રિયા ચક્રવર્તીએ પહેલીવાર સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શેર કરી, લખ્યું – ખરતા તારા પાસે તને પાછો માગીશ


  • વોટ્સએપ ડીપીમાં પણ સુશાંત સાથેનો ફોટો રાખ્યો

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 06:45 PM IST

સુશાંત સિંહે દુનિયાને અલવિદા કહ્યું તેને એક મહિનો થયો. એક મહિના બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર સુશાંતને લઈને તેના દિલની વાત શેર કરી છે. તેણે વોટ્સએપ પર ડીપી બદલીને સુશાંત અને તેનો હસતો ફોટો સેટ કર્યો છે. સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શેર કરી લખ્યું કે, 30 દિવસ તને ખોવાના પણ જીવનભર તને પ્રેમ કરવાના.

ગણિતના સૂત્રોથી જિંદગીનો અર્થ સમજાવ્યો 
રિયાએ સુશાંત સાથેના હેપ્પી ફોટોઝ શેર કરી લખ્યું, મારી લાગણીનો સામનો કરવા માટે હજુ સ્ટ્રગલ કરી રહી છું. દિલમાં એક ખાલીપો છે જેનું સ્થાન કોઈ લઇ શકે એમ નથી. તે મને પ્રેમમાં વિશ્વાસ કરતા અને તેની તાકાતમાં ભરોસો કરતા શીખવ્યું. તે મને શીખવ્યું કે, કઈ રીતે ગણિતનું એક સામાન્ય સૂત્ર પણ જીવનનો અર્થ સમજાવે છે અને હું તને વચન આપું છું કે મેં તારી પાસેથો રોજ કંઈક શીખ્યું છે. 

ગેલેક્સીએ મહાન ફિઝિસીસ્ટને આવકાર્યો 
મને ખબર છે કે તું અત્યારે ઘણી શાંતિવાળી જગ્યા પર હોઈશ. ચંદ્ર, તારાઓ અને ગેલેક્સીએ મહાન ફિઝિસીસ્ટને હાથ ફેલાવીને આવકાર્યો હશે. 

ખરતા તારા પાસેથી તને પાછો માગીશ 
ખુશી અને લાગણીથી ભરેલો માણસ, તું એક ખરતા તારાને પણ પ્રકાશિત કરી શકે છે, અને હવે તું એક છે. હું મારા ખરતા તારા માટે રાહ જોઇશ અને તને મારી પાસે પાછા લઇ આવવાની વિશ માગીશ.

આપણો પ્રેમ વ્યક્ત કરવા માટે શબ્દો પૂરતા નથી 
એક સારા માણસમાં જે હોય એ બધું જ તારામાં હતું, મહાન અજાયબી જે દુનિયાએ જોઈ હતી. આપણો પ્રેમ વ્યક્ત કરવા માટે મારા શબ્દો પૂરતા નથી અને મને લાગે છે કે તું જ્યારે કહેતો કે આ આપણા બંનેના કાબુ બહારની વસ્તુ છે ત્યારે તું એકદમ સાચો હતો. તે ખુલ્લા દિલે બધાને પ્રેમ કર્યો, અને હવે તે મને બતાવ્યું કે આપણો પ્રેમ ખરેખર વધુને વધુ ઝડપથી વધતો જાય છે. સુશી તને શાંતિ મળે. 30 દિવસ તારી ખોટ પડ્યાને પરંતુ જીવનભરનો સમય તને પ્રેમ કરવા માટે.

વોટ્સએપ ડીપી બદલ્યું 
રિયા ચક્રવર્તીએ તેના વોટ્સએપનું ડીપી બદલીને તેનો અને સુશાંતનો ફોટો સેટ કર્યો છે.Be the first to comment on "રિયા ચક્રવર્તીએ પહેલીવાર સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શેર કરી, લખ્યું – ખરતા તારા પાસે તને પાછો માગીશ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: