રિલેક્સેશન: પ્રેક્ટિસ નહોતી તો પણ બહાર જવા ના મળ્યું, ક્રિકેટર્સે સ્પા કરી ફેમિલી સાથે રજા પસાર કરી

રિલેક્સેશન: પ્રેક્ટિસ નહોતી તો પણ બહાર જવા ના મળ્યું, ક્રિકેટર્સે સ્પા કરી ફેમિલી સાથે રજા પસાર કરી


  • Gujarati News
  • Sports
  • Cricket
  • Even If There Was No Practice, They Could Not Go Out, The Cricketers Spent A Holiday With Their Families At The Spa

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રેક્ટિસ બાદ શર્ટલેસ થયા ઉમેશ યાદવ અને હાર્દિક પંડ્યા.

રવિવારનો દિવસ ઈંગ્લેન્ડ અને ઈન્ડિયાના ખેલાડીઓ માટે રીલેક્સ ડે રહ્યો હતો. આ દિવસે ખેલાડીઓએ બાયોબલમાં હયાત રેજન્સી હોટેલમાં જ સાથી ક્રિકેટર્સ અને ફેમિલી સાથે સમય વિતાવ્યો હતો. ક્રિકેટના પ્રવાસ, પ્રેક્ટિસથી રીલેક્સ થવા માટે ઈન્ડિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓએ સ્પાની મજા માણી રીલેક્સ કર્યો હતો.

હોટેલ્સના રૂમમાં જ ઈનડોર ગેમ્સ રમ્યા હતા. રિદ્ધિમાન સાહા અને તેની વાઈફ રોમી મિત્રાએ અગાસી પર પહોંચી સવારનો સમય ચા પીતા સાથે વિતાવ્યો હતો. તો આર અશ્વિને પણ ઈનડોર ગેમ્સ રમતો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. એક દિવસ માટે પ્રેક્ટિસ ના હોવાથી કેટલાક ખેલાડીઓએ કિડ્સ ઝોનમાં જઈને પોતાના બાળકો સાથે સમય વિતાવ્યો હતો. રૂમમાં જ રહીને આગામી મેચની તૈયારીઓ પણ ઈન્ડિયન ક્રિકેટર્સે કરી હતી. મેચ પહેલા જ ખેલાડીઓ ઉત્સાહમાં જોવા મળ્યા હતા.

હયાત રેજન્સીમાં રોકાએલી બન્ને ટીમના ખેલાડીઓમાંથી ઈંગ્લેન્ડના ખેલાડીઓએ બાલ્કનીમાંથી ઉભા રહીને રીવરફ્રન્ટના નજારાને તેમના કેમેરામાં કેદ કર્યો હતો આ ઉપરાંત શહેરની કેટલીક તસવીરો પણ તેમને લીધી હતી. તેમાં પણ આ ખેલાડીઓમાંથી જોફ્રા આર્ચરે શહેરના કેટલાક વીડિયો પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યા હતા. આગામી દિવસોમાં ટીમ એક મહિના સુધી અમદાવાદમાં જ રોકાશે ત્યારે શહેરીજનોમાં આવનારી મેચોને લઈને પહેલાથી જ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચાની ચૂસકીઓ સાથેની સવાર: રિદ્ધિમાન સાહા અને તેની વાઈફ રોમી મિત્રાએ હોટેલની અગાસી પર મોર્નિંગ ટાઈમ વિતાવ્યો. રોમી મિત્રાએ પાછળ બેસીને ચાની ચૂસકીઓ લેતા હસબન્ડ સાહાની તસવીર લીધી હતી. સાહા પણ મેચ પહેલા હળવાસના મૂળમાં નજરે પડ્યો હતો.

મોનોપોલી ઈનડોર ગેમ: આર અશ્વિને હળવાશના દિવસમાં મોનોપોલી ઈનડોર ગેમ્સ રમતો ફોટો શેર કર્યો. ગ્રાઉન્ડ પર રહીને બોલિંગથી દિગ્ગજ ખેલાડીઓને પેવેલિયન સુધી ધકેલતા અશ્વિને અહીં સાથીઓ સાથે ઈનડોર ગેમની મજા માણી હતી. જેની તસવીર તેને શેર કરી હતી.

રિવરફ્રન્ટ પર ક્રિકેટ ફિવર : રિવરફ્રન્ટ ખાતે યોજાઇ રહેલા કાર્નિવલમાં રવિવારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં અને ફોટો લીધા હતાં.

રિવરફ્રન્ટ પર ક્રિકેટ ફિવર : રિવરફ્રન્ટ ખાતે યોજાઇ રહેલા કાર્નિવલમાં રવિવારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં અને ફોટો લીધા હતાં.

1 Trackbacks & Pingbacks

  1. પ્રેક્ટિસ નહોતી તો પણ બહાર જવા ના મળ્યું, ક્રિકેટર્સે સ્પા કરી ફેમિલી સાથે રજા પસાર કરી – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: