વધુ 287 કેસ સાથે કોરોનાનો આંક 8659 થયો, વનમંત્રી રમણ પાટકરના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ


  • ખાનગી બ્લ્ડ બેન્કોને પ્લાઝમા કલેક્શન અને ખાનગી હોસ્પિટલોને પ્લાઝમા થેરપી માટે મંજૂરી આપવા રજૂઆત
  • મ્યૂનિસિપલ કમિશનરે સોસાયટીના પ્રમુખ તથા કારખાનેદારો સહિતનાને પ્લસ ઓક્સિમિટર વસાવવા અપીલ કરી

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 07:56 PM IST

સુરત. શહેરમાં કોરોના પોઝિટિવનો આંકડો કુદકે ને ભુસકે વધી રહ્યો છે. જિલ્લા તંત્ર અને પાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે આજે શહેરમાં 207 અને જિલ્લામાં 80 કેસ સાથે કુલ 287 કેસ સાથે પોઝિટિવનો આંકડો 8659 થયો છે.જેમાં શહેરના 7319 અને જિલ્લાના 1340 દર્દીઓનો સમાવેશ થાય છે. આજે કુલ 6 મોત થયા છે. જેથી મૃત્યુઆંક 345 પર પહોંચ્યો છે. જેમાં શહેરના 307 અને જિલ્લાના 38 મૃતકોનો સમાવેશ થાયે છે. આજે શહેરમાંથી 159 અને જિલ્લામાંથી 44 લોકો કોરોનાને મ્હાત આપીને ઘરે ગયા છે. જેથી ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 5521 થઈ છે. જેમાં 646 લોકો જિલ્લાના પણ કોરોનાની સારવાર લઈને સાજા થયા છે. ખાનગી બ્લ્ડ બેન્કોને પ્લાઝમા કલેક્શન અને ખાનગી હોસ્પિટલોને પ્લાઝમા થેરપી માટે મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી છે.મ્યૂનિસિપલ કમિશનરે સોસાયટીના પ્રમુખ તથા કારખાનેદારો સહિતનાને પ્લસ ઓક્સિમિટર વસાવવા અપીલ કરી છે.વનમંત્રીના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વિજય પાટકરને કોરોના પોઝિટિવ
રાજ્યના વનમંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરના 41 વર્ષીય પુત્ર વિજય પાટકર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

સચિનના ડેન્ટલ સર્જનનો રિપોર્ટ પોઝિટિવ
શહેરમાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે ગત રોજ શહેરમાં વધુ 22 રત્નકલાકારો અને 4 ડોકટરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ ઉપરાંત ઓએનજીસી હેલ્થ કેર વર્કર,સિવિલ હોસ્પિટલની નર્સ,કારીયાણાની દુકાન ચલાવનાર, સુમુલ ડેરીના કર્મચારી,કતારગામના શિક્ષક,મંડપ સર્વિસ ચલાવનાર,સચિનનો કોન્ટ્રાકટર,મોર ગામનો તલાટી,કોમ્પ્યુટરની દુકાન ધરાવનાર,મનપાના સેન્ટ્રલ ઝોનનો ચીફ એસ.આઈ.,પ્લાસ્ટિક વેચનાર,મઝદા બેકરીનો માલિક અને સચિનના ડેન્ટલ સર્જનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Be the first to comment on "વધુ 287 કેસ સાથે કોરોનાનો આંક 8659 થયો, વનમંત્રી રમણ પાટકરના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: