રામ અંગે નેપાળનો દાવોઃ 2000 વર્ષથી વધારે જૂની વાલ્મીકિ રામાયણ અને હજાર વર્ષથી જૂના સ્કંદ પુરાણમાં રામની જન્મભૂમિ સરયૂના કિનારે વસેલું અયોધ્યા


  • સરકારથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી અયોધ્યાને જ રામની જન્મભૂમિ માનવામાં આવ્યું છે
  • સ્કંદ પુરાણના બે શ્લોકમાં જન્મ ભૂમિની સૌથી સટીક લોકેશન છે

દિવ્ય ભાસ્કર

Jul 15, 2020, 09:00 AM IST

નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીએ ભગવાન રામને નેપાળી હોવાના નિવેદને રામના નામે રાજકારણને ફરી વેગ આપ્યું છે. હકીકત એ છે કે, ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, જે ઉત્તરપ્રદેશમાં છે. 2019માં સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના નિર્ણયમાં સ્વીકાર કર્યું હતું કે, અયોધ્યા જ ભગવાન રામનું જન્મ સ્થાન છે.

આ નિર્ણયમાં પુરાતત્વવિદોની રિપોર્ટ્સ સાથે જ વાલ્મીકિ રામાયણ, સ્કંદ પુરાણ, પદ્મપુરાણ, મહાભારત અને રામચરિતમાનસ જેવા ગ્રંથોનો પણ હવાલો લેવામાં આવ્યો છે. વાલ્મીકિ રામાયણમાં અયોધ્યાનું જે લોકેશન છે, તે સરયૂ નદી પાસે છે. સરયૂ નદીનો ઉલ્લેખ રામાયણમાં અનેકવાર આવે છે. અનેક ગ્રંથ છે, અનેક શ્લોક છે જે જણાવે છે કે, રામનો જન્મ અયોધ્યામાં થયો હતો અને તે અયોધ્યા ભારતમાં જ છે.

નેપાળ અને રામનો સંબંધઃ-
એવું નથી કે, નેપાળથી રામનો કોઇ સંબંધ જ નથી. નેપાળના જનકપુરને રામનું સાસરું માનવામાં આવે છે. અહીં આજે પણ રાજા જનકનો મહેલ છે. જેમાં સીતા સ્વયંવર દરમિયાનના દૃશ્ય જીવિત છે. તે ધનુષના થોડાં ટૂકડા પણ અહીં સંગ્રહિત કરવામાં આવ્યાં છે, જે સીતા સ્વયંવર દરમિયાન રામે તોડ્યું હતું. આ સ્થાનને લઇને નેપાળની ઊંડી આસ્થા છે. રામ નેપાળના જમાઈ છે. પરંતુ, દીકરા નહીં. વાલ્મીકિ રામાયણમાં રામના વરઘોડા માટે જે રસ્તાનું વર્ણન છે, તે જનકપુરથી મગધ (વર્તમાન બિહાર)ના રસ્તા અવધ (અયોધ્યા) સુધી આવે છે.

7મી સદીના ગ્રંથ સ્કંદ પુરાણમાં અયોધ્યાઃ-

વાલ્મીકિ રામાયણ જ નહીં, પરંતુ સ્કંદ પુરાણમાં પણ રામના જન્મ સ્થાનની જે જગ્યા ઉલ્લેખવામાં આવી છે, તે અયોધ્યા જ છે. આ ગ્રંથ અંગે પુરાતત્વવિદો અને ઇતિહાસકારોનો મત છે કે, તે 7મીથી 9મી સદી વચ્ચે લખવામાં આવ્યો છે. સ્કંદ પુરાણના અયોધ્યા મહાત્મ્યના વૈષ્ણવકાંડના 18-19માં શ્લોકમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, વિશિષ્ઠ આશ્રમથી ઉત્તર અને લોમેશ આશ્રમથી પશ્ચિમમાં અને વિઘ્નેશ્વરથી પૂર્વમાં જે ભૂમિ છે જ્યાં રામનો જન્મ થયો હતો. સુપ્રીમ કોર્ટે પુરાતત્વવિદો અને સંતો પાસે તેની તપાસ કરાવી. સંતોમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પણ હતાં. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં તેમના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વાલ્મીકિ રામાયણ ઈ.સ.થી 300 થી 200 વર્ષ પહેલાંની છેઃ-

વાલ્મીકિ રામાયણ ભગવાન રામના જીવનનો સૌથી મુખ્ય અને જૂનો ગ્રંથ છે. તેનો રચનાકાળ ઈ.સ.થી 300 થી 200 વર્ષ પહેલાંનો માનવામાં આવે છે. તેને મહાભારત અને શ્રીમદભાગવત પહેલાનો માનવામાં આવે છે. વાલ્મીકિ રામાયણના બાલકાંડના 18મા અધ્યાયના 8થી 12 નંબર સુધીના શ્લોક રામજન્મ અને અયોધ્યા અંગે છે. 10માં શ્લોકને સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં રેફરન્સ તરીકે લેવામાં આવ્યો છે.

સરયૂ નદીનું લોકેશન અને અયોધ્યાનું નિર્માણઃ-

ઉજ્જૈનના સંસ્કૃતવિદ ડો. ઋષિ તિવારી પ્રમાણે અયોધ્યા નગરનું સંપૂર્ણ વર્ણન મળે છે. સરયૂને પુણ્ય આપનારી નદી માનવામાં આવે છે. આ નદીના એક ભાગને ઘાઘરા નદી તરીકે પણ માનવામાં આવે છે. વાલ્મીકિ રામાયણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, અયોધ્યા સરયૂના કિનારે વસેલી છે.

રામચરિતમાનસમાં પણ રામજન્મ અયોધ્યામાંઃ-
તુલસીદાસ દ્વારા લખવામાં આવેલી રામચરિતમાનસમાં પણ રામની જન્મભૂમિ અયોધ્યા ઉલ્લેખવામાં આવી છે. રાવણના ત્રાંસની કંટાળીને દેવતા ભગવાન બ્રહ્મા પાસે મદદ માટે આવે છે અને ભગવાન તેમને આશ્વાસન આપે છે. બ્રહ્માની સ્તુતીથી પ્રસન્ન ભગવાન વિષ્ણુ આકાશવાણી દ્વારા દેવતાઓ અને પૃથ્વીને ધીરજ આપતાં આશ્વાસન આપે છે કે, હું રામ સ્વરૂપમાં અવતાર લઇશ. બાલકાંડના 186ના દોહા પછીની ચોપાઇમાં તેનો ઉલ્લેખ છે.

બાલકાંડના 186ના દોહા પછીની ચોપાઇઓ
जनि डरपहु मुनि सिद्ध सुरेसा। तुम्हहि लागि धरिहउँ नर बेसा।।
अंसन्ह सहित मनुज अवतारा। लेहउँ दिनकर बंस उदारा।।
कस्यप अदिति महातप कीन्हा। तिन्ह कहुं मैं पूरब बर दीन्हा।।
ते दसरथ कौसल्या रूपा। कोसलपुरीं प्रगट नर भूपा।।
तिन्ह कें गृह अवतरिहउँ जाई। रघुकुल तिलक सो चारिउ भाई।।
नारद बचन सत्य सब करिहउँ। परम सक्ति समेत अवतरिहउँ।

ચોપાઇઓનો અર્થ- હે મુનિ, સિદ્ધ અને દેવતાઓના સ્વામી, ગભરાશો નહીં. તમારા માટે હું મનુષ્ય સ્વરૂપ ધારણ કરીશ અને પવિત્ર સૂર્યવંશમાં અંશો સહિત મનુષ્યનો અવતાર લઇશ. કશ્યપ અને અદિતિએ ભારે તપ કર્યું હતું. હું પહેલાં જ તેમને વરદાન આપી ચૂક્યો છું. તેઓ જ દશરથ અને કૌશલ્યાના સ્વરૂપમાં મનુષ્યોના રાજા થઇને શ્રીઅયોધ્યાપુરીમાં પ્રકટ થયા છે. તેમના જ ઘરે જઇને હું રઘુકુળના ચાર શ્રેષ્ઠ ભાઇઓ તરીકે અવતાર લઇશ. નારદજીના બધા જ વચનો હું સત્ય કરીશ અને મારી પરાશક્તિ સહિત અવતાર લઇશ.

1 Trackbacks & Pingbacks

  1. રામ અંગે નેપાળનો દાવોઃ 2000 વર્ષથી વધારે જૂની વાલ્મીકિ રામાયણ અને હજાર વર્ષથી જૂના સ્કંદ પુરાણમાં

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: