વર્ષ 2020માં અત્યાર સુધીમાં 3936 કંપનીઓનું રેટિંગ નેગેટીવ થયું, મેન્યુફેક્ચરિંગ-NBFC સૌથી વધુ પ્રભાવિત


  • ભારતમાં રોજની 21 કંપનીઓના રેટિંગમાં ઘટાડો થઇ રહ્યો છે
  • જુલાઈના પહેલા 9 દિવસમાં 161 કંપનીઓના રેટિંગ ઘટ્યા

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 02:37 PM IST

નવી દિલ્હી. ભારતીય કંપનીઓની ક્રેડિટ રેટિંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જાન્યુઆરીથી, દરરોજ સરેરાશ 21 કંપનીઓની રેટિંગમાં ઘટાડો થાય છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, 2020માં અત્યાર સુધીમાં 3936 ભારતીય કંપનીઓના રેટિંગમાં ઘટાડો થયો છે, જ્યારે ફક્ત 593 કંપનીઓના રેટિંગમાં સુધારો થયો છે. અહેવાલ મુજબ, જાન્યુઆરીમાં સરેરાશ 464 કંપનીઓનું રેટિંગ ડાઉનગ્રેડ થયું હતું. જૂનમાં આ સંખ્યા વધીને 582 થઈ ગઈ છે. જુલાઈના પહેલા 9 દિવસમાં, 161 કંપનીઓના રેટિંગ્સ ઘટ્યાં છે.

35% કંપનીઓનું ક્રેડિટ રેટિંગ નકારાત્મક
મેન્યુફેક્ચરિંગ અને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) ક્રેડિટ રેટિંગના ઘટાડાની દ્રષ્ટિએ સૌથી વધુ અસર પામી છે. S&P ગ્લોબલની 24 જૂનની નોંધ મુજબ, લગભગ 35% ભારતીય કંપનીઓ પાસે ક્રેડિટ રેટિંગ નકારાત્મક છે અથવા નકારાત્મક અસરોવાળી ક્રેડિટ વોચ છે. રેટિંગ એજન્સીની નોંધમાં વિશ્લેષકે કહ્યું હતું કે જો આઇટી ક્ષેત્રની ઋણ મુક્ત કંપનીઓને દૂર કરવામાં આવે તો રેટિંગ્સમાં એક કે બે પોઇન્ટનો વધારો થઈ શકે છે.
ગયા અઠવાડિયે, મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે JSW સ્ટીલ માટેનો આઉટલુક નેગેટીવ કર્યો. તે જ સમયે, S&Pએ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડાયલ)નું રેટિંગ ઘટાડીને ‘B+’ કર્યું હતું. ટ્રાવેલ પ્રતિબંધો વચ્ચે ધીમી રિકવરીની અપેક્ષાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

કોરોના રોગચાળા પહેલા પણ હાલત ખરાબ હતી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના રોગચાળા પહેલા પણ પરિસ્થિતિઓ ખરાબ હતી. નાણાંકીય વર્ષ 2020માં અર્થવ્યવસ્થા ધીમી હોવાને કારણે GDP ગ્રોથ 4.2%નો હતો. ઉદાહરણ તરીકે, ગયા વર્ષે 1691 કંપનીઓ (બેન્કિંગ-ફાઇનાન્સ કંપનીઓને બાદ કરતાં)ના ચોખ્ખા નફામાં 38%નો ઘટાડો થયો હતો. આમાં TCS અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શામેલ નથી. અહેવાલ મુજબ મહારાષ્ટ્ર અને કર્ણાટકના મોટા શહેરો અને ઔદ્યોગિક કેન્દ્રોમાં વારંવાર લોકડાઉન થવાને કારણે આર્થિક પ્રવૃત્તિને અસર થઈ શકે છે. તેનાથી બેંકોને નુકસાન થશે. ઈન્ડિયા રેટિંગ્સે તાજેતરમાં અનુમાન કર્યું છે કે બેન્કિંગ સિસ્ટમમાં સરેરાશ તણાવગ્રસ્ત દેવું વર્તમાન 11.57%થી વધીને 18.21% થઈ શકે છે.

કોવિડ-19ના કારણે નાણાકીય સંસ્થાઓનું જોખમ વધ્યું
S&Pએ કોવિડ-19ને કારણે ભારતમાં નાણાકીય સંસ્થાઓના સંચાલનનાં જોખમમાં વધારો થવાને કારણે 4 મોટી NBFC શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, મનપુરમ ફાઇનાન્સ અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશનની રેટિંગ્સ ઘટાડી છે. S&Pએ મંદીની આગાહી કરી કહ્યું હતું કે નાણાકીય ક્ષેત્રને નુકસાન થશે. S&Pએ કહ્યું હતું કે આગામી 12 મહિનામાં ભારતની નાણાકીય કંપનીઓની સંપત્તિ ગુણવત્તામાં ઘટાડો થશે, ક્રેડિટ ખર્ચમાં વધારો થશે અને નફો ઘટશે. મોટી સંખ્યામાં ઋણ લેનારાઓએ મોરેટોરિયમ પસંદ કર્યું હોવાથી, આ કંપનીઓને ફંડ અનેલિક્વિડીટીની સમસ્યાઓનો સામનો કરવો પડશે.

Be the first to comment on "વર્ષ 2020માં અત્યાર સુધીમાં 3936 કંપનીઓનું રેટિંગ નેગેટીવ થયું, મેન્યુફેક્ચરિંગ-NBFC સૌથી વધુ પ્રભાવિત"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: