‘લક્ષ્મી બોમ્બ’નું ‘બુર્જ ખલીફા’ સોંગ રિલીઝ, ટ્રેલરની જેમ જ સોંગમાં પણ લાઈક-ડિસ્લાઈકનું ઓપ્શન ગાયબ


મુંબઈએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

‘લક્ષ્મી બોમ્બ’નું ટાઈટલ સોંગ ‘બુર્જ ખલીફા’ રિલીઝ થઈ ગયું છે. એક કલાકની અંદર ચાર લાખથી વધુ વ્યૂ આ સોંગને મળ્યા છે. જોકે, જે રીતે ફિલ્મના ટ્રેલરમાંથી લાઈક તથા ડિસ્લાઈક ઓપ્શન ગાયબ હતું, તે જ રીતે ટાઈટલ સોંગમાં પણ આ ઓપ્શન ગાયબ છે. આ ફિલ્મ 9 નવેમ્બરે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે.

બંનેની શાનદાર કેમિસ્ટ્રી
‘બુર્જ ખલીફા’માં અક્ષય તથા કિઆરાની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળે છે. ગીતમાં દુબઈના સુંદર દૃશ્યો જોવા મળે છે. અક્ષય કુમાર શેખના અંદાજમાં જોવા મળ્યો છે. આ ગીતને શશિ તથા ડીજે ખુશીએ કમ્પોઝ કર્યું છે અને આ જ બંનેએ ગીત ગાયું છે. લિરિક્સ ગગન આહુજાના છે.

મેકર્સે લાઈક-ડિસ્લાઈક ઓપ્શન હટાવ્યું
ઉલ્લેખનીય છે કે ટ્રેલરમાંથી પણ લાઈક-ડિસ્લાઈક ઓપ્શન રાખવામાં આવ્યું હતું. મેકર્સને આશા હતી કે આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળશે. જોકે, યુટ્યૂબ પરથી ફિલ્મના ટ્રેલરનું લાઈક્સ તથા ડિસ્લાઈક્સનું ઓપ્શન હટાવી દેવામાં આવ્યું હતું. ટ્રેલર જોયા બાદ તમે ટ્રેલરને લાઈક અથવા ડિસ્લાઈક કરી શકો છો પરંતુ અત્યાર સુધી કેટલા લોકોએ આ ટ્રેલરને લાઈક કર્યું કે ડિસ્લાઈક કર્યું તે જોઈ શકાતું નથી. સોંગમાં પણ આમ જ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ને 13 મિલિયનથી વધુ લોકોએ ડિસ્લાઈક કર્યું છે. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ ઉપરાંત અનન્યા પાંડે તથા ઈશાન ખટ્ટરની ફિલ્મ ‘ખાલી પીલી’ના ટ્રેલરને પણ લાઈક્સ કરતાં ડિસ્લાઈક્સ વધુ મળી છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી ચાહકોમાં સ્ટાર કિડ્સ પ્રત્યે આક્રોશ છે. સુશાંતના મોત બાદથી બોલિવૂડમાં નેપોટિઝમને મહત્ત્વ આપવમાં આવતું હોવાની વાત ચર્ચાઈ હતી. આથી જ ચાહકોને સ્ટાર કિડ્સ પ્રત્યે રોષ છે.

#ShameOnAkshayKumar ટ્રેન્ડ થયું હતું.
હાલમાં જ ટ્વિટર પર #ShameOnAkshayKumar ટ્રેન્ડ થયું હતું. અક્ષય કુમાર પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. ફિલ્મમાં અક્ષય કુમાર મુસ્લિમના રોલમાં છે અને કિઆરા અડવાણી હિંદુ છે. ફિલ્મમાં અક્ષય કુમાર, કિઆરા અડવાણી સાથે લગ્ન કરવા માગે છે. આ વાત પર સોશિયલ મીડિયા યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો અને ફિલ્મને બોયકોટ કરવાની માગણી કરી હતી. સાથે જ ફિલ્મના નામથી દેવી લક્ષ્મીનું અપમાન કરવાનો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા પણ ફિલ્મને બોયકોટ કરવાની માગણી ઉઠી હતી. તે સમયે અક્ષય કુમારે બોલિવૂડના ડ્રગ્સ કલ્ચર અંગે વાત કરી હતી. અક્ષયે કહ્યું હતું કે બોલિવૂડમાં ડ્રગ્સની સમસ્યા છે પરંતુ ઈન્ડસ્ટ્રીના દરેક લોકોને એક જ દૃષ્ટિકોણથી જોવા ખોટું છે. આ વીડિયો બાદ ચાહકો નિરાશ થયા હતા અને ત્યારબાદ અક્ષયની ‘લક્ષ્મી બોમ્બ’નો બોયકોટ કરવામાં આવે તેવી ડિમાન્ડ કરવામાં આવી હતી.

શા માટે ફિલ્મનું નામ ‘લક્ષ્મી બોમ્બ’?
એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મના ડિરેક્ટર રાઘવ લોરેન્સે કહ્યું, ‘અમારી તમિળ ફિલ્મનું નામ મુખ્ય કેરેક્ટર કાંચનાને ધ્યાનમાં લઈને રાખવામાં આવ્યું હતું. કાંચનાનો અર્થ સોનું થાય છે, જે લક્ષ્મીનું જ એક રૂપ છે. શરૂઆતમાં હિંદી રીમેકનું નામ પણ આ જ વિચાર્યું હતું પણ અમે નક્કી કર્યું કે આ નામ હિંદી દર્શકોને અપીલ કરતું હોવું જોઈએ તો તેના માટે લક્ષ્મીથી સારો વર્ડ શું હોઈ શકે! ભગવાનની કૃપાથી આ ફિલ્મમાં કાંચનાએ ધમાકો કર્યો હતો. આથી અમે હિંદી રીમેકને ‘લક્ષ્મી બોમ્બ’ નામ આપ્યું. જેમ લક્ષ્મી બોમ્બના ધડાકાને ભૂલાવી ના શકીએ તેમ લીડ કેરેક્ટર ટ્રાન્સજેન્ડર લક્ષ્મી પણ પાવરફુલ અને રેડિઅન્ટ છે. આથી આ ફિલ્મ માટે નામ પરફેક્ટ છે.’

તમિળ ફિલ્મની હિંદી રીમેક
આ ફિલ્મમાં અક્ષય તથા કિઆરા ઉપરાંત તુષાર કપૂર, શરદ કેલકર, અશ્વિની કલ્સેકર જેવા કલાકારો છે. ફિલ્મને ડિરેક્ટર રાઘવ લોરેન્સે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ તમિળ ફિલ્મ ‘કાંચના’ની હિંદી રીમેક છે. ‘લક્ષ્મી બોમ્બ’ પહેલા 22 મે, 2020ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને થિયેટર બંધ થઈ ગયા હતા. હવે 15 ઓક્ટોબરના રોજ થિયેટર ખુલી રહ્યા છે.

Be the first to comment on "‘લક્ષ્મી બોમ્બ’નું ‘બુર્જ ખલીફા’ સોંગ રિલીઝ, ટ્રેલરની જેમ જ સોંગમાં પણ લાઈક-ડિસ્લાઈકનું ઓપ્શન ગાયબ"

Leave a comment

Your email address will not be published.


*