રિઝર્વ બેંકનો નિર્ણય: RBIએ ટૂંકા ગાળાનો ધિરાણદર 4% યથાવત્ જાળવ્યો


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • તમામ લોન ઉપરના વ્યાજદર નહિં વધે કે, ડિપોઝીટ ઉપરના વ્યાજદર પણ નહીં ઘટે

સતત વધી રહેલા કોરોનાના કેસો, ફુગાવાની અસામાન્ય સ્થિતિને ધ્યાનમાં લઇને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બુધવારે રેપોરેટ 4 ટકાના સ્તરે જાળવી રાખવાની જાહેરાત કરી છે. તેના કારણે તમામ લોન ઉપરના વ્યાજદર નહિં વધે કે, ડિપોઝીટ ઉપરના વ્યાજદર પણ નહિં ઘટે. સાથે સાથે એ પણ સ્પષ્ટ થઇ ગયું છે. સરકારે તાજેતરમાં નાની બચત યોજનાઓ ઉપરના વ્યાજદરમાં ઘટાડો કર્યા પછી નિર્ણય પાછો ખેંચી લીધો હતો. તેના કારણે એવી દહેશત સેવાતી હતી કે આરબીઆઇ વ્યાજના દરોમાં ઘટાડો કરી શકે છે. પરંતુ રેપોરેટ, રિવર્સ રેપોરેટ યથાવત જાળવી રખાયા છે.

આરબીઆઇએ એવી હૈયાધારણા આપી છે કે, ભવિષ્યમાં જરૂર જણાશે તો અર્થતંત્રને ટેકો આપવા માટે વ્યાજદર ઘટાડવા તૈયાર છે. આરબીઆઇની સેન્ટ્રલ મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના નિર્ણયની જાહેરાત કરતાં સેન્ટ્રલ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું કે, દેશનો આર્થિક વિકાસદર જળવાઇ રહેવાની સંભાવના છે. જોકે, થોડી કોરોનાની અસર જોવા મળી શકે છે. ફુગાવા ઉપર પણ બેન્કની નજર છે.

રેપોરેટની સાથે સાથે બેન્કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ અને બેન્ક રેટ 4.25 ટકાના સ્તરે જ જાળવી રાખ્યા છે. રિવર્સ રેપો રેટ (બેન્કો પાસેથી ડિપોઝિટ ઉપર આરબીઆઇ તરફથી ચૂકવાતો રેટ) પણ 3.35 ટકાના સ્તરે યથાવત્ રખાયો છે. એમપીસીના તમામ સભ્યોએ સર્વાનુમતે રેપોરેટ યથાવત જાળવી રાખવાની ભલામણ કરી છે.

એમપીસીની ચાલુ નાણાકીય વર્ષની આ સૌપ્રથમ બાય-મન્થલી મિટિંગ હતી. સરકારે ફુગાવાનો દર 4 ટકા જાળવી રાખવા કરેલી સૂચનાને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષ માટેનો આર્થિક વૃદ્ધિદર અંદાજ 10.5 ટકા જાળવી રાખ્યો છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં ફુગાવો વધી 5.2 ટકા રહેવાનો પણ કમિટીએ અંદાજ મૂક્યો છે. જે નાણાકીય વર્ષ 2023ના Q3માં ઘટી 4.4 ટકા થવાનો અંદાજ દર્શાવાયો છે.

છેલ્લે તા. 22 મે-2020ના રોજ આરબીઆઇએ તેનો પોલિસી રે સુધારાની ઐતિહાસિક નીચો રાખ્યો હતો. માર્ચ અને મે-2020 દરમિયાન આરબીઆઇએ રેપો રેટમાં 115 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો.

રિટેલ ફુગાવો ફેબ્રુઆરીમાં 5.03 ટકાની 3 માસની ટોચે

રિટેલ ફુગાવો ફેબ્રુઆરીમાં ત્રણ માસની ટોચે 5.03 ટકા જ્યારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારીત રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં 4.06 ટકાના સ્તરે હતો. આ ગાળા દરમિયાન કોવિડ-19ના કેસોની રોજની સંખ્યા 90000 ઉપર પહોંચી હતી અને લોકડાઉનના કારણે આર્થિક પ્રવૃત્તિઓ ખોરવાઇ ગઇ હતી.

રૂ. 1 લાખ કરોડની G-sec ખરીદાશે
જી-સેક એક્વિઝિશન પ્રોગ્રામ અથવા G-SAP 1.0. કાર્યક્રમ હેઠળ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 1 લાખની સરકારી સિક્યુરિટીઝ ખરીદવાની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કો 15 એપ્રિલે 25000 કરોડની ખરીદી થશે.
{રાજ્યોની WMA લિમિટ વધારી રૂ. 47100 કરોડ કરાઇ: રાજ્યોની WMA લિમિટ રૂ. 32225 કરોડથી 46 ટકા વધારી રૂ. 47010 કરોડ કરાઇ છે. પેન્ડેમિકને ધ્યાનમા રાખી 30 સપ્ટે.-21 માટે વચગાળાની WMA લિમિટ વધારી રૂ. 51560 કરોડકરાઇ છે.​​​​​​​

આરબીઆઇ મોનેટરી પોલિસીની હાઇલાઇટ્સ

  • ​​​​​​​ગ્રોથને ટેકો આપવા માટે ફુગાવો નિર્ધારિત લક્ષ્યાંકે રહેવા સાથે મોનેટરી પોલિસી સ્ટેન્સ એકોમોડેટિવ રાખ્યું છે.
  • જૂનમાં 26.2%, સપ્ટેમ્બરમાં 8.3%, ડિસેમ્બરમાં 5.4% અને માર્ચમાં 6.2%નો આર્થિક વૃદ્ધિદર લક્ષ્યાંક
  • રિટેલ ફુગાવાનો દર સુધારી માર્ચ ક્વાર્ટર માટે 5 ટકા, જૂન અને સપ્ટે. ક્વાર્ટર માટે 5.2 ટકા કરાયો
  • પેમેન્ટ બેન્ક્સના વ્યક્તિગત કસ્ટમર્સ દીઠ દિવસના અંતે મેક્સિમમ બેલેન્સ લિમિટ રૂ. એક લાખથી વધારી રૂ. બે લાખ કરાઇ
  • ARCsની કામગીરીના રિવ્યુ માટે એક કમિટીની સ્થાપના કરાશે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે…

Be the first to comment on "રિઝર્વ બેંકનો નિર્ણય: RBIએ ટૂંકા ગાળાનો ધિરાણદર 4% યથાવત્ જાળવ્યો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: