વર્ષ 2014 બાદ મોદી-શાહની જોડીએ 7 રાજ્યમાં અશક્યને શક્ય કરી બતાવ્યુ અને ભાજપની સરકાર બનાવી લીધી


 • રાજસ્થાનમાં કોંગ્રેસના આંતરીક વિખવાદ પર મોદી-શાહ ભલે કોઈ પ્રતિક્રિયા ન આપી, પણ તેના પર નજર રાખી રહ્યા છે
 • મોદી-શાહની જોડીએ મુશ્કેલીને તકમાં બદલી અને સાત રાજ્યમાં હરિફો પાસેથી સત્તા છીનવી લીધી

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 10:41 PM IST

નવી દિલ્હી. વર્ષ 2014ના લોકસભા ચૂંટણી બાદ ભાજપે પાછળ વળીને જોયુ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ સત્તાધારી પાસેથી સત્તા છીનવી સરકાર બનાવી લીધી. રાજસ્થાનમાં કોંગ્રેસના આંતરીક વિખવાદને લઈ મોદી-શાહે ભલે કોઈ પ્રતિક્રિયા ન આપી હોય પણ સમગ્ર ઘટના પર તેમની ચાંપતી નજર છે. વર્ષ 2014 બાદ મોદી-શાહની જોડીએ કયા રાજ્યમાં વિપક્ષમાં વિખવાદ ઉભો કરી પોતાની સરકાર બનાવી લીધી.

 
અરુણાચલઃ મુખ્યમંત્રી જ ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ ગયા

 • 37 વર્ષિય પેમા ખાંડુએ 17 જુલાઈ,2016ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેઓ કોંગ્રેસમાં હતા. પાર્ટી પાસે 60 સભ્યની વિધાનસભામાં 47 ધારાસભ્ય હતા. બે મહિના બાદ ખાંડૂ સહિત 43 ધારાસભ્યોએ પ્રાદેશિક પિપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (PPA)નું સભ્ય પદ મેળવી લીધુ, જે ભાજપના નેતૃત્વવાળી નોર્થ ઈસ્ટ ડેમોક્રેટીક એલાયન્સ (NEDA)ના સભ્ય હતા.
 • 29 ડિસેમ્બર 2016ના રોજ PPAએ પણ ખાંડૂને સસ્પેન્ડ કર્યા. એક દિવસ બાદ ખાંડૂ 33 ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થઈ ગયા. ભાજપે પૂર્વોત્તરમાં 12 વર્ષ બાદ અન્ય ઈલેક્ટેડ સરકાર બનાવી.
 • તેનું કારણ એ હતું કે અરુણાચલ અને પૂર્વોત્તરના અન્ય રાજ્ય આર્થિક રીતે સંપૂર્ણપણે દિલ્હી પર નિર્ભર છે. કેન્દ્રની સરકાર સાથે ગઠબંધમાં રહેવા ઈચ્છે છે, જેથી પોતાની પ્રજા માટે કામ કરી શકે.
 •  વર્ષ 2019ની વિધાયસભા ચૂંટણીમાં પેમા ખાંડૂના નેતૃત્વમાં ભાજપે 60 પૈકી 41 બેઠક જીતી સરકાર બનાવી.

બિહારઃ ભ્રષ્ટાચારના મુદ્દે ફરી બે પક્ષ ભેગા થયા

 • વર્ષ 2014ના લોકસભા ચૂંટણી અગાઉ જૂન 2013માં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપ સાથે પોતાનુ જોડાણ તોડી નાંખ્યુ હતું. તેમને ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ઉમેદવારીને લઈ હતું.
 • વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં નીતિશે લાલૂ પ્રસાદ યાદવના RJD અને કોંગ્રેસ સાથે મળી મહાગઠબંધન બનાવ્યુ અને ભાજપને હાર આપી. જોકે આ મહાગઠબંધન લાંબુ ચાલ્યુ નહીં. 20 મે એટલે કે જુલાઈ 2017માં નીતિશ ફરી ભાજપમાં જોડાઈ ગયા. 
 • નીતિશે મહાગઠબંધન તોડી નાંખ્યુ અને કહ્યું હતુ કે વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે નાયબ મુખ્યમંત્રી અને લાલુના દિકરા તેજસ્વી યાદવ સામે ભ્રષ્ટચારના આરોપ લાગ્યા છે તો તેની સાથે સરકાર ચલાવવી મુશ્કેલ છે.
 • આ સરકારને બનાવવામાં મોદી-શાહની જોડીએ સક્રિય ભૂમિકા ભજવવા ઉપરાંત મોદીએ જ બિહારમાં નીતિશ સાથે જવાના નિર્ણયને આગળ વધાર્યો હતો. મોદીએ લખ્યુ- ભ્રષ્ટાચાર સામે અમારા પ્રયાસોમાં સામેલ થવા બદલ નીતિશ કુમારને અભિનંદન
 • CBIએ તેજસ્વી યાદવ, લાલુ યાદવ અને બહેન મીસા યાદવ સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો. ત્યારથી મુખ્યમંત્રી પર દબાણ બનાવ્યું કે તેજસ્વીને નાયબ મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવે.
 •  243 સભ્યની ધારાસભામાં તે સમયે નીતિશની JDU પાસે 71 અને ભાજપ પાસે 53 ધારાસભ્ય હતા. આ સંજોગોમાં બહુમતી તેમની પાસે હતી.  

ગોવાઃ કોંગ્રેસ વિચારતી રહી અને ભાજપે રાતોરાત સરકાર બનાવી લીધી

 • 40 બેઠળની ગોવા વિધાનસભા ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી મળી ન હતી. કોગ્રેસને 17 અને ભાજપને 13 બેઠક મળી હતી. આ સંજોગોમાં એવુ લાગતુ હતું કે કોંગ્રેસ સરકાર બનાવશે. પણ થયુ કંઈક ઉલટુ
 • તે સમયના પક્ષના અધ્યક્ષ અમિત શાહે રાતોરાત એવી રણનીતિ તૈયાર કરી કે સંરક્ષણ પ્રધાન મનોહર પરિકરને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા અને તેને લીધે નાના પક્ષ અને અપક્ષ તેમની સાથે આવી ગયા. ભાજપને બહુમતી મળી.
 • વર્ષ 2019માં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કોંગ્રેસને ઝાટકો આપ્યો. કોંગ્રેસના 10 ધારાસભ્ય પક્ષ છોડી ભાજપમાં સામેલ થઈ ગયા. તેમને સરકારમાં સામેલ કરી લેવામાં આવ્યા હવે ભાજપ ગોવામાં 27 ધારાસભ્યો સાથે બહુમતીમાં છે.

મણીપુરઃ નાના પક્ષો સાથે મળી સરકાર બનાવવા કોંગ્રેસને સફળતા ન મળી

 • પૂર્વોત્તમના રાજ્ય મણિપુરમાં પણ ગોવાની સ્થિતિનું પુનરાવર્તન થયું. કોંગ્રેસને 60 પૈકી 28 બેઠક મળી હતી અને તે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. ભાજપને 21, નાગા પિપલ્સ ફ્રન્ટને 4 અને બાકીની બેઠક અન્ય પક્ષોને મળી હતી.
 • મણિપુરમાં કોંગ્રેસ મોટો પક્ષ હતો, પણ તેમ છતા ભાજપે અન્ય પક્ષો સાથે મળી સરકાર બનાવી લીધી. વર્ષ 2016માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલ ભૂતપુર્વ ફૂટબોલ ખેલાડી એન બીરેન સિંહને મુખ્યમંત્રી બનાવાયા.

મેઘાલયઃ ફક્ત બે બેઠક મેળવવા છતા 60 સભ્યના ગૃહમાં સત્તા હાંસલ કરી. એવુ લાગતુ હતું કે રાજ્યમાં 21 બેઠક હાંસલ કરનારી કોંગ્રેસ પોતાની સરકાર બનાવી લેશે. પણ ભાજપે જે પાસા ફેક્યા તેમા સમગ્ર ચિત્ર બદલાઈ ગયું.

 • 60 સભ્યની મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) 19, ભાજપ 2, યુનાઈટેડ ડેમોક્રેટીક પાર્ટી (UDP) 6, HSPDP 2, PDF 4 અને 1 અપક્ષ સાથે ગઠબંધન પાસે 34 ધારાસભ્યનું સમર્થન થઈ ગયું. કોંગ્રેસ સૌથી વધુ બેઠક જીતીને પણ સરકાર ન બનાવી શકી.
 •  2018માં કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 104 બેઠક સાથે સૌથી મોટો પક્ષ બન્યો. પણ તે ફક્ત સાત ધારાસભ્યનું સમર્થન મેળવવું ભારે પડ્યુ. બીએસ યેદિયુરપ્પાને બહુમતી સાબિત ન કરી શકતા રાજીનામુ આપવુ પડ્યું. ભાજપને અટકાવવા માટે કોંગ્રેસ 78 અને જેડીએસ 40 બેઠક સાથે ગઠબંધનની રચના કરી. કુમાર સ્વામીના નેતૃત્વમાં સરકાર બની.
 • જુલાઈમાં ભાજપે રાજ્યમાં ઓપરેશન લોટસ ચલાવ્યુ અને સત્તામાં પાછુ આવ્યું. JDSના 17 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા અને ભાજપમાં સામેલ થઈ જતા જુલાઈ 2019માં કુમારસ્વામી સરકાર પડી ગઈ. બીએસ યેદુરપ્પાના નેતૃત્વમાં સરકાર બની ગઈ.

મધ્ય પ્રદેશઃ યુવા નેતાઓને નજર અંદાજ કરવાનું ભારે પડ્યું, સિંધિયા ભાજપમાં જોડાયા
મધ્ય પ્રદેશમાં વર્ષ 2018માં 230 સભ્યની વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો. પણ ભાજપ બહુમતીથી વધુ દૂર ન હતો. ત્યારે યુવા કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગી ભાજપ માટે ફાયદારૂપ બની.
 સિંધિયાના સમર્થક 22 ધારાસભ્યએ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ ગયા. સિંધિયા પણ ભાજપની ટિકિટ પર રાજ્યસભામાં પહોંચ્યા. 

જોકે, મહારાષ્ટ્રમાં ભાજપના પાસા ઉલટા પડ્યા
ભાજપ વર્ષ 2019માં મહારાષ્ટ્ર ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ બનવા છતાં સરકાર બનાવી ન શકી. સહયોગી શિવસેનાએ તેને સાથ ન આપ્યો. અજિત પવાર સાથે NCPનું સમર્થન મળવાનો દાવો કર્યો અને દેવેન્દ્ર ફડણવીસે રાતોરાત શપથ લીધા. જોકે, શરદ પવારની સક્રિયતાને લીધે અજીત પવારને સફળતા ન મળી.

1 Trackbacks & Pingbacks

 1. વર્ષ 2014 બાદ મોદી-શાહની જોડીએ 7 રાજ્યમાં અશક્યને શક્ય કરી બતાવ્યુ અને ભાજપની સરકાર બનાવી લીધી -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: