લાલ કિલ્લો હિંસા કેસ: પોલીસને ખુલ્લો પડકાર આપનાર આરોપી લક્ખા સિધાનાએ પંજાબના મેહરાજમાં રેલી કરી, આ CM અમરિન્દરનું પૈતૃક ગામ


  • Gujarati News
  • National
  • Accused Lakkha Sidhana, Who Openly Challenged The Police, Rallied In Mehraj, Punjab, The Ancestral Village Of CM Amarinder.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બઠિંડા/નવી દિલ્હી14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બઠિંડામાં મેહરાજ રેલીમાં સફેદ શર્ટ અને બ્લૂ સ્વેટર પહેરેલ લખ્ખા સિધાના. તેણે બે દિવસ પહેલા જ દિલ્હી પોલીસને તેની ધરપકડ કરવા ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો.

  • દીપ સિદ્ધુને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

દિલ્હીમાં 26 જાન્યુઆરીની ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસાનો મોસ્ટ વોન્ટેડ આરોપી લક્ખા સિધાનાએ મંગળવારે મેહરાજમાં ખેડીટ રેલીમાં પહોંચ્યો હતો. બઠિંડા જિલ્લાનું મેહરાજ મુખ્યમંત્રી અમરિન્દર સિંહનું પૈતૃક ગામ છે. લક્ખા સિધાના પણ આ જ વિસ્તારનો રહેવાસી છે. આ પહેલા લક્ખાએ દિલ્હી પોલીસને સોશિયલ મીડિયા પર ખુલ્લો પડકાર આપ્યો હતો. લક્ખાએ કહ્યું હતું કે તે 23 ફેબ્રુઆરીએ બઠિંડાના મેહરાજમાં રોષ રેલીમાં સામેલ થશે. દિલ્હી પોલીસમાં દમ હોય તો મારી ધરપકડ કરી બતાવે.

આ તરફ, હિંસા કેસમાં અન્ય આરોપી દીપ સિદ્ધુને તીસ હજારી કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સિદ્ધુનાં સાત દિવસના પોલીસ રિમાન્ડ મંગળવારે પૂર્ણ થયા છે.

બઠિંડા SSPએ કહ્યું હતું, દિલ્હી પોલીસને સહકાર આપશે
બે દિવસ પહેલા બઠિંડાના SSP ભૂપીન્દર જીતસિંહ વિર્કએ કહ્યું હતું કે લક્ખા સિધાના પર બઠિંડામાં કોઈ કેસ નથી, પરંતુ જો દિલ્હી પોલીસ કાર્યવાહી કરે છે તો અમે તેમણે પૂરો સહકાર આપીશું. કોઈપણ પ્રકારની ગડબડી થવા દેવામાં આવશે નહીં. પંજાબમાં લક્ખા સામે 20 ગુના નોંધાયા હતા, જેમાંથી તે મુક્ત પણ થઈ ચૂક્યો છે.

લક્ખા સહિત પાંચ ઉપદ્રવીઓને શોધી રહી છે દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે લાલ કિલ્લા હિંસા કેસમાં પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ, જુગરાજસિંહ, ગુરજોત સિંહ અને હુરજંટ સિંહ પર એક-એક લાખ રૂપિયા અને જગબીર સિંહ, બ્બુતા સિંહ, સુખદેવ સિંહ સને ઇકબાલ સિંહ પર 50-50 હજાર રૂપિયા ઇનામની જાહેરાત કરી હતી. દીપ સિદ્ધુ, ઇકબાલ સિંહ અને સુખદેવ સિંહની દિલ્હી પોલીસ ધરપકડ કરી ચૂકી છે. પોલીસ આ પાંચ અન્ય ઉપદ્રવીઓને શોધી ર્હઈ છે. તેમાં લક્ખા સિધાના પણ સામેલ છે.

હિંસાના વધુ બે આરોપીઓની જમ્મુ-કાશ્મીરથી ધરપકડ
આ તરફ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લાલ કિલ્લા હિંસા મામલે 2 મોસ્ટ વોન્ટેડ આરોપીઓને જમ્મુ-કાશ્મીરથી ધરપકડ કરી છે. દિલ્હી પોલ્સ મુજબ તેમનું નામ મોહિંદર સિંહ ખાલસા અને મનદીપ સિંહ છે. બંને જમ્મુ કાશ્મીરના રહેવાસી છે. પોલીસે તેમણે કોરટમાં રજૂ કરીને રિમાન્ડ માંગશે. તેમાંથી મોહિંદર સિંહ યૂનાઈટેડ કિસાન ફ્રન્ટ જમ્મુ કાશ્મીરના અધ્યક્ષ છે.

ભાજપના નેતાનો દાવો- જર્મનીમાં કોંગ્રેસનાં કાર્યક્ર્મમાં પાકિસ્તાની ઝંડા લહેરાવ્યા
મુંબઈ ભાજપના પ્રવકતા સુરેશ નાખુઆએ આરોપ લગાવ્યા છે કે ‘ઇંડિયન ઓવરસીઝ કોંગ્રેસ’ (IOC)ના અધિકારીઓએ જર્મનીમાં કૃષિ કાયદા સામે પ્રદર્શનમાં પાકિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો. જો કે, IOCએ સોમવારે નિવેદન આપતા આ આરોપોને ફગાવ્યા હતા.

સુરેશ નાખુઆએ કોંગ્રેસ પર આરોપ લગાવતા ટ્વીટ કર્યું હતું કે રાહુલ ગાંધીની કોંગ્રેસ પાકિસ્તાનના હાથમાં છે. ઇંડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધિકારીઓએ જર્મનીમાં ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન દરમિયાન પાકિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો. નીલા રંગ (કપડામાં) ચરણ કુમાર છે જે પાકિસ્તાનનો ઝંડો પકડે છે. લાલ રંગ (કપડા)માં રાજ શર્મા છે જે IOC જર્મનીના કાર્યકર્તા છે. તેમણે ટ્વીટમાં કેટલાક લોકોની તસવીર પણ શેર કરી છે.

જો કે, IOC જર્મનીના અધ્યક્ષ પ્રમોદ કુમારના નામે જાહેર એક નિવેદનમાં કહેવામા આવ્યું છે કે IOC જર્મનીએ કોઈ પણ કાર્યક્ર્મનું આયોજન કર્યું નથી. જ્યારે, નાખુઆની શેર કરવામાં આવેલી આ તસવીરો પર તેમણે જણાવ્યું કે, રાજ શર્મા IOC જર્મનીમાં કાર્યકર્તા છે. શર્માની ઉંમર 65 વર્ષ છે, જ્યારે નાખુઆએ કોઈ યુવાન વ્યક્તિની તસવીર શેર કરી છે. તસવીરમાં ન તો અમારા કોઈ સભ્ય દેખાઈ રહ્યા છે અને પાકિસ્તાની ઝંડો લહેરાવતા લોકો સાથે પણ અમારો કોઈ સંબંધ નથી.1 Trackbacks & Pingbacks

  1. પોલીસને ખુલ્લો પડકાર આપનાર આરોપી લક્ખા સિધાનાએ પંજાબના મેહરાજમાં રેલી કરી, આ CM અમરિન્દરનું પૈતૃ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: