- શનિવાર, 11 જુલાઈના રોજ રેખાના બંગલાનો સિક્યોરિટી ગાર્ડ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી
- BMCએ કાર્યવાહી કરીને બંગલાને સીલ કરીને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યો છે
દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 03:05 PM IST
મુંબઈ. રેખાના બંગલાનો સિક્યોરિટી ગાર્ડ કોરના પોઝિટિવ આવ્યા બાદ આ જ વિસ્તારના અન્ય ચાર બંગલાના વોચમેન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આ તમામને BMCના કોવિડ સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. કહેવાય છે કે આ લોકો નિયમિત રીતે એકબીજાને મળતા હતાં અને તે જ કારણથી તેમને ચેપ લાગ્ય છે. આ દરમિયાન રેખાએ કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડી છે અને પોતાને ઘરમાં જ ક્વૉરન્ટીન કરી છે.
રેખાના બંગલાના સિક્યોરિટી ગાર્ડ કોરોના પોઝિટિવ આવ્યા બાદ એક્ટ્રેસ, મેનેજર ફરઝાના તથા ઘરના ચાર અન્ય કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવાનો હતો. BMCની ટીમ જ્યારે રેખાના ઘરે આવી તો કોઈએ દરવાજો ખોલ્યો નહોતો.
મીડિયામાં ચાલતી ચર્ચા
ઈન્ડિયા ટીવીના રિપોર્ટ પ્રમાણે, BMCની ટીમે જ્યારે બંગલાનો દરવાજો ખખડાવ્યો ત્યારે રેખાની મેનેજરે તેમના આવવાનું કારણ પૂછ્યું હતું. ટીમે જ્યારે કહ્યું કે તેઓ કોરોના ટેસ્ટ માટે આવ્યા છે તો ફરઝાનાએ પોતાનો નંબર આપીને પછી વાત કરવાનું કહ્યું હતું.
મેનેજરે કહ્યું, રેખા એકદમ ફિટ છે
ત્યારબાદ BMC H પશ્ચિમ વોર્ડના મુખ્ય ચિકિત્સા અધિકારી સંજયે ફુદેએ ફરઝાનાને ફોન કર્યો હતો. ફરઝાનાએ ફોનમાં કહ્યું હતું કે રેખા એકદમ ફિટ છે અને સ્વસ્થ છે. તે પોતાનું કામ સહજતાથી કરે છે. તે કોઈના સંપર્કમાં નથી આવી અને તેથી જ તે પોતાનો ટેસ્ટ કરાવશે નહીં.
સેનિટાઈઝ કરવા માટે પણ દરવાજો ના ખોલ્યો
ત્યારબાદ BMCની બીજી ટીમ રેખાના ઘરને સેનિટાઈઝ કરવા માટે ગઈ હતી. તેમણે ઘરને અંદરથી સેનિટાઈઝ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. ટીમ માત્ર ઘરના બહાર ભાગમાંથી અને આસપાસના વિસ્તારને જ સેનિટાઈઝ કરીને પરત ફરી હતી.
કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી
રિપોર્ટ પ્રમાણે, BMCના અધિકારીએ કહ્યું હતું કે રેખા ઘરની બહાર ભાગ્યે જ નીકળે છે અને ના તો કોઈને મળે છે. આટલી સાવધાની રાખવામાં કોઈ વાંધો નથી. જોકે, તેમના માટે કોવિડ 19નો ટેસ્ટ કરાવવાનો જરૂરી છે, કારણ કે કોઈ પણ ચેપગ્રસ્ત વ્યક્તિના નિકટના સંપર્કમાં આવેલી દરેક વ્યક્તિએ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.
બાંદ્રામાં રેખાનો બંગલો
બ્રાંદ્રાના બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં રેખાનો ‘સી-સ્પ્રિંગ્સ’ બંગલો છે. આ બગંલાની બહાર હંમેશાં બે સિક્યોરિટી ગાર્ડ હોય છે, આમાંથી એક ગાર્ડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગાર્ડ કોરોના પોઝિટિવ થતાં જ BMCએ બંગલાને સીલ મારીને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યો હતો.
Be the first to comment on "રેખાના ઘરની આસપાસ ચાર અન્ય ગાર્ડ પોઝિટિવ, રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટ્રેસે ટેસ્ટ કરાવવાની ના પાડી, BMCની ટીમને ઘરમાં ના આવવા દીધી"