વકીલે કહ્યું- નાના ભાઈના લગ્નમાં વ્યસ્ત, 15 નવેમ્બર પછીનો સમય માગ્યો


મુંબઈ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ધર્મના નામે ભાગલા કરાવવાના આક્ષેપમાં કંગના અને તેની બહેન રંગોલી વિરુદ્ધ કેસ
  • કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું, તેમણે મુંબઈ પોલીસના સમન્સનો જવાબ આપી દીધો છે

કંગના રનૌત તથા તેની બહેન રંગોલી ચંદેલ 26 તથા 27 ઓક્ટોબરના રોજ મુંબઈ પોલીસ સમક્ષ હાજર થશે નહીં. આ વાતની માહિતી તેમના વકીલ રિઝવાન સિદ્દીકીએ આપી છે. સિદ્દીકીએ ટ્વિટર પર કહ્યું હતું, ‘મારી ક્લાયન્ટ કંગના તથા રંગોલી 26 તથા 27 ઓક્ટોબરના રોજ પોલીસ સ્ટેશનમાં હાજર થશે નહીં, કારણ કે હાલમાં બંને હોમ ટાઉનમાં નાના ભાઈના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. મેં સમન્સનો જવાબ આપી દીધો છે અને 15 નવેમ્બર પછીનો સમય માગ્યો છે.’

‘પોલીસને સમન્સનો જવાબ મળી ગયો છે’
અન્ય એક ટ્વીટમાં સિદ્દીકીએ કહ્યું હતું, ‘પોલીસને સમન્સ અંગે મારા ક્લાયન્ટ તરફથી મારો જવાબ મળી ગયો છે. તમામ નિર્ણયો કાયદામાં રહીને લેવામાં આવશે.’

વધુમાં સિદ્દીકીએ કહ્યું હતું, ‘મારી ક્લાયન્ટની સુરક્ષા તથા બચાવ માટે દરેક પ્રકારની કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. જોકે, જાહેરમાં આ અંગે બધું જ શૅર કરવું સમજદારી નથી. આશા છે કે તમે તમામ લોકો સમજશો. તમામના સહયોગની જરૂર છે.’

17 ઓક્ટોબરે FIR કરવામાં આવી હતી
કંગના તથા રંગોલી વિરુદ્ધ કોર્ટના આદેશને આધારે 17 ઓક્ટોબરના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવ્યો હતો. અરજીકર્તા વકીલ સાહિલ અશરફ અલી સૈયદે બાંદ્રા કોર્ટમાં દાખલ કરેલી એક અરજીમાં કહ્યું હતું, ‘કંગના રનૌત છેલ્લાં કેટલાંક મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝમ તથા ફેવરેટિઝમનું હબ ગણાવીને અપમાન કરી રહી છે. તે હિંદુ તથા મુસ્લિમ કલાકારોની વચ્ચે ભાગલા કરી રહી છે.’

આ કલમો હેઠળ કેસ નોંધાયો
બાંદ્રા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની ધારા 156 (3) હેઠળ FIR કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટનો આદેશ માનીને પોલીસે કંગના તથા તેની બહેન વિરુદ્ધ કલમ 153 A, 295 A, 124 A અને 34 હેઠળ કેસ કર્યો છે.1 Trackbacks & Pingbacks

  1. વકીલે કહ્યું- નાના ભાઈના લગ્નમાં વ્યસ્ત, 15 નવેમ્બર પછીનો સમય માગ્યો -

Leave a comment

Your email address will not be published.


*