રૈનાની સિક્સર: ધોનીના પડછાયામાં જ નિવૃત્તિ લેનારા રૈનાને પૂછવામાં આવ્યું કે, તમારી નિવૃત્તિ પર માહીનું શું રિએક્શન હતું? તેણે પ્રશ્ન અવોઇડ કરતાં કહ્યું: wow! ચલો થેપલા ખાઈએ!

રૈનાની સિક્સર: ધોનીના પડછાયામાં જ નિવૃત્તિ લેનારા રૈનાને પૂછવામાં આવ્યું કે, તમારી નિવૃત્તિ પર માહીનું શું રિએક્શન હતું? તેણે પ્રશ્ન અવોઇડ કરતાં કહ્યું: wow! ચલો થેપલા ખાઈએ!


  • Gujarati News
  • Sports
  • Cricket
  • Raina, Who Retired In The Shadow Of Dhoni, Was Asked, “What Was Mahi’s Reaction To Your Retirement?” He Said Avoiding The Question: Wow! Let’s Eat Thepla!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી
  • તેની નિવૃત્તિના કલાકની અંદર રૈનાએ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું

ભારતનો પૂર્વ ઓલરાઉન્ડર સુરેશ રૈના આજે અમદાવાદ ખાતે એક ઇવેન્ટમાં આવ્યો હતો. 15 ઓગસ્ટ 2020ના રોજ મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ લીધી એના એક કલાકની અંદર રૈનાએ પણ નિવૃત્તિ જાહેર કરી હતી. તેણે કહ્યું કે, ધોની મારો મોટો ભાઈ છે. મેં નિવૃત્તિ કેમ લીધી તે વિશે હું જવાબ આપવા માગતો નથી, આ મારી પર્સનલ સ્પેસ છે. હું 15 વર્ષ ભારત માટે રમ્યો અને વર્લ્ડ કપ વિનિંગ ટીમનો ભાગ હતો. તે માટે ગ્રેટફુલ છું. ત્યારે દિવ્ય ભાસ્કરે પૂછ્યું કે, તમારી નિવૃત્તિ પર ધોનીનું શું રિએક્શન હતું? તો રૈનાએ પ્રશ્ન અવોઇડ કરતાં કહ્યું, wow! ચલો થેપલા ખાઈએ!

ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગનું સ્ટાન્ડર્ડ કેમ ડ્રોપ થઈ રહ્યું છે?
ભારતના શ્રેષ્ઠ ફિલ્ડર્સમાંથી એક રૈનાએ વર્તમાન સમયમાં ટીમ ઇન્ડિયાની ખરાબ ફિલ્ડિંગને ડિફેન્ડ કરતાં કહ્યું કે, લોકડાઉનમાં પ્લેયર્સ ગ્રાઉન્ડથી ખાસો સમય દૂર રહ્યા હતા. લોકો લોકડાઉનમાં કુકીંગ સુધી જ સીમિત રહ્યા હતા. જોકે, તેમણે તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં સારો દેખાવ કરીને ટેસ્ટ શ્રેણી જીતી હતી. આપણા પ્લેયર્સ સારી રમત જ દાખવી રહ્યા છે.

ફિટનેસ બાબતે વિરાટ રોલ મોડલ છે, નવી ફિટનેસ ટેસ્ટ ખેલાડીઓને મોનિટર કરવા માટે હોય શકે
રૈનાએ કહ્યું કે, “ફિટનેસ બાબતે વિરાટ ટીમ ઇન્ડિયાનો રોલ મોડલ છે. જ્યારે નવી ફિટનેસ ટેસ્ટ ખેલાડીઓને મોનિટર કરવા માટે હોય શકે છે. લોકડાઉનમાં બધા ઘણો સમય મેદાનથી દૂર રહ્યા હતા. ટીમ મેનેજમેન્ટ ઇચ્છતું હશે કે 100% ખબર પડે કોઈ ઈન્જર્ડ તો નથી. આગામી 3-4 વર્ષ માટે આ સિસ્ટમ દ્વારા ખેલાડીઓનું મોનિટરિંગ થઈ શકે છે. આ વિશે એકદમ ડીટેલમાં તો ટીમ ઇન્ડિયાના ટ્રેનરને જ ખબર હશે. અત્યારે આટલા બધા પ્લેયર્સ છે અને તે રીતે કોમ્પિટિશન પણ વધી છે. તો ફિલ્ડિંગ તો સારી હોવી જ જોઈએ.” ઉલ્લેખનીય છે કે, નવી ફિટનેસ ટેસ્ટમાં ખેલાડીઓએ 8 મિનિટ અને 30 સેકન્ડની અંદર 2 કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. જ્યારે ફાસ્ટ બોલર્સે 8 મિનિટ અને 15 સેકન્ડની અંદર આ અંતર કાપવાનું રહે છે.

અમદાવાદમાં મોટેરા અને ઇન્ટરનેશનલ ક્રિકેટ બદલ જય ભાઈને અભિનંદન
રૈનાએ કહ્યું કે, “અમદાવાદમાં વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા અને તેમાં થનાર બેક ટુ બેક ક્રિકેટ મેચીસ માટે જય ભાઈ (BCCI સેક્રેટરી જય શાહ)ને અભિનંદન. આ સુંદર સ્ટેડિયમ છે. હું તેમને લખનૌમાં મળ્યો હતો. તેઓ ક્રિકેટ માટે સતત સારા પગલાં લઈ રહ્યા છે.” ઉલ્લેખનીય છે કે, ભારત મોટેરા ખાતે છેલ્લે 6 નવેમ્બર 2014ના રોજ શ્રીલંકા સામે રમ્યું હતું. એ વનડેમાં 275 રનનો પીછો કરતાં ભારતે 44.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. અંબાતી રાયુડુએ 121 અને શિખર ધવને 79 રન બનાવી રનચેઝમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

રૈના અને ધોનીની નિવૃત્તિ પછી ચેન્નાઇ સુપરકિંગ્સ દ્વારા આ ફોટો શેર કરાયો હતો.

રૈના અને ધોનીની નિવૃત્તિ પછી ચેન્નાઇ સુપરકિંગ્સ દ્વારા આ ફોટો શેર કરાયો હતો.

અમદાવાદની પિન્ક બોલ ટેસ્ટ માટે NCAમાં તૈયારી કરી રહ્યા છે ખેલાડીઓ
ભારતની ટીમ ગઈ પિન્ક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે 36 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ વખતે પિન્ક બોલ ટેસ્ટમાં જેમ્સ એન્ડરસન અને જોફરા આર્ચર જેવા ફાસ્ટર્સનો સામનો કરવો પડશે. પિન્ક બોલમાં ઇન્ડિયા કેમ રમશે તે અંગે મિસ્ટર આઈપીએલે કહ્યું કે, આપણા બોલર્સ પણ નેશનલ ક્રિકેટ એકેડમીમાં રેડી થઈ રહ્યા છે. મોહમ્મદ શમી ઇન્જરીમાંથી કમબેક કરતાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. જસપ્રીત બુમરાહને પણ પિન્ક બોલ ટેસ્ટ પહેલાં આરામ અપાયો હતો. રવિન્દ્ર જાડેજા અને લોકેશ રાહુલની પણ વાપસી થશે. અમદાવાદમાં ડે-નાઈટ બહુ રસપ્રદ થશે. હું ઈચ્છીશ કે લોકો સ્ટેડિયમ જઈને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરે.

1 Trackbacks & Pingbacks

  1. wow! ચલો થેપલા ખાઈએ! – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: