[:en]રોહિત સહિત 3 પ્લેયર ટીમ ઈન્ડિયા સાથે જોડાયા: નેટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયામાં હાજર નટરાજન જ ઉમેશની જગ્યા લેશે, શમીની જગ્યાએ શાર્દૂલને તક[:]

[:en]રોહિત સહિત 3 પ્લેયર ટીમ ઈન્ડિયા સાથે જોડાયા: નેટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયામાં હાજર નટરાજન જ ઉમેશની જગ્યા લેશે, શમીની જગ્યાએ શાર્દૂલને તક[:]

[:en]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Natarajan, Who Is In Australia As A Net Bowler, Will Replace Umesh, Giving Shardul A Chance To Replace Shamin.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિડની11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નટરાજન અને શાર્દૂલને સીમિત ઓવરની સીરીઝ પછી ટીમ મેનેજમેન્ટે ઓસ્ટ્રેલિયામાં રોકી લીધા હતા. નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાયેલા હતા. આ બંને ખેલાડી હવે ઉમેશ અને શમીની જગ્યા લેશે. 

ઓસ્ટ્રેલિયા ટૂર દરમિયાન ટેસ્ટ સીરીઝ રમી રહેલી ભારતીય ટીમમાં રોહિત શર્મા સહિત 3 ખેલાડીઓ જોડાય ગયા છે. ઈજાને કારણે સીરીઝથી બહાર થયેલા ઉમેશ યાદવની જગ્યાએ નટરાજન અને મોહમ્મદ શમીના સ્થાને શાર્દૂલ ઠાકુરને 16 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારે આ અંગેની જાહેરાત કરી છે.

બંને ટીમ વચ્ચે 4 ટેસ્ટની સીરીઝ 1-1ની બરાબરી પર છે. બોર્ડર-ગાવસ્કર સીરીઝની બીજી ટેસ્ટ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે જીત હાંસલ કરી હતી. જ્યારે સીરીઝની પહેલી મેચ ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે જીતી હતી. સીરીઝની ત્રીજી ટેસ્ટ 7 જાન્યુઆરીએ સિડની અને અંતિ ટેસ્ટ 15 જાન્યુઆરીએ બ્રિસબેનમાં રમાશે.

રોહિત વાઈસ કેપ્ટન તરીકે ટીમ સાથે જોડાયો
રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તરીકે જોડાયો છે. આ વાત BCCIએ જણાવી. રોહિતને ટીમની સાથે ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. જેનો ફોટો BCCIએ જ શેર કર્યો હતો. સીરીઝની પહેલી ટેસ્ટ પછી રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી લીવ પર છે. જે બાદ અજ્કિંય રહાણે ટીમની કમાન સંભાળી રહ્યાં છે.

શાર્દૂલ અને નટરરાજન ઓસ્ટ્રેલિયામાં જ ઉપસ્થિત
નટરાજન અને શાર્દૂલને સીમિત ઓવરની સીરીઝ પછી ટીમ મેનેજમેન્ટે ઓસ્ટ્રેલિયામાં જ રોકી લીધા હતા. તેઓ નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાયા હતા. તેઓ હવે ઉમેશ અને શમીની જગ્યા લેશે. ઉમેશ અને શમી ફિટ થયા બાદ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ટ્રેનિંગ લેશે.

આપણાં ત્રણ પેસર ઈન્જર્ડ

  • ઈશાંત શર્માઃ ઓસ્ટ્રેલિયાની ટૂર પર ન જઈ શક્યો. તેની પીઠમાં દુખાવો છે.
  • મોહમ્મદ શમીઃ પહેલી ટેસ્ટ દરમિયાન પૈટ કમિન્સનો બોલ હાથમાં વાગ્યો. ફ્રેક્ચર થયું. દેશ પરત ફર્યો છે. 6 સપ્તાહ આરામ કરશે.
  • ઉમેશ યાદવઃ બીજી ટેસ્ટ દરમિયાન સાથળના સ્નાયુઓ ખેંચાય ગયા. દેશ પરત ફરી રહ્યો છે.

શાર્દૂલની બેટિંગ સ્કિલ્સનો ફાયદો મળી શકે છે
મુંબઈના ઓલરાઉન્ડર શાર્દૂલને સિડની ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનની મત મળી શકે છે. તે પેસર હોવાની સાથે જ લોઅર ઓર્ડરમાં સારી બેટિંગ પણ કરી શકે છે. BCCIના એક સૂત્રએ હાલમાં જ ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું- લોકો ટી નટરાજનને લઈને ખુશ અને ઉત્સુક છે. પરંતુ, તેને તમિલનાડુ માટે માત્ર એક ફર્સ્ટ ક્લાસ મેચ રમી છ.ે

શાર્દૂલ અનેક સીઝનથી મુંબઈ માટે રેડ બોલ ક્રિકેટ રમી રહ્યો છે. તેને વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ તક મળી હતી, પરંતુ બદનસીબે તે ઘાયલ થઈ ગયો અને એક ઓવર પણ પૂરી કરી શક્યો ન હતો. શાર્દૂલે અત્યાર સુધીમાં 62 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેને 206 વિકેટ લીધી છે. શાર્દૂલે પાંચ હાફ સેન્ચુરી પણ મારી છે.

[:]

Be the first to comment on "[:en]રોહિત સહિત 3 પ્લેયર ટીમ ઈન્ડિયા સાથે જોડાયા: નેટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયામાં હાજર નટરાજન જ ઉમેશની જગ્યા લેશે, શમીની જગ્યાએ શાર્દૂલને તક[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: