રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં ગુગલ રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવાની તૈયારીમાં, એક સપ્તાહમાં જાહેરાત થઇ શકે છે


  • જો આ રોકાણ આવે તો ફેસબુક બાદ જિયો પ્લેટફોર્મ્સમાં બીજું સૌથી મોટું રોકાણ હશે
  • જિયોમાં હિસ્સેદારી વેચી અને રાઈટ્સ ઈશ્યુ મારફત રિલાયન્સે રૂ. 1.70 લાખ કરોડ મેળવ્યા

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 07:23 PM IST

નવી દિલ્હી. પાછલા અમુક મહિનાઓથી રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સ તેમાં આવેલા રોકાણને લઈને ચર્ચામાં રહ્યું છે. કંપનીમાં ફરી મોટું રોકાણ આવે તેવા સંકેતો મળી રહ્યા છે. ટેક કંપની ગુગલ જિયો પ્લેટફોર્મ્સમાં હિસ્સેદારી ખરીદવા વાતચીત કરી રહી છે. એક રિપોર્ટ મુજબ ગુગલ આ માટે 4 અબજ ડોલર (અંદાજે રૂ. 30 હજાર કરોડ)નું રોકાણ કરશે. આ અંગેની જાહેરાત આવતા અમુક દિવસોમાં થઇ શકે છે.

જિયોમાં આ બીજું સૌથી મોટું રોકાણ થઇ શકે છે
જો ગૂગલ રિલાયન્સ જિયોમાં આ રોકાણ કરે છે, તો કંપનીને મળનારું આ 14મું રોકાણ હશે. સાથે જ તે બીજા નંબરનું સૌથી મોટું રોકાણ પણ હશે. અગાઉ ફેસબુકે રૂ. 43 હજાર કરોડનું રોકાણ કર્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને બુધવારે વાર્ષિક સાધારણ સભા (AGM) છે. એવી સંભાવના છે કે ચેરમેન મુકેશ અંબાણી AGMમાં ​​આ સોદા અંગે સંકેત આપી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એપ્રિલથી જિયોમાં હિસ્સો વેચીને અને રાઇટ્સ ઇશ્યુ સહિત કુલ રૂ. 1.70 લાખ કરોડ મેળવ્યા છે.

ગુગલ ભારતમાં રૂ. 75,000 કરોડનું રોકાણ કરશે
ગુગલ ફોર ઈન્ડિયા ઇવેન્ટમાં ગુગલના CEO સુંદર પિચાઇએ કહ્યું કે ગુગલ ભારતના ડિજિટાઇઝેશન માટે અનેક ઘોષણાઓ કરવા માટે ઉત્સાહિત છે. અમે ભારતમાં, આગામી 5-7 વર્ષમાં 75,000 કરોડ અથવા 10 અબજ ડોલર રોકાણ કરશે. આ રોકાણ ઈક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, પાર્ટનરશિપ અને ઓપરેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફત થશે.

જિયો પ્લેટફોર્મ્સમાં અત્યાર સુધીમાં 25.24% હિસ્સેદારી વેચી
આ વર્ષે એપ્રિલમાં જિયો પ્લેટફોર્મ્સમાં ફેસબુકે રૂ. 43,573.62 કરોડનું રોકાણ કર્યું હતું. ત્યારથી લઇ અત્યાર સુધીમાં કંપનીમાં કુલ રૂ. 1.18 લાખ કરોડનું રોકાણ આવ્યું છે. જિયો પ્લેટફોર્મ્સમાં અત્યાર સુધીમાં 25.24% હિસ્સેદારી વેચી છે. સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી, જનરલ એટલાન્ટિક, KKR, મુબાડલા અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, TPG, એલ કેટરટન, PIF અને ઇન્ટેલ દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યું છે.

1 Trackbacks & Pingbacks

  1. રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સમાં ગુગલ રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવાની તૈયારીમાં, એક સપ્તાહમાં જાહે

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: