રાજ્યમાં આગામી 5 દિવસ હળવોથી અતિભારે વરસાદ, 16થી 18 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર પડશે


  • 14 જુલાઇ અને 15 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ-દમણમાં 40 કિ.મી.ની ઝડપ પવન સાથે વરસાદ

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 06:37 PM IST

અમદાવાદ. રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવોથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પંથકમાં 16થી 18 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. 

14થી 18 જુલાઈ દરમિયાન કેવો હશે રાજ્યનો વરસાદી માહોલ
14 જુલાઇ અને 15 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ-દમણમાં 40 કિ.મી.ની ઝડપ પવન સાથે વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 16થી 18 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ સહિતના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢ સહિતના વિસ્તારમાં થતા વડોદરા અને ભરૂચમાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

આજે સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
આગામી 5 દિવસ હળવોથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવોથી ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગીરગઢડા, સાવરકુંડલા, ખાંભા સહિતના વિસ્તારોમાં ભારેથી ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચ, ખાંભા, ગીરગઢડા અને સુરતમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બારડોલી, ઉમરગામ, વિસનગર, કડાણા, પોશીના, કામરેજ, સુરતના માંગરોળ, બનાસકાંઠાના દાંતામાં પણ વરસાદ નોંધાયો છે.

Be the first to comment on "રાજ્યમાં આગામી 5 દિવસ હળવોથી અતિભારે વરસાદ, 16થી 18 સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર પડશે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: