વર્લ્ડ કપમાં સુપર ઓવર પહેલાં ઇંગ્લિશ ઓલરાઉન્ડર એટલો તણાવમાં હતો કે સિગારેટ બ્રેક લીધો હતો

ઇંગ્લેન્ડ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું તેને એક વર્ષ પૂરું થતાં


  • 2019 વર્લ્ડ કપ ફાઇનલમાં બેન સ્ટોક્સે અણનમ 84 રનની ઇનિંગ્સ રમી હતી, મેન ઓફ ધ મેચ બન્યો હતો
  • પુસ્તક અનુસાર, મેચ સમાપ્ત થયા પછી બેન સ્ટોક્સ નહાવા ગયો અને તેણે બાથરૂમમાં જ સિગારેટ સળગાવી હતી
  • ઇંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ અને સુપર ઓવર ટાઈ થયા પછી બાઉન્ડ્રી કાઉન્ટ નિયમના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 02:35 PM IST

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વિશે એક પુસ્તકમાં ખુલાસો થયો છે કે તેણે ન્યૂઝીલેન્ડ સામે સુપર ઓવર પહેલાં તણાવ ઓછો કરવા સિગારેટ બ્રેક લીધો હતો. ઇંગ્લેન્ડની જીત સાથે જોડાયેલ પુસ્તક ‘મોર્ગન મેન: ધ ઇન્સાઇડ સ્ટોરી ઓફ ઇંગ્લેન્ડ રાઇઝ ફ્રોમ ક્રિકેટ વર્લ્ડ કપ હ્યુમિલેશન ટુ ગ્લોરી’, એ સ્પષ્ટ કરે છે કે લોર્ડ્સ પર તે દિવસે સ્ટોક્સ કેટલા દબાણ હેઠળ હતો.

નિક હોલ્ટ અને સ્ટીવ જેમ્સ દ્વારા લખાયેલા પુસ્તકના અમુક ભાગ એનઝેડમાં પ્રકાશિત થયા છે, જે મુજબ સુપર ઓવર પહેલાં 27 હજાર દર્શકોથી ભરેલા સ્ટેડિયમ અને દરેક બાજુ ટીવી કેમેરા વચ્ચે એકાંત શોધવું અઘરું હતું.

પુસ્તકમાં જણાવાયું છે કે બેન સ્ટોક્સ ઘણી વખત લોર્ડ્સ ખાતે રમ્યો હતો અને ગ્રાઉન્ડથી સારી રીતે પરિચિત હતો. જ્યારે, ઓઈન મોર્ગન ઇંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં તણાવ ઓછો કરવા અને સુપર ઓવર સ્ટ્રેટેજી બનાવવા માટે કામ કરી રહ્યો હતો. તે દરમિયાન, સ્ટોક્સે પોતાના માટે આરામની ક્ષણો શોધી લીધી. 

સ્ટોક્સે બાથરૂમમાં સિગારેટ સળગાવી હતી
પુસ્તક મુજબ સ્ટોક્સે મેદાન પર 2 કલાક 27 મિનિટ બેટિંગ કરી હતી અને પરસેવે રેબઝેબ હતો. ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા પછી તે  સીધો નહાવા ગયો. તે જ સમયે, તેણે સિગારેટ સળગાવી અને થોડીક મિનિટ આ રીતે વિતાવી.

ફાઇનલમાં સ્ટોક્સ મેન ઓફ મેચ હતો
વર્લ્ડ કપ ફાઇનલમાં સ્ટોક્સે અણનમ 84 રન બનાવ્યા હતા. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે સુપર ઓવરમાં પણ 8 રન બનાવ્યા હતા.

શું થયું હતું ફાઇનલમાં?
ગયા વર્ષે 14 જુલાઇએ યોજાયેલ વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ જીત્યા બાદ ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી. કિવિઝે 8 વિકેટે 241 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે 242 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ યજમાન ટીમ પણ નિર્ધારિત 50 ઓવરમાં 241 રન જ બનાવી શકી હતી અને મેચ ટાઈ હતી.

નિયમો અંતર્ગત નોકઆઉટ સ્ટેજનો મુકાબલો ટાઈ થાય તો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવાનો હતો. વનડેમાં પહેલીવાર સુપર ઓવર લાવવામાં આવી અને પહેલીવાર વર્લ્ડ કપમાં તેનો ઉપયોગ થયો હતો.

બંને ટીમોએ સુપર ઓવરમાં પણ 15-15 રન બનાવ્યા હતા
બંને ટીમો સુપર ઓવરમાં પણ 15-15 રન બનાવી શકી હતી અને મેચ ટાઇ થઈ ગઈ હતી અને ફરી એક વાર વિજેતાનો નિર્ણય થઈ શક્યો ન હતો. આ પછી ICCના બાઉન્ડ્રી કાઉન્ટ નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો. ઇંગ્લેન્ડે વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાથી વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

Be the first to comment on "વર્લ્ડ કપમાં સુપર ઓવર પહેલાં ઇંગ્લિશ ઓલરાઉન્ડર એટલો તણાવમાં હતો કે સિગારેટ બ્રેક લીધો હતો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: