[:en]વાઈરલ ઈન્ટરવ્યૂ: શરત સક્સેનાએ ભાવુક થઈને કહ્યું, ’30-30 વર્ષ સુધી ડિરેક્ટર્સ મને જુનિયર આર્ટિસ્ટનો રોલ જ આપતા'[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વરિષ્ઠ એક્ટર શરત સક્સેનાનો વર્ષ 2018નો એક ઈન્ટરવ્યૂ હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ ઈમોશનલ ઈન્ટરવ્યૂમાં શરત સક્સેના CINTAA (સિન્ટા એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન) સાથે વાત કરે છે અને પોતાની કરિયરના 30 વર્ષ સુધી તેઓ ટાઈપકાસ્ટ થઈને રહ્યાં તે અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તે ફિટ દેખાતા હતા અને તેથી જ તેમને કોઈએ સારા રોલ ના આપ્યા તેવી વાત તેમણે કહી હતી.

શું કહ્યું શરત સક્સેનાએ?
ઈન્ટરવ્યૂમાં શરત સક્સેનાએ કહ્યું હતું, ‘હું એકદમ ફિટ દેખાતો હતો અને તેથી જ ડિરેક્ટરે મને ક્યારેય એક્ટર તરીકે ગણ્યો નહીં. તેઓ માત્ર મને ફાઈટર કે જુનિયર આર્ટિસ્ટના જ રોલ આપતા હતા. તે દિવસોમાં આખા દેશમાં જેમને પણ મસલ્સ હોય અને જો કોઈ બોડી બિલ્ડર હોય તે તેને શ્રમિક વર્ગનો માની લેવામાં આવતો હતો. તે વ્યક્તિમાં આર્ટની સમજ નથી. તે એક્ટર, રાઈટર કે અન્ય કંઈ બની શકે નહીં. તે માત્ર ફાઈટર જ બની શકે.’

30 વર્ષ સુધી માત્ર ફાઈટ સીન કર્યાં
વધુમાં શરત સક્સેનાએ કહ્યું હતું, ‘કમનસીબે જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે હું એકદમ ફિટ હતો. મારા પિતા અલ્લાહબાદ યુનિવર્સિટીમાં એથ્લેટ હતા. અમે તેમનામાંથી પ્રેરણા લીધી હતી અને વર્ક આઉટ કરતાં હતાં. મુંબઈમાં પ્રોડ્યૂસર્સ તથા ડિરેક્ટર્સ જ્યારે મારી સામે જોતા ત્યારે તેમને મારામાં ક્યારેય એક્ટર દેખાતો નહોતો. તે મને ફાઈટર કે જુનિયર આર્ટિસ્ટનો જ રોલ આપતા. તેથી 30 વર્ષ સુધી મેં માત્રને માત્ર એક્શન સીન જ કર્યાં હતાં. જ્યારે એક્ટિંગની વાત આવે ત્યારે મારા હિસ્સે માત્ર ‘યસ બોસ, નો બોસ, વેરી સોરી બોસ, માફ કર દિજીયે બોસ’ એવા જ સંવાદો આવતા હતા.’

શરત સક્સેના એન્જિનિયર છે પરંતુ તે એક્ટર બનવા માગતા હતા. તેમણે 100થી પણ વધુ ફિલ્મમાં વિલનના ખાસ માણસનો રોલ કર્યો હતો. ત્યારબાદ તેમણે ‘સાથિયા’, ‘બાગબાન’, ‘ગુલામ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું.

આ રીતે ઓળખ મળી
શરત સક્સેનાએ આગળ કહ્યું હતું, ‘ડિરે્કટર શાદ અલીએ મને ‘સાથીયા’માં હિરોઈનના પિતાનો રોલ આપ્યો હતો. આ ફિલ્મમાં મારો સાવ નાનો રોલ હતો પરંતુ ચાહકોને ઘણો જ પસંદ આવ્યો હતો. આ રોલ બાદ લોકો મને ફાઈટરમાંથી એક્ટર તરીકે ઓળખવા લાગ્યા હતા. એક્ટર બનવામાં મને 30 વર્ષ લાગ્યા હતા.’

ટાઈપકાસ્ટ થવા અંગે શરત સક્સેનાએ કહ્યું હતું, ‘આ દેશમાં શ્રીરામની પૂજા થાય છે. હીરોના ચહેરામાં શ્રીરામ દેખાવવા જોઈએ અને વિલનના ચહેરામાં રાવણ દેખાવો જોઈએ. ભારતમાં એવો કોન્સેપ્ટ છે કે ભગવાન શ્રીરામ ગોરા, સીધા વાળવાળા તથા હેન્ડમ હતા. જ્યારે હું મધ્યપ્રદેશનો ગરીબ છોકરો, મારા રાજ્યમાં આવું કોઈ જ નથી. તમને ત્યાં બધા મારા જેવા જ મળશે. તેથી તે લોકોએ મને વિલન બનાવી દીધો.’

[:]

Be the first to comment on "[:en]વાઈરલ ઈન્ટરવ્યૂ: શરત સક્સેનાએ ભાવુક થઈને કહ્યું, ’30-30 વર્ષ સુધી ડિરેક્ટર્સ મને જુનિયર આર્ટિસ્ટનો રોલ જ આપતા'[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: