લાલ કિલ્લા હિંસા કેસ: જેલમાં બંધ દીપ સિદ્ધુના સોશિયલ મીડિયા દ્વારા વીડિયો અપલોડ; ટિકૈત અને લક્ખા સહિત 6 લોકોના ઉશ્કેરણીજનક ભાષણ બતાવાયા


  • Gujarati News
  • National
  • Deep Sidhu’s Video Uploaded Through Social Media; Provocative Speeches Of 6 People Including Tikait And Lakkha Were Shown

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી8 મિનિટ પહેલાલેખક: તોષી શર્મા

  • કૉપી લિંક

26 જાન્યુઆરીએ લાલ કિલ્લાની હિંસા કેસનો આરોપી દીપ સિદ્ધુ જેલમાં છે, પરંતુ તેણે ફરી એકવાર તેના ફેસબુક એકાઉન્ટ પરથી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ખુદ દીપ સિદ્ધુને નિર્દોષ બતાવવામાં આવ્યો છે અને ખેડૂત નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણો બતાવ્યા છે. આ વીડિયોમાં દીપ સિદ્ધુ વિરોધીઓને સમજાવતો નજરે પડી રહ્યો છે.

વીડિયોમાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત, ખેડૂત નેતા ગુરનામ ચઢૂની અને એક લાખના ઇનામી એક્ટિવિસ્ટ લખબીરસિંહ ઉર્ફે લક્ખા સિધાનાના ઉશ્કેરણીજનક ભાષણો છે.

7 મિનિટના વીડિયોમાં 7 લોકોના નિવેદન

1. રાકેશ ટિકૈત
વીડિયોમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની નિવેદન છે, જેમાં તેઓ ટ્રેકટર રોકવા પર દિલ્હી પોલીસને ધમકી આપતા નજરે પડી રહ્યા છે.

2. લક્ખા સિધાના
ગેંગસ્ટરથી સોશિયલ એક્ટિવિસ્ટ બનેલો લક્ખા સિધાના વિડિયોમાં ટ્રેકટર પરેસ નક્કી કરેલો રુટ તોડવાના ઇશારા કરી રહયા છે. તે કહી રહ્યો છે કે અમારા ટ્રેકટર પણ રિંગ રોડ તરફ જ જશે.

3. રાજીન્દરસિંહ દીપ
કિર્તી કિસાન સંગઠનનાં વીડિયોમાં રાજીન્દર સિંહ વીડિયોમાં કહેતા જોવા મળે છે કે 26 જાન્યુઆરીએ બધા ટ્રેક્ટર પોઇન્ટ પર ઉભા રહો અને આ દિવસે મોદીની ચર્ચા થવી જોઈએ નહીં, પરંતુ મોદીના ગળા પર ટ્રેકટર ચઢવાની ચર્ચા હોવી જોઈએ.

4. ગુરનામસિંહ ચઢૂની
હરિયાણાના ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢૂની આ વીડિયોમાં સરકારને ચેતવણી આપતો જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે કે 26મી તારીખે તમારી તૈયારી કરીને ટ્રેક્ટર સાથે આવી જાઓ. બળજબરીપૂર્વક

બેરીકેડ્સ તોડીને દિલ્હીમાં પ્રવેશ કરીશું. સરકાર ગોળી ચલાવે કે લાકડીઓ મારે, જે કરવાનું હોય તે કરી લે. 26 મીએ ફાઈનલ મેચ થશે.

5. સતનામ સિંહ પન્નૂ
સતનામ સિંહ પન્નૂનું જે નિવેદન છે, તેમાં ટ્રેકટર પરેડનો રુટ તોડવાની વાત કરવામાં આવી છે. પન્નૂ કહી રહ્યો છે કે અમે પોલીસ સાથે વાત કરી રહયા છીએ કે રિંગ રોડ પર જ જઈશું. જો તેઓ માની ગયા તો ઠીક, નહીં માને તો પણ જઈશું. જોઈએ સરકાર શું કરે છે.

6. સરવન સિંહ પંઢેર
ખેડૂત નેતા સરવન સિંહ પંઢેર કહી રહ્યા છે કે ટ્રેકટર પરેડના દિવસે લાલ કિલ્લા પર જઈને બેસી જાઓ, ત્યાથી આગળ ન જાઓ.

7. દીપ સિદ્ધુ
7 મિનિટના વીડિયોમાં દીપ સિદ્ધુનું 25મી જાન્યુયારીના રોજ રાત્રે આપવામાં આવેલ ભાષણને બતાવવામાં આવ્યું છે. આ ભાષણ સિંધુ બોર્ડર પર આપવામાં આવ્યું હતું. સ્ટેજ પર ઉભેલો દીપ સિદ્ધુ ભીડને સમજાવી રહેલો નજરે પડી રહ્યો છે કે ટ્રેકટર પરેડ માટે જે રુટ સંમતિ બાદ નક્કી કરવામાં આવ્યો છે, તેના પર જ જણાવો નિર્ણય કરો. આપણે સૌએ એકતા જાળવી રાખવાની છે.

ધરપકડ પહેલા દીપ સિદ્ધુએ ખેડૂત નેતાઓને ઉઘાડા પાડવાની ધમકી આપી હતી
દીપ સિદ્ધુને એક દિવસ પહેલા એટલે કે 23 ફેબ્રુઆરીએ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, સવાલ ઉભો થાય છે કે જ્યારે તે જેલમાં છે ત્યારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વીડિયો અપલોડ કેવી રીતે થઈ રહ્યા છે? જો કે, દિલ્હી પોલીસે પહેલેથી જ ખુલાસો કર્યો છે કે ટ્રેક્ટર પરેડની હિંસા બાદ દીપે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમેરિકાથી એક વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા હતા. આ કામ અહીં તેની એક મહિલા મિત્ર કરી રહી હતી.

ધરપકડ પહેલા પણ દીપ સિદ્ધુએ વીડિયો જાહેર કર્યો હતો. કેમાં તેણે કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર એવી જાણકારીઓ આપી શકે છે, જે ખેડૂત નેતાઓની સામે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

મહારેલીમાં પહોંચેલા લક્ખાએ ફેસબુક લાઈવ કર્યું
લાલ કિલ્લા હિંસાનો આરોપી લક્ખા હજી પણ પોલીસ પકડામાં આવ્યો નથી. જો કે, તે સતત ખેડૂતોના કાર્યક્ર્મમાં જોવા મળી રહ્યો છે. મંગળવારે તેણે પંજાબના બઠિંડામાં મહારેલી પણ કરી હતી. રેલીમાં તે પોતે મંચ પર પણ હાજર રહ્યો હતો. ત્યાર બાદ મંગળવાર રાત્રે જ ફેસબુક લાઈવ કર્યું અને મહારેલીમાં આવનારા ખેડૂતોનો આભાર માન્યો હતો.

ફરી પ્રદર્શંકારીઓને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા
લાઈવ દરમિયાન લક્ખા કહી રહ્યો છે કે મહારેલીથી સાબિત થઈ ગયું કે ખેડૂત જીતીને જ જશે. તે ખેડૂત નેતાઓને અપીલ કરી રહયો છે કે આપ સતત દિલ્હીમાં કાર્યક્ર્મ કરો. દિલ્હી પોલીસ નોટિસ આપી રહી છે, દરોડા પાડી રહી છે, યુવાઓની ધરપકડ કરી રહી છે, પ્રદર્શન સમાપ્ત કરવાની વાત કરી રહી છે. જો દિલ્હી પોલીસની કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તે હજી વધુ હેરાન કરશે. તેમને જડબાતોડ જવાબ આપવો પડશે.

Be the first to comment on "લાલ કિલ્લા હિંસા કેસ: જેલમાં બંધ દીપ સિદ્ધુના સોશિયલ મીડિયા દ્વારા વીડિયો અપલોડ; ટિકૈત અને લક્ખા સહિત 6 લોકોના ઉશ્કેરણીજનક ભાષણ બતાવાયા"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: