રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું- સચિન પાયલટને બીજી તક આપી રહ્યા છીએ, આશા છે કે તેઓ આજે મિટિંગમાં આવશે


દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 02:42 PM IST

જયપુર. રાજસ્થાનનાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ગેહલોત અને પાયલટ ગ્રુપ વચ્ચે નિવેદનબાજી પણ થઈ રહી છે. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક શરૂ થતા પહેલા રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું હતું કે સચિન પાયલટને બીજી તક આપીએ છીએ. તેમને આજે મિટિંગમાં બોલાવ્યા છે. આશા રાખીએ કે તેમની સાથે બધા ધારાસભ્યો આવશે અને સરકાર સાથે એકતા દર્શાવશે.

હાલ ફ્લોર ટેસ્ટની માંગ નથી કરી રહ્યા : સતીશ પૂનિયા
રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું છે કે કોંગ્રેસ પોતાના નેતાઓ એક હોવાનો દાવો કરી રહી છે. પરંતુ અંદરખાને વિવાદ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એટલા માટે સચિન પાયલટે અપમાનિત થઈને પાર્ટી છોડવી પડી રહી છે. અમે હજું ફ્લોર ટેસ્ટની માંગ કરી રહ્યા નથી.

ઉમા ભારતીએ કહ્યું-રાજસ્થાનમાં સંકટનું કારણ ગાંધી પરીવાર
ભાજપના નેતા ઉમા ભારતીએ કહ્યું કે રાહુલ ગાંધી અને તેમનો પરીવાર યુવા નેતાઓને નીચા દેખાડે છે અને તેઓથી ઈર્ષા કરે છે. રાજસ્થાનમાં જે પણ કંઈ થઈ રહ્યું છે તે માટે રાહુલ ગાંધી અને તેમનો પરીવાર જવબદાર છે. તેમને માત્ર એવા લોકો જોઈએ છે જેઓ હસીને માત્ર તેમનો સાથ આપે અને સરકાર ચાલતી રહે.Be the first to comment on "રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું- સચિન પાયલટને બીજી તક આપી રહ્યા છીએ, આશા છે કે તેઓ આજે મિટિંગમાં આવશે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: