દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 04:45 AM IST
લખનઉ. શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણની ઔપચારિક શરૂઆત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 કે 5 ઓગસ્ટે અયોધ્યા જઈ શકે છે. તેઓ મંદિર નિર્માણની પ્રતીકાત્મક શરૂઆત કરાવશે. કોરોનાને કારણે આ કાર્યક્રમમાં ભીડ રહેશે નહીં. જો કે ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જેવા કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા હાજર રહે તેવી સંભાવના છે. આગામી સપ્તાહે વડાપ્રધાનના પ્રવાસની સત્તાવાર જાહેરાત થશે.
Be the first to comment on "વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 કે 5 ઓગસ્ટે અયોધ્યા જશે, રામમંદિર નિર્માણની શરૂઆત થશે"