ્યું કે આમાં કૌટુંબિક સંમતિ પણ જરૂરી રહેશે. આખો પરિવાર, ખાસ કરીને પ્રિયંકા હંમેશાં મારા નિર્ણયોને સપોર્ટ કરે છે. હું આખા કુટુંબ વિશે વાત કરું છું. જ્યારે તેઓ આને હા કહેશે, ત્યારે હું રાજકારણમાં આવી શકું છું.

બેનામી સંપત્તિના આરોપો ખોટા : વાડ્રાએ બેનામી સંપત્તિના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે આ માત્ર અફવાઓ છે. મારી સામે કંઈ પણ નથી. તેઓ જે પણ કહે છે, તેનો કોઈ આધાર નથી.

સરકાર વાસ્તવિક મુદ્દાઓથી ભટકાવવા માંગે છે : વાડ્રાએ કહ્યું હતું કે ‘હું રાજકીય પરિવારનો ભાગ છું અને તેથી અન્ય પક્ષો સાથે વ્યવહાર કરવો પડશે. તેઓ મારા વિશે પણ વાત કરે છે. દેશના લોકો અને મીડિયા પણ અમારો પક્ષ જાણવા માગે છે. સરકાર વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટેનું મને હાથો બનાવી રહી છે. તેમણે કહ્યું કે આ સમયે કોરોનાની મહામારી છે. ખેડુતોના પ્રશ્નો છે. તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. આત્મહત્યા કરી રહ્યા છે. આવા વાતાવરણમાં, સરકાર વિચારે છે કે કોઈ એજન્સીને પૂછપરછ માટે મોકલવી જોઈએ તેઓ મને તે જ સવાલ પૂછે છે જેનો જવાબ હું પહેલાં આપી ચુક્યો છે.

મુશ્કેલીઓ હોય ત્યારે મને નિશાન બનાવે છે : વાડ્રાએ કહ્યું, ‘જ્યારે પણ આવા મુદ્દા સામે આવે છે, જેના પર સરકાર જવાબ આપવા માંગતી નથી, ત્યારે તે અનુભવે છે કે આ મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવવામાં આવે. આ મુદ્દાઓને સ્થાને કોઈ અન્ય સમાચારોને લાવવા જોઈએ. આ તમામ આરોપોને અદાલતોમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. હું બધી એજન્સીઓની સામે મારી પક્ષ સ્પષ્ટ કરી ચુક્યો છું. હું આ નથી કહેતો, પરંતુ લોકો કહે છે કે જ્યારે પણ કોઈ મુશ્કેલીઓ આવે છે ત્યારે મને નિશાન બનાવવામાં આવે છે.’

રાહુલમાં નેતૃત્વની ક્ષમતા, પ્રિયંકાને સમય મળે : તેમણે કહ્યું કે રાહુલ ગાંધીમાં કોંગ્રેસનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે. જો કે, પાર્ટીએ નક્કી કરવાનું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ લોકશાહી પક્ષ છે. અહીં દરેકનો પોતાનો મત છે. જો પક્ષને લાગે કે તેમનામાં કોઈ સંભાવના છે, તો તેઓ તેમને પ્રમુખ તરીકે પસંદ કરશે. પ્રિયંકા પોતાનું કામ પ્રામાણિકપણે કરી રહી છે. દેશના લોકો ઈચ્છે છે કે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ વધુ સક્રિય બને. તેમને પોતાને સાબિત કરવા માટે વધુ સમય આપવો જોઈએ.

[:]

Be the first to comment on "[:en]વાડ્રા રાજકારણ તરફ: રોબર્ટ વાડ્રાએ કહ્યું- મારી લડાઈ લડવા મારે સંસદમાં જવું પડશે, કારણ કે સરકાર મને પંચિંગ બેગ સમજી રહી છે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: