વાઈરલ: મુંબઈ એરપોર્ટ પર કપિલ શર્મા વ્હીલચેર પર બેઠેલો જોવા મળ્યો, ચાહકોએ ચિંતા વ્યક્ત કરી


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કિંગ ઓફ કોમેડી એટલે કે કપિલ શર્મા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરમાં બેસેલો જોવા મળ્યો હતો. કપિલની આ તસવીરો સો.મીડિયામાં વાઈરલ થતાં જ ચાહકોને તેના સ્વાસ્થ્યની ચિંતા થઈ હતી. સો.મીડિયામાં ચાહકોએ કપિલની તબિયત અંગે પૃચ્છા કરી હતી. જોકે, કપિલને શું થયું છે તે અંગેની કોઈ માહિતી સામે આવી નથી. ચાહકોએ કપિલની તબિયત જલદીથી સારી થઈ જાય તે માટે પ્રાર્થના કરી છે.

બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો
કપિલ શર્મા બ્લેકઆઉટ ફિટમાં હતો. તેણે વ્હાઈટ રંગનો માસ્ક પહેર્યો હતો. કપિલ સાથે જે વ્યક્તિ હતો, તેણે PPE કીટ પહેરી હતી. એરપોર્ટ પર અચાનક જ કપિલને વ્હીલચેરમાં જોતા આસપાસના લોકોને પણ નવાઈ લાગી હતી. જોકે, કપિલે હજી સુધી પોતાની તબિયત અંગે કોઈ વાત કરી નથી.

હાલમાં જ દીકરાનો પિતા બન્યો
કપિલ શર્મા પહેલી ફેબ્રુઆરીએ બીજા સંતાનનો પિતા બન્યો હતો. કપિલની પત્ની ગિન્ની ચતરથે પહેલી ફેબ્રુઆરીના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. કપિલ શર્માએ સો.મીડિયામાં બીજા બાળકના વધામણાં આપ્યા હતા.

દીકરી અનાયરા સાથે કપિલ

દીકરી અનાયરા સાથે કપિલ

કપિલનો શો બંધ થયો
કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા’ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે કોરોનાને કારણે લાઈવ ઓડિયન્સ આવતી નથી. આ ઉપરાંત કોઈ ફિલ્મ પણ રિલીઝ થતી ના હોવાથી બોલિવૂડ સેલેબ્સ પણ શોમાં આવતા નથી. આ જ કારણે કપિલે થોડાં મહિના માટે શોને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. માનવામાં આવે છે કે 3-4 મહિના પછી ફરી આ શો શરૂ થશે.

સુનીલ ગ્રોવર શોમાં પરત ફરે તેવી શક્યતા
સલમાન ખાને સુનીલ ગ્રોવર તથા કપિલ શર્મા વચ્ચે સુલેહ કરાવી હોવાની ચર્ચા છે. એવી પણ અટકળો થઈ રહી છે કે સુનીલ ગ્રોવર શોમાં પરત ફરી શકે છે. જોકે, હજી સુધી કપિલ કે સુનીલે આ મુદ્દે કોઈ ઓફિશિયલ વાત કરી નથી.

ડિજિટલ ડેબ્યૂ કરશે
કપિલ શર્મા નેટફ્લિક્સ પર ડિજિટિલ ડેબ્યૂ કરશે. કપિલે પોતાના ડેબ્યૂ શો અંગે વધુ માહિતી આપી નથી.

શોનું કમબેક દમદાર હશે
થોડાં સમય પહેલાં જ ભારતી સિંહે કહ્યું હતું, ‘અમે બ્રેક લેવાના છીએ. અમે કંઈક નવું લઈને પાછા ફરીશું. ટીમ નવા પાત્રો સાથે કામ કરવા અંગે ઉત્સાહમાં છે. આગામી બે મહિનામાં ખાસ ફિલ્મ રિલીઝ થતી નથી. આથી જ ચેનલે બ્રેક આપવાનું નક્કી કર્યું હતું. એવું નથી કે અમે રજા પર છીએ. અમે મિટિંગ કરીને હોમવર્ક કરી છીએ અને ટીમ નવા પાત્રો સાથે કમબેક કરશે.’

Be the first to comment on "વાઈરલ: મુંબઈ એરપોર્ટ પર કપિલ શર્મા વ્હીલચેર પર બેઠેલો જોવા મળ્યો, ચાહકોએ ચિંતા વ્યક્ત કરી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: