[:en]રિપોર્ટ: કોરોનાને કારણે અમદાવાદમાં મકાનના વેચાણમાં 10 વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો, હાઉસિંગ સેલ્સ 61% ઘટ્યું[:]

[:en]

  • Gujarati News
  • Business
  • Corona Caused The Biggest Drop In House Sales In Ahmedabad In 10 Years, With Housing Sales Down 61%

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોરોનાએ રિયલ એસ્ટેટ માર્કેટની હાલત 2020માં ખરાબ કરી નાખી હતી. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઇટ ફ્રેંક ઈન્ડિયાએ તાજેતરમાં દેશના અગ્રણી શહેરોના રિયલ એસ્ટેટ માર્કેટ પર રિપોર્ટ તૈયાર કર્યો છે અને આ રીપોર્ટ મુજબ 2020 દરમિયાન મકાનોના વેચાણમાં 61% જેવો ઘટાડો થયો છે જે વીતેલા 10 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. તેવી જ રીતે નવા હાઉસિંગ પ્રોજેક્ટના લોન્ચિંગમાં પણ 36% જેવો ઘટાડો નોંધાયો છે. જોકે, રિયલ એસ્ટેટ સેક્ટર માટે સારી બાબત એ છે કે, 2020ના ચોથા ત્રિમાસિક ગાળામાં ઇન્ડસ્ટ્રીમાં થોડી રીકવરીની શરૂઆત થઇ છે. નાઇટ ફ્રેંકના નેશનલ ડિરેક્ટર બલબિરસિંઘ ખાલસાએ જણાવ્યુ હતુ કે, અમદાવાદ ટોચના આઠ શહેરોની તુલનામા અત્યંત એફોર્ડેબલ માર્કેટ હોવા છતાં બેરોજગારી અને આવકમાં સંભવિત અસ્થિરતાને કારણે રેસિડેન્શિયલ ડિમાન્ડને ખરાબ અસર થઇ છે.

2020માં માત્ર 6506 મકાનો વેચાયા
નાઇટ ફ્રેંકના રિપોર્ટ મુજબ 2019માં અમદાવાદમાં 16713 મકાનો વેચાયા હતા તેની સામે 2020માં માત્ર 6506 નવા ઘરનું જ વેચાણ થયું હતું. જાન્યુઆરીથી જૂનના હાફ યર્લી પિરિયડમાં 2520 મકાનો વેચાયા હતા જયારે જુલાઈ-ડિસેમ્બરમાં 3986 મકાનો વેચાયા હતા. બલબિરસિંઘ ખાલસાએ કહ્યું કે, વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પુનઃશરૂ થઇ જતા, હોમ લોનના નીચા દરો અને ડેવલપર્સ દ્વારા કરવામાં આવતી આક્રમક વાટાઘાટોને કારણે વર્ષના ચોથા ક્વાર્ટરમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર-ડિસેમ્બરના ગાળામાં ઘરના વેચાણમાં 67% વૃદ્ધિ થઇ છે.

અર્ધવાર્ષિક ગાળામાં અમદાવાદમાં મકાનોનું વેચાણ

વર્ષ જાન્યુઆરી-જૂન જુલાઈ-ડિસેમ્બર
2016 8556 7400
2017 7941 7800
2018 8087 8101
2019 8212 8501
2020 2520 3986

સંદર્ભ: નાઇટ ફ્રેંક ઇન્ડિયા

નવા મકાનોનું લોન્ચિંગ નોંધપાત્ર ઘટ્યું
રિપોર્ટ અનુસાર, વર્ષ 2019માં અમદાવાદમાં 11,487 નવા મકાનો બન્યા હતા તેની સામે 2020માં 7,372 મકાનોનું લોન્ચિંગ થયું હતું. કોરોનાને કારણે લાગેલા લોકડાઉનની સ્થિતિમાં જાન્યુઆરીથી જૂનના ગાળામાં માત્ર 2627 યુનિટ નવા ઘરોનું લોન્ચિંગ થયું હતું તેની સામે જુલાઈ-ડિસેમ્બરમાં 4745 યુનિટ નવા મકાનો લોન્ચ થયા હતા.

રિપોર્ટના મહત્વના મુદ્દા

  • અમદાવાદમાં 7,372 યુનિટ્સ લોચ કરવામાં આવ્યા હતા, ત્યારે 2020માં 6,506 ઘર વેચાણો નોંધાયા હતા. 2020ના બીજા તબક્કામાં શહેરમાં રહેણાંક પ્રોડક્ટસની કિંમતમાં વાર્ષિક ધોરણે 3%નો ઘટાડો થયો હતો અને રૂ. 30,215/ચો.મી (રૂ. 2,807/ચો.ફૂટ) રહ્યા હતા. તેના માટે વેચાણ મંદીને નાથવા માટે ડેવલપર્સ દ્વારા કરવામાં આવેલી આક્રમક વાટાઘાટો જવાબદાર હતી.
  • રૂ. 50 લાખના ટિકીટ સાઇઝથી નીચે, જેની માગ હંમેશા અમદાવાદમાં જોવામાં આવીલ છે તેન હિસ્સો 2020ના બીજા તબક્કામાં 69% રહ્યો હતો. જ્યારે રૂ. 2-5થી રૂ. 25 લાખના પેટા સેગમેન્ટનો હિસ્સો કુલ વેચાણમાં 43% હિસ્સો હતો, જ્યારે 25 લાખથી નીચે ટિકીટ સાઇઝમાં વેચાયેલી પ્રોપર્ટી આશરે 26% હિસ્સો ધરાવતી હતી.
  • 2020ના બીજા તબક્કામાં કુલ વેચાણના 34% વેચાણ ઉત્તર ઝોનમાં થયા હતા. નાના ચિલોડા, ન્યુ રાણીપ, ગોતા અને ચાંદખેડા જેવા સ્થળો કે જ્યાં એફોર્ડેબલ પ્રોડેક્ટસ પર ભારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે તેણે ખાસ કરીને બ્લુ-કોલર્ડ વર્કીંગ વસ્તીનો સમાવેશ કરતા લોકોને આકર્ષતા સારી કામગીરી કરી હતી.
  • આ સમયગાળા દરમિયાનના કુલ વેચાણના 24% વેચાણો પશ્ચિમના માઇક્રો માર્કેટ્સ જેમ કે સાઉથ બોપલ, શેલા, થલતેજ ને સાયંસ સિટી રોડ પર ઝડપથી વિકસતા સામાજિક આંતરમાળખા અને રોડ કનેક્ટીવિટીમાં સધારો થવાને થયા હતા.
  • લોન્ચીસના સંદર્ભમાં કુલ નવા લોન્ચીઝના 66% રૂ. 50 લાખથી નીચેની ટિકીટ સાઇઝમાં થયા હતા અને રૂ. 25 લાખ રૂ. 50 લાખ ટિકીટ સાઇઝમાં 2020ના બીજા તબક્કામાં કુલ લોચીઝના 44% અનુભવાયા હતા, જ્યારે 5% લોન્ચીઝ રૂ. 75 લાખથી એક કરોડની નીચેના હતા.
  • 2017થી અત્યાર સુધીમાં વણવેચાયેલી ઇન્વેન્ટરીમાં આશરે 67%નો ઘટાડો થયો છે, કેમ કે ડેવલપર્સે પ્રવર્તમાન ઇનેવન્ટરી ઘટાડવા માટે સભાન પ્રયત્નો કર્યા હતા. તે ક્વાટર્સ ટુ સેલ (QTS) સ્તરને સ્થિર વેચાણની સામે ઘટાડવામા કારણભૂત બન્યા હતા અને વણવેચાયેલી ઇન્વેન્ટરી સ્તરે 2017ના પ્રથમ તબક્કામાં 7.7 હતુ તે 3.6 ક્વાર્ટર્સ સુધી ઘટાડી શક્યા હતા.

[:]

Be the first to comment on "[:en]રિપોર્ટ: કોરોનાને કારણે અમદાવાદમાં મકાનના વેચાણમાં 10 વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો, હાઉસિંગ સેલ્સ 61% ઘટ્યું[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: